બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / ભાવનગરમાં 41મી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનો પ્રારંભ, રાજવી પરિવારની સોનાની પહિંદ વિધિ
Last Updated: 03:07 PM, 16 July 2026
ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની 41મી ભવ્ય રથયાત્રાનો ભક્તિભાવ સાથે પ્રારંભ થયો. રાજવી પરિવાર દ્વારા સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરવામાં આવી, જ્યારે પરંપરાગત રીતે ભોઈ સમાજે ભગવાનના રથને ખેંચી રથયાત્રાની શરૂઆત કરાવી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત, હાઈટેક સુરક્ષા વ્યવસ્થા અને હજારો ભાવિકોની હાજરી વચ્ચે ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજી 18 કિલોમીટરના નગરચર્યાના માર્ગે નીકળ્યા.
ADVERTISEMENT

ભાવનગરમાં 41મી રથયાત્રાનો ભવ્ય પ્રારંભ
ADVERTISEMENT
ભગવાન જગન્નાથજીના જયઘોષ અને ભક્તિમય વાતાવરણ વચ્ચે ભાવનગરમાં 41મી રથયાત્રાનો ભવ્ય પ્રારંભ થયો. રથયાત્રા પૂર્વે ભાવનગરના રાજવી પરિવાર દ્વારા ભગવાનના રથમાં સોનાની સાવરણીથી પરંપરાગત પહિંદ વિધિ કરવામાં આવી. ત્યારબાદ વર્ષોથી ચાલતી પરંપરા મુજબ ભોઈ સમાજના લોકોએ ભગવાનના રથને ખેંચી યાત્રાનો પ્રારંભ કરાવ્યો.

ADVERTISEMENT
ભગવાનના રથને ગાર્ડ ઓફ ઓનર આપ્યું
ગુજરાતની બીજા ક્રમાંકની આ રથયાત્રામાં સાધુ-સંતો, મહંતો, રાજકીય આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. રિટાયર્ડ આર્મી જવાનો દ્વારા ભગવાનના રથને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી 18 કિલોમીટરના રાજમાર્ગો પર નગરચર્યાએ નીકળતા માર્ગભરમાં ભક્તોએ પુષ્પવર્ષા કરી દર્શનનો લાભ લીધો..
ADVERTISEMENT

આ પણ વાંચોઃ એક જ પોલીસ સ્ટેશનના 3 પોલીસકર્મીઓ ઝડપાયા લાંચ લેતા, ACBએ છટકું ગોઠવી દબોચ્યા
ADVERTISEMENT
ભગવાનના રથને CCTV કેમેરા અને GPS સિસ્ટમથી સજ્જ કરવામાં આવ્યો
આ વર્ષે રથયાત્રામાં આધુનિક ટેકનોલોજીનો પણ વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભગવાનના રથને CCTV કેમેરા અને GPS સિસ્ટમથી સજ્જ કરવામાં આવ્યો હતો, જ્યારે સમગ્ર યાત્રા દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રથયાત્રામાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા, મંત્રી જીતુ વાઘાણી, કલેક્ટર, પોલીસ કમિશનર, રાજેન્દ્રસિંહ રાણા સહિત રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.હજારો ભાવિકોના હરિધ્વનિ અને ભક્તિભાવ વચ્ચે ભાવનગરની 41મી જગન્નાથ રથયાત્રા શાંતિપૂર્ણ અને ભવ્ય માહોલમાં પ્રારંભ થઈ હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Gold Price Update / ના હોય, ₹20,000 સુધી સોનું સસ્તું થઇ જશે? હોઇ શકે છે આ કારણ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Gold Price Update / ના હોય, ₹20,000 સુધી સોનું સસ્તું થઇ જશે? હોઇ શકે છે આ કારણ
ADVERTISEMENT