ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગિરનારમાં સિંહના હુમલા બાદ તંત્રનો મોટો નિર્ણય, પ્રવાસીઓ ખાસ વાંચી લે

ગુજરાત / ગિરનારમાં સિંહના હુમલા બાદ તંત્રનો મોટો નિર્ણય, પ્રવાસીઓ ખાસ વાંચી લે

Published By: Nidhi Panchal

Last Updated: 01:58 PM, 11 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢના ગિરનાર પર્વત પર સિંહોની અવરજવરના કારણે પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર સતર્ક બન્યું છે. ત્રણ સિંહ દેખાયાની ઘટનાના પગલે પ્રવાસીઓને આગળ વધતા રોકીને પરત મોકલવામાં આવ્યા હતા

ADVERTISEMENT

જૂનાગઢના ગિરનાર પર્વત પર સિંહોની અવરજવર વધતા પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર એલર્ટ બન્યું છે. ગિરનાર પર પોલીસ અને વન વિભાગની ટીમો દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. પ્રવાસીઓના જણાવ્યા અનુસાર વહેલી સવારે ગિરનાર પર ચડાણ દરમિયાન ત્રણ સિંહ નજરે પડ્યા હતા. આ ઘટનાને ગંભીરતાથી લઈને સુરક્ષાના કારણોસર તંત્રએ પ્રવાસીઓને આગળ વધતા રોકી દીધા હતા અને તેમને નીચે પરત મોકલવામાં આવ્યા હતા. હાલ સમગ્ર પરિસ્થિતિ પર વન વિભાગ અને પોલીસ સતત નજર રાખી રહ્યા છે.

Junagdh sinh

વહેલી સવારે ત્રણ સિંહ દેખાયા હોવાનો પ્રવાસીઓનો દાવો

ગિરનાર દર્શન માટે આવેલા એક પ્રવાસીએ જણાવ્યું કે તેઓ આજે સવારે ગિરનારના દર્શન કરવા આવ્યા હતા. પાહીડી વિસ્તારમાં પહોંચતા તેમને સિંહોના અવાજ સંભળાયા હતા. ત્યાં હાજર અન્ય લોકો સાથે મળીને તેમણે ત્રણ સિંહોને નજરે જોયા હતા. ત્યારબાદ પોતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેઓ તાત્કાલિક ત્યાંથી નીકળી ગયા હતા. આ ઘટનાએ અન્ય પ્રવાસીઓમાં પણ ભયનો માહોલ સર્જ્યો હતો.

લાઇટના અભાવે વધ્યો ભય, મોબાઇલની ટોર્ચના સહારે જવું પડે છે

પ્રવાસીએ વધુમાં જણાવ્યું કે સાંજે લગભગ 5:30 વાગ્યે તેમને માહિતી મળી કે આ જ રસ્તા પર સિંહ કોઈ બાળકને લઈને ગયો હોવાની ચર્ચા ચાલી રહી હતી. તેમણે દાવો કર્યો કે ગિરનારની સીડી પર ઘણા વિસ્તારોમાં પૂરતી લાઇટની સુવિધા નથી. જેના કારણે પ્રવાસીઓને મોબાઇલની ટોર્ચના સહારે જ આવનજાવન કરવું પડે છે. અંધકારને કારણે જંગલી પ્રાણીઓ દેખાતા નથી અને અકસ્માત થવાનો પણ ભય રહે છે.

ફેન્સિંગ અને કાયમી સુરક્ષા વ્યવસ્થાની ઉઠી માંગ

પ્રવાસીઓએ તંત્ર સમક્ષ ગિરનારની સીડીની બંને બાજુ મજબૂત ફેન્સિંગ કરવાની માંગ કરી છે. સાથે જ જ્યાં સિંહોની અવરજવર રહેતી હોય તેવા વિસ્તારોમાં વન વિભાગની કાયમી ટીમ તૈનાત રાખવાની પણ માંગ ઉઠી છે. પ્રવાસીઓનું કહેવું છે કે નિયમિત દેખરેખ અને સુરક્ષા વ્યવસ્થા વધારવાથી આવી પરિસ્થિતિમાં જોખમ ઘટાડી શકાય છે.

લાઇટિંગ સહિતની મૂળભૂત સુવિધાઓ વધારવાની અપીલ

પ્રવાસીઓએ ગિરનાર પર સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની સાથે પૂરતી લાઇટિંગ, ચેતવણી બોર્ડ, સીસીટીવી અને અન્ય મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની અપીલ કરી છે. તેમનું માનવું છે કે ગિરનાર પર દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ આવે છે, તેથી સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપવી જરૂરી છે. ખાસ કરીને રાત્રિ અને વહેલી સવારના સમયમાં પૂરતા પ્રકાશની વ્યવસ્થા કરવામાં આવે તો પ્રવાસીઓ વધુ સુરક્ષિત અનુભવશે.

આ પણ વાંચો : Wimbldonમાં વપરાતા ટોવેલ ગુજરાતમાં બને છે! ક્રેઝ એવો કે ખેલાડીઓ ઘેર લઈ જાય છે, ફેન્સ પણ છે ટોવેલના દીવાના

તંત્ર સતત નજર રાખી રહ્યું છે

વન વિભાગ અને પોલીસ દ્વારા ગિરનાર વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને સિંહોની હિલચાલ પર સતત નજર રાખવામાં આવી રહી છે. પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત થાય તે માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. હાલ પરિસ્થિતિ પર સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે અને જરૂરિયાત મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. તંત્રે લોકોને પણ સૂચના આપી છે કે સુરક્ષા કર્મચારીઓની સૂચનાઓનું પાલન કરે અને કોઈપણ જોખમી વિસ્તારમાં જવાનો પ્રયાસ ન કરે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Junagadh News Lion Movement Keywords Girnar

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ