બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / એક જ પોલીસ સ્ટેશનના 3 પોલીસકર્મીઓ ઝડપાયા લાંચ લેતા, ACBએ છટકું ગોઠવી દબોચ્યા

ભરૂચ / એક જ પોલીસ સ્ટેશનના 3 પોલીસકર્મીઓ ઝડપાયા લાંચ લેતા, ACBએ છટકું ગોઠવી દબોચ્યા

Vishal Khamar

Last Updated: 11:48 PM, 14 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભરૂચમાં 3 લાંચિયા પોલીસકર્મીઓ એસીબીના સકંજામાં આવી જવા પામ્યા છે. પાનોલી પોલીસ સ્ટેશનના 3 પોલીસ કર્મીએ દારૂના કેસમાં જપ્ત મોબાઈલ પાછો આપવા લાંચ માંગી હતી.

ભરૂચ જિલ્લામાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)એ મોટી કાર્યવાહી કરતાં પાનોલી પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસકર્મીઓને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. આરોપી પોલીસકર્મીઓએ દારૂના કેસમાં જપ્ત કરાયેલ મોબાઇલ પરત આપવા માટે ફરિયાદી પાસેથી ₹3 લાખની લાંચની માંગણી કરી હતી.

3 પોલીસકર્મીએ માગી 3 લાખની લાંચ

મળતી માહિતી મુજબ, આરોપીઓએ કુલ ₹3 લાખની લાંચ નક્કી કરી હતી અને તેના પ્રથમ હપ્તા તરીકે ₹1 લાખ સ્વીકારતા ACBએ ટ્રેપ ગોઠવી તેમને ઝડપી પાડ્યા હતા. આ સમગ્ર કાર્યવાહી પાનોલી પોલીસ સ્ટેશન સામે આવેલા D સ્ટાફની ચેમ્બરમાં હાથ ધરવામાં આવી હતી.

મોબાઈલ પાછો આપવા માગ્યા 3 લાખ

આ કેસમાં એક લોકરક્ષક અને બે હેડ કોન્સ્ટેબલ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ACBએ અનિરુદ્ધ ધાધલ, સાગર ચાવડા અને જયદીપસિંહ પરમાર સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચોઃ ગિરનાર પર સિંહના એટેક બાદ સરકાર એક્શન મોડમાં, લીધા મહત્વના નિર્ણયો

D સ્ટાફની ચેમ્બરમાં ACBની ટ્રેપ

ACB હાલ સમગ્ર પ્રકરણની વધુ તપાસ કરી રહી છે. લાંચની માંગણી પાછળ અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તેમજ કેસ સંબંધિત અન્ય પાસાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bharuch ACB trap Panoli Police Station Bharuch police bribery
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ