બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / 5 મહિના બાદ ફરી મોંઘવારીનો માર! જૂનમાં રિટેલ ફુગાવો RBIના લક્ષ્યાંકથી પણ ઉપર પહોંચ્યો

મોંઘવારી / 5 મહિના બાદ ફરી મોંઘવારીનો માર! જૂનમાં રિટેલ ફુગાવો RBIના લક્ષ્યાંકથી પણ ઉપર પહોંચ્યો

Kalpesh Kandoria

Last Updated: 06:32 PM, 13 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સામાન્ય લોકોને ફરી એકવાર મોંઘવારીનો ઝટકો લાગ્યો છે. જૂન 2026માં રિટેલ મોંઘવારી વધીને 4.38% પર પહોંચી છે, જે સતત પાંચ મહિના બાદ ફરી RBIના 4% લક્ષ્યાંકને વટાવી ગઈ છે.

દેશના સામાન્ય લોકો માટે મોંઘવારીના મોરચે ફરી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. જૂન 2026માં રિટેલ મોંઘવારી (CPI) વધીને 4.38 ટકા પર પહોંચી છે. મે મહિનામાં આ આંકડો 3.93 ટકા હતો. સતત પાંચ મહિના સુધી નિયંત્રણમાં રહેલો ફુગાવો હવે ફરીથી ભારતીય રિઝર્વ બેંક (RBI)ના 4 ટકાના લક્ષ્યાંકથી ઉપર પહોંચી ગયો છે.

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા પ્રાથમિક આંકડા મુજબ, જૂનમાં સૌથી વધુ વધારો ખાદ્ય ચીજવસ્તુઓ અને ઈંધણના ભાવમાં જોવા મળ્યો છે. ફૂડ ઇન્ફ્લેશન પણ વધીને 5.32 ટકા પર પહોંચી ગયું છે. ગ્રામીણ વિસ્તારોમાં રિટેલ મોંઘવારી 4.74 ટકા, જ્યારે શહેરી વિસ્તારોમાં 3.92 ટકા નોંધાઈ છે.

મોંઘવારી કેમ વધી?

વિશ્લેષકોના જણાવ્યા મુજબ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે. સાથે જ કેટલાક વિસ્તારોમાં નબળા ચોમાસા અને સપ્લાય ચેઇનમાં પડેલા વિક્ષેપના કારણે ખાદ્ય વસ્તુઓના ભાવમાં તેજી જોવા મળી છે. આ બંને કારણો મોંઘવારી વધારવા માટે મુખ્ય જવાબદાર માનવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો- ના હોય, ₹20,000 સુધી સોનું સસ્તું થઇ જશે? હોઇ શકે છે આ કારણ

RBIના ટાર્ગેટને વટાવી ગયો ફુગાવો

અગાઉ મે મહિનામાં રિટેલ મોંઘવારી દર વધીને 3.93% પર પહોંચ્યો હતો. હવે જૂન મહિનામાં તેમાં વધુ 0.45 ટકાનો વધારો નોંધાતા રિટેલ મોંઘવારી દર 4.38% પર પહોંચી ગયો છે. મોંઘવારીના આ આંકડા એટલે પણ વધુ નિરાશાજનક છે કેમ કે, પાંચ મહિના પછી CPI રિઝર્વ બેંકના લક્ષ્યની ઉપર પહોંચી છે. હકીકતમાં, ભારતીય રિઝર્વ બેંક (RBI) એ મધ્યમ ગાળામાં રિટેલ મોંઘવારીનો લક્ષ્યાંક 4% નક્કી કર્યો છે. આ માટે 2% વધઘટનું ટોલરન્સ બેન્ડ પણ રાખવામાં આવ્યું છે. એટલે કે, મોંઘવારી દર 2%થી 6%ની વચ્ચે રહે તો તેને સ્વીકાર્ય માનવામાં આવે છે.

આ વર્ષના મોંઘવારીની ચાલ પર નજર નાખીએ તો, શરૂઆતી જાન્યુઆરી મહિનામાં રિટેલ મોંઘવારી (Retail Inflation) ઘટીને 2.74% થઈ ગઈ હતી, પરંતુ ફેબ્રુઆરીમાં ધીરે-ધીરે વધીને 3.21%, માર્ચમાં 3.40%, એપ્રિલમાં 3.48% અને મે મહિનામાં 3.93% થઈ ગઈ હતી અને હવે જૂનમાં પણ મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

CPI June 2026 RBI Inflation Target Retail Inflation June 2026
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ