બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / શું વધી જશે LPG-પેટ્રોલના ભાવ? હોર્મુઝ પર ટ્રમ્પનો ટેક્સ વધારશે ભારતનું ટેન્શન

વર્લ્ડ / શું વધી જશે LPG-પેટ્રોલના ભાવ? હોર્મુઝ પર ટ્રમ્પનો ટેક્સ વધારશે ભારતનું ટેન્શન

Pravin Joshi

Last Updated: 04:20 PM, 14 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પર 20% સુરક્ષા ટેક્સ લગાવવાની જાહેરાતથી ભારતની ચિંતા વધી ગઈ છે. ભારત પોતાની ઉર્જા જરૂરિયાતો માટે આ દરિયાઈ માર્ગ પર ખૂબ નિર્ભર હોવાથી આગામી સમયમાં દેશમાં એલપીજી, પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચી શકે છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક સનસનાટીભર્યા એલાનથી આખા વિશ્વના ઉર્જા બજાર (Energy Market) માં ભારે હલચલ મચી ગઈ છે. ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) માંથી પસાર થતા તમામ માલવાહક જહાજો પર 20% સિક્યોરિટી ટેક્સ (સુરક્ષા શુલ્ક) લગાવવાની જાહેરાત કરી છે. આ સાથે જ તેમણે ઈરાનના બંદરોની સૈન્ય નાકેબંધી (Iranian Blockade) કરવાની પણ જાહેરાત કરી છે. અમેરિકા, ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા જતા તણાવની વચ્ચે આવેલા આ નિર્ણયથી ભારત જેવા દેશો માટે મોટી આર્થિક કટોકટી સર્જાવાની આશંકા સેવાઈ રહી છે, જેઓ પોતાની જરૂરિયાતનું મોટાભાગનું તેલ પર્સિયન ગલ્ફના દેશોમાંથી આયાત કરે છે.

trump-normal

ટ્રમ્પનો તર્ક અને ઈરાનની આકરી પ્રતિક્રિયા

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાંથી નિવેદન આપતા જણાવ્યું હતું કે, અમેરિકા લાંબા સમયથી હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષાની જવાબદારી નિભાવી રહ્યું છે. આ સુરક્ષા વ્યવસ્થા પાછળ જે મોટો ખર્ચ થાય છે, તેની ભરપાઈ માટે આ માર્ગ પરથી પસાર થતા જહાજો પાસેથી 20% ટેક્સ વસૂલવામાં આવશે. બીજી તરફ, ઈરાને આ નિર્ણયનો સખત વિરોધ કર્યો છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ તંજ કસતા કહ્યું કે, હોર્મુઝનો અસલી રક્ષક તો ઈરાન છે અને જો સુરક્ષાના નામે ટેક્સ લેવાનો જ હોય તો 20% નો આંકડો ખૂબ જ વધારે છે. આ સાથે ઈરાની સૈન્ય નેતૃત્વએ પણ ચેતવણી આપી છે કે હોર્મુઝના સંચાલનમાં કોઈપણ અમેરિકી દખલગીરીને ઈરાનની સંપ્રભુતા પર હુમલો ગણવામાં આવશે અને તેનો સૈન્ય જવાબ આપવામાં આવશે.

Hormuz-Strait-India-Crisis

શું અમેરિકા આવો ટેક્સ વસૂલી શકે?

આંતરરાષ્ટ્રીય સ્તરે ટ્રમ્પના આ નિર્ણયની કાનૂની માન્યતા પર સવાલો ઉભા થઈ રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર (UN) ની દરિયાઈ એજન્સી ઇન્ટરનેશનલ મેરિટાઇમ ઓર્ગેનાઇઝેશને સ્પષ્ટ કર્યું છે કે આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ, કોઈપણ દેશ આ પ્રકારના આંતરરાષ્ટ્રીય જળમાર્ગ પરથી પસાર થતા જહાજો પર એકતરફી રીતે કોઈ ફરજિયાત ટેક્સ લગાવી શકે નહીં. આમ, અમેરિકાના આ આદેશ સામે કાનૂની પડકારો ઊભા થવા નિશ્ચિત છે.

પેટ્રોલ-ડીઝલ અને LPG મોંઘા થશે?

ભારત પોતાની ઉર્જા જરૂરિયાતો માટે ખાડી દેશો પર સૌથી વધુ નિર્ભર છે. ભારત દ્વારા આયાત કરવામાં આવતું મોટાભાગનું ક્રૂડ ઓઈલ (કચ્ચું તેલ) અને એલએનજી (LNG - પ્રવાહી કુદરતી ગેસ) સાઉદી અરેબિયા, ઈરાક, યુએઈ (UAE), કુવેત અને કતારથી આવે છે. આ તમામ સપ્લાય હોર્મુઝની સાંકડી સામુદ્રધુનીમાંથી પસાર થઈને ભારત પહોંચે છે.

lpg-simple

જો ટ્રમ્પનો આ 20% ટેક્સ અમલી બને છે, તો,

  • ભારતીય ઓઈલ કંપનીઓ માટે કાચું તેલ અને ગેસ ખરીદવો અત્યંત મોંઘો સાબિત થશે.
  • દેશમાં પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસ (LPG) ના ભાવમાં મોટો વધારો ઝીંકવો પડી શકે છે.
  • તેલ મોંઘું થતાં ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધશે, જેનાથી સામાન્ય મોંઘવારી દેશની જનતાની કમર તોડી નાખશે.
  • માત્ર ટેક્સ જ નહીં, પરંતુ તણાવ વધવાના કારણે વધેલું શિપિંગ ભાડું, વીમા પ્રીમિયમ અને સપ્લાય ચેઈનમાં અવરોધ પણ ભારત સરકારની ચિંતા બમણી કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ બંગાળમાં બોટ દુર્ઘટનામાં નવ માછીમારોના મોત, મૃતકોના પરિવારજનોને આર્થિક સહાયની જાહેરાત

ભારતીય નાવિકો પણ યુદ્ધના જોખમ હેઠળ

આ તણાવ વચ્ચે ખાડી ક્ષેત્રમાં કામ કરી રહેલા ભારતીય નાગરિકોની સુરક્ષા પણ જોખમમાં મુકાઈ છે. સંયુક્ત આરબ અમીરાત (UAE) ના અહેવાલ મુજબ, હોર્મુઝ સ્ટ્રેટના દક્ષિણ ભાગમાં તેના 2 ઓઈલ ટેન્કર પર ઈરાની ક્રૂઝ મિસાઈલથી ઘાતક હુમલો કરાયો હતો. આ કમનસીબ હુમલામાં 1 ભારતીય નાવિકનું મોત થયું છે, જ્યારે અન્ય 6 ભારતીય સહિત કુલ 8 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 4 લોકોની હાલત નાજુક છે. ભારત સરકાર હાલ આ સમગ્ર ભૌગોલિક-રાજકીય સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

FuelPriceHike DonaldTrump StraitOfHormuz
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ