બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / પરિસીમન બિલ પર મોદી સરકારનો મોટો દાવ: લોકસભામાં બે-તૃતીયાંશ બહુમતી મેળવવા માટે માત્ર 6 સાંસદોની જરૂર

નેશનલ / પરિસીમન બિલ પર મોદી સરકારનો મોટો દાવ: લોકસભામાં બે-તૃતીયાંશ બહુમતી મેળવવા માટે માત્ર 6 સાંસદોની જરૂર

Pravin Joshi

Last Updated: 11:45 PM, 15 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં પરિસીમન પ્રક્રિયા લાગુ કરવા માટે મોદી સરકાર સંસદના આગામી ચોમાસુ સત્રમાં જોરદાર તૈયારી કરી રહી છે. બદલાતા રાજકીય સમીકરણો અને વિપક્ષી ગઠબંધનમાં પડેલી તિરાડોને કારણે સરકાર હવે લોકસભામાં બે-તૃતીયાંશ બહુમતી મેળવવાથી માત્ર 6 સાંસદ દૂર હોવાનું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે.

છેલ્લા કેટલાક મહિનાઓમાં દેશના બદલાયેલા રાજકીય વાતાવરણે સત્તાધારી એનડીએ (NDA) ગઠબંધનને તેના એક ખૂબ જ મહત્વપૂર્ણ લક્ષ્યની નજીક લાવી દીધું છે. દેશમાં લોકસભા બેઠકોનું પરિસીમન સુનિશ્ચિત કરવા માટે મોદી સરકારને લોકસભામાં બંધારણ બિલ બે-તૃતીયાંશ બહુમતીથી પસાર કરાવવું પડશે. તાજેતરની રાજકીય હિલચાલ એવી બની છે કે લોકસભા ચૂંટણીમાં 240 બેઠકો જીતનાર ભાજપ હવે આ બહુમતીથી માત્ર 6 સાંસદ દૂર દેખાઈ રહ્યો છે. જોકે, આ મિશન પૂર્ણ કરવા માટે તમિલનાડુની ડીએમકે પાર્ટીની સહમતિ હજુ પણ ખૂબ મહત્વની માનવામાં આવે છે.

new-loksabha-simple

ચોમાસુ સત્ર પહેલા પાવર ગેમ: શરદ પવારના સૂર બદલાયા

ચોમાસુ સત્ર શરૂ થતાં પહેલાં જ દેશના રાજકારણમાં મોટો પાવર ગેમ શરૂ થઈ ગયો છે. શરદ પવારની પાર્ટી રાષ્ટ્રવાદી કોંગ્રેસ (NCP - SP) તરફથી સંસદમાં પરિસીમન બિલને સમર્થન આપવાના સંકેતો મળી રહ્યા છે. શરદ પવારની પુત્રી અને સાંસદ સુપ્રિયા સુલેએ ઈશારો કર્યો છે કે જો તમામ રાજ્યોમાં 50% બેઠકો વધારવામાં આવે, તો તમામ પક્ષોમાં આ બિલ અંગે સહમતિ બની શકે છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ એપ્રિલ મહિનામાં આ બિલ સંસદમાં બે-તૃતીયાંશ બહુમતી ન મળવાને કારણે પડી ગયું હતું. પરંતુ હવે જો શરદ પવારના 8 સાંસદો સરકારને ટેકો આપે તો સરકારનું મિશન ખૂબ જ સરળ બની જશે. વિપક્ષની આ ચિંતા દૂર કરવા માટે ગૃહમંત્રી અમિત શાહે અગાઉ પણ ખાતરી આપી હતી કે સરકાર બેઠકો વધારવા માટે તૈયાર છે.

modi shah nadda

વિપક્ષી એકતાના લીરેલીરા

રાહુલ ગાંધીએ જે વિપક્ષી એકતાના દમ પર સંસદમાં સરકારને હરાવવાનો દાવો કર્યો હતો, તે એકતા હવે વેરવિખેર થતી જોવા મળી રહી છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં ભંગાણ બાદ હવે શરદ પવાર અને એમ. કે. સ્ટાલિન (DMK) નો સ્ટેન્ડ પણ બદલાઈ રહ્યો છે. શરદ પવારના જૂથના પ્રદેશ પ્રમુખ જયંત પાટીલની દેવેન્દ્ર ફડણવીસ સાથેની મુલાકાત અને ત્યારબાદ દિલ્હીમાં અમિત શાહ અને એકનાથ શિંદે વચ્ચે થયેલી બેઠકોથી ગરમાવો આવી ગયો છે. શિવસેના (UBT) ઉદ્ધવ જૂથમાંથી બળવો કરીને આવેલા તમામ 6 સાંસદો પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. બીજી તરફ, 22 સાંસદો ધરાવતી ડીએમકે (DMK) ને મનાવવા માટે સરકારે પ્રયાસો તેજ કર્યા છે.

MODI-MANIPUR

મોદી સરકારને વધારાના સાંસદોની કેવી રીતે પડશે જરૂર?

બંધારણ (131મું સુધારા) વિધેયક 2026 ના રોજ 16 April 2026 ના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય ઉદ્દેશ્ય વર્ષ 2011 ની વસ્તી ગણતરીના આધારે લોકસભાની બેઠકો 543 થી વધારીને 850 કરવાનો અને 'નારી શક્તિ વંદન અધિનિયમ' હેઠળ મહિલાઓને 33% અનામત આપવાનો છે. અગાઉ 17 April ના રોજ થયેલા મતદાનમાં બિલના પક્ષમાં 298 વોટ અને વિરોધમાં 230 વોટ પડ્યા હતા. તે સમયે બિલ પાસ કરાવવા માટે હાજર 528 સાંસદોમાંથી 352 સાંસદોની જરૂર હતી. જો હાલની 540 સાંસદોની લોકસભાની સ્થિતિને આધારે ગણતરી કરીએ, તો બે-તૃતીયાંશ બહુમતી માટે 360 સાંસદોની જરૂર પડશે.

બહુમતીનું ગણિત

સરકાર આ જંગી બહુમતી મેળવવા માટે નીચે મુજબનું ગણિત ગોઠવી રહી છે:

અગાઉ એનડીએ (NDA) પાસે લોકસભામાં 298 સાંસદોનું સમર્થન હતું. હવે, ટીએમસી (TMC) ના 20 બળવાખોર સાંસદો સરકાર તરફી છે. શિવસેના ઉદ્ધવ જૂથમાંથી આવેલા 6 સાંસદો અને એનસીપી શરદ પવાર જૂથના 8 સાંસદો ઉમેરાતા આ આંકડો 332 પર પહોંચે છે. જો આમાં ડીએમકે (DMK) ના 22 સાંસદો પણ ઉમેરાય, તો કુલ સમર્થન 354 (332 + 22) થઈ જશે.

વધુ વાંચો : તિરુપતિ મંદિરમાં VIP આરતી પર વિવાદ, MP-MLA કરશે પહેલી આરતી, CMના નિર્ણયથી નારાજગી

આ સ્થિતિમાં સરકારને બિલ પાસ કરાવવા માટે માત્ર 6 વધારાના સાંસદોની જરૂર પડશે. વળી, જો મતદાન સમયે કેટલાક નાના પક્ષો ગેરહાજર રહે, તો બહુમતી માટે જરૂરી આંકડો હજુ પણ નીચો આવી શકે છે. વિરોધ પક્ષોમાં પડી રહેલા ગાબડાં અને નેતાઓનો પક્ષપલટો મોદી સરકારના એજન્ડાને વધુ મજબૂત બનાવી રહ્યો છે. જો આ બિલ પાસ થઈ જશે તો દેશના ચૂંટણી નકશામાં મોટો બદલાવ આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

DelimitationBill LokSabha ModiGovernment
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ