બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / ગુમ થયુ અઝરબૈજાનનુ પ્લેન? સુરત ATCને સેટેલાઈટ મારફત સૂચના મળી, દરિયાઈ વિસ્તાર પર કડક નજર

ગુજરાત / ગુમ થયુ અઝરબૈજાનનુ પ્લેન? સુરત ATCને સેટેલાઈટ મારફત સૂચના મળી, દરિયાઈ વિસ્તાર પર કડક નજર

Ajitsinh Jadeja

Last Updated: 10:36 PM, 16 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Daman News: સંઘપ્રદેશ દમણ પાસે એક ફ્લાઇટ મુશ્કેલમાં હોવાનો સંદેશો સુરત એર ટ્રાફિક કંટ્રોલરને મળ્યો છે જેને લઇને સુરક્ષા એજન્સી સુરત એરપોર્ટ પર એલર્ટ બની છે.

સંઘપ્રદેશ દમણ પાસે એક ફ્લાઇટ મુશ્કેલમાં હોવાનો સંદેશો સુરત એર ટ્રાફિક કંટ્રોલરને મળ્યો છે જેને લઇને સુરક્ષા એજન્સી સુરત એરપોર્ટ પર એલર્ટ બની છે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના એર ટ્રાફિક કંટ્રોલ અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને ઈમરજન્સી મેસેજ મળ્યો છે. અઝરબૈજાનમાં રજિસ્ટર્ડ એક ફ્લાઇટના ઈમરજન્સી લોકેટર ટ્રાન્સમીટર દ્વારા આ સિગ્નલ છોડાયું હતું.

સેટેલાઇટ સિસ્ટમ દ્વારા સુરત એટીસીને અજરબૈજાનની ફલાઇટના ડિસ્ટ્રેસ સિગ્નલ છુટતા મળ્યા છે. જેને લઇને સુરત એરપોર્ટ પર તાત્કાલીક ધોરણે એરપોર્ટ ઇમરજન્સી પ્લાન લાગુ કરી દેવામાં આવ્યો છે. સીઆઇએસએફ, મેડીકલ ટીમ અને ફાયર ટીમ એરપોર્ટના રનવે પર પહોચી છે.

સંઘપ્રદેશ દમણના દરિયા પરથી પસાર થઇ રહેલી અજરબૈજાનની ફ્લાઇટમાં મુશ્કેલી આવ્યાનો મેસેજ સુરત એર ટ્રાફિક કંટ્રોલરને મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ બની છે. ફ્લાઇટ દ્વારા છોડવામાં આવેલું સિગ્નલ સેટેલાઇટ સિસ્ટમ દ્વારા રિસીવ થયું, જેનું લોકેશન દમણ નજીકના દરિયાઈમાં ટ્રેક થયું હતું.

VTV Digital 1

આ પણ વાંચોઃ ક્રાઈમ / સુરતમાં RTOની નકલી રસીદો બનાવી વાહનો છોડાવવાનું રેકેટ ઝડપાયું, QR સ્કેન કરતાં ખુલ્યું લાખનું કૌભાંડ

જો કે ફ્લાઇટને કઇ મુશ્કેલી આવી છે તેને લઇને સંકલન સાધવામાં આવી રહ્યુ છે અને પ્લેનની દરિયા પર સ્થિતિ જાણવા કોસ્ટગાર્ડ પાસે મદદ લેવાઇ રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Daman News Flight Surat Airport
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ