બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરા સ્ટેશન પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાયો મુસાફર, RPF જવાને બચાવ્યો જીવ
Last Updated: 08:04 PM, 16 July 2026
Vadodara News: વડોદરા રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેન પકડવા જતાં મુસાફર ફસાયો હતો જેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. સદનસીબે આ મુસાફરને બચાવી લેવામાં આવ્યો છે. ટ્રેનમાં ચડવા જતાં મુસાફરનો પગ લપસ્યો જેને લઇ ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાયો હતો. મુસાફર 150 મીટર સુધી ઢસડાયો હતો અને આ સમગ્ર ઘટના પ્લેટફોર્મ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.
ADVERTISEMENT
Passenger survives horrifying train-platform accident at Vadodara Railway Station. 🚆🚨
— contentkikamii (@contentkikamii) July 16, 2026
CCTV footage shows a passenger from Mumbai slipping while attempting to board the moving Jaipur Express after getting off to buy a cold drink for his daughter. He was dragged for nearly 150…
જાણવા મળતી વિગતો મુજબ ઘાયલ થયેલા યાત્રીનું નામ સુરેશ તુનગરિયા છે જે કિશનગઢથી મુંબઇ જવા માટે બાંન્દ્રા ટર્નિનલ્સ સ્પેશિયલ ટ્રેનમાં મુસાફરી કરતા હતા અને બુધવારે સાંજે આ ટ્રેન વડોદરા સ્ટેશન પર ઉભી રહી ત્યારે દીકરીઓ માટે કોલ્ડ્રિંક્સ અને દહીં લેવા માટે પ્લેટફોર્મ પર ઉતર્યા હતા. આ દરમિયાન અચાનક ટ્રેન ઉપડતા તે દોડીને ચાલુ ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેમનો પગ અચાનક લપસ્યો હતો. અકસ્માતની જાણ થતા જ ટ્રેન રોકી દેવામાં આવી હતી અને આસપાસથી મુસાફર અને રેલવે સ્ટાફ દોડી આવ્યો હતો.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ મુશ્કેલ / વડોદરા RTOનો AI ડ્રાઇવિંગ ટેસ્ટ લાયસન્સ માટે 'અગ્નિપરીક્ષા' બન્યો: 1 મહિનામાં કારના 93% અરજદારો નાપાસ, 16 કેમેરા દરેક ભૂલ પકડી લે છે
ADVERTISEMENT
પ્લેફોર્મ પર રહેલા રેલવે સ્ટાફ અને સુરક્ષાકર્મીઓએ તરત મુસાફરને ટ્રેન નીચેથી બહાર કાઢી જીવ બચાવી લીધો હતો. ઘવાયેલા સુરેશ તુનગરિયાને સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.