બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:01 PM, 9 July 2026
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતની મુલાકાત દરમિયાન ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી જેમાં ખાડી વિસ્તારના ગેરકાયદે દબાણો દૂર કરવા, પાણીના નિકાલની વ્યવસ્થા મજબૂત બનાવવા અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી.
ADVERTISEMENT
સુરતમાં છેલ્લા કેટલાક દિવસોમાં પડેલા ભારે વરસાદે શહેરના અનેક વિસ્તારોને પાણીમાં ગરકાવ કરી દીધા હતા. ખાસ કરીને ખાડી કિનારાના વિસ્તારોમાં પાણીનો ભરાવો લાંબા સમય સુધી રહેતા રહેણાંક વિસ્તારો, દુકાનો અને વેપાર-ધંધાને મોટું નુકસાન થયું હતું. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર હવે લાંબા ગાળાના ઉકેલ તરફ આગળ વધી રહી છે.
ADVERTISEMENT
સુરત સર્કિટ હાઉસ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં શહેરની ખાડી વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટે ₹500 કરોડનું વિશેષ પેકેજ જાહેર કરવામાં આવ્યું. આ રકમનો ઉપયોગ નીચેની કામગીરી માટે કરવામાં આવશે.
ADVERTISEMENT
બેઠકમાં ખાસ ભાર ખાડી કિનારાના ગેરકાયદે દબાણો પર મૂકવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ મહાનગરપાલિકાને સ્પષ્ટ સૂચના આપી હતી કે પાણીના પ્રવાહને અવરોધતા તમામ ગેરકાયદે બાંધકામો અને દબાણો સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. સરકારનું માનવું છે કે ખાડીઓના કુદરતી પ્રવાહમાં થયેલા અવરોધો પણ પાણી ભરાવાની સમસ્યાના મુખ્ય કારણોમાં સામેલ છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ ગાંધીનગરથી CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે 'ગુજરાત ડેટા સેન્ટર પોલિસી'નું અનાવરણ
ADVERTISEMENT
સમીક્ષા દરમિયાન અસરગ્રસ્ત વિસ્તારોના લોકપ્રતિનિધિઓએ તંત્રની કામગીરી અંગે અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા. શહેરમાં અગાઉ પણ આવી સ્થિતિ સર્જાઈ હોવા છતાં યોગ્ય આગોતરા આયોજન કેમ ન થયું તે મુદ્દે ચર્ચા થઈ હતી.
ADVERTISEMENT
મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ભવિષ્યમાં આવી બેદરકારી ચલાવી લેવાશેે નહીં, જવાબદાર અધિકારીઓ સામે શિસ્તભંગના પગલાં લેવાશે અને જરૂરી જણાશે તો ફોજદારી કાર્યવાહી પણ કરવામાં આવશે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે વરસાદી પાણી ભરાવાની સમસ્યાના મૂળ કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. નહેરો, ખાડીઓ અને ડ્રેનેજ વ્યવસ્થામાં ક્યાં ખામી રહી તે અંગે રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. સાથે જ ભવિષ્યમાં આવી પરિસ્થિતિ સર્જાય નહીં તે માટે તાત્કાલિક અમલમાં મૂકી શકાય તેવી કામગીરીનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે.

સરકારે અસરગ્રસ્ત પરિવારોને ઝડપથી સહાય પહોંચાડવા માટે પણ તંત્રને સક્રિય કર્યું છે. કેશડોલ અને ઘરવખરી સહાયનું વિતરણ ઝડપથી પૂર્ણ થાય તે માટે મહાનગરપાલિકા, પોલીસ અને જિલ્લા પ્રશાસનને સંયુક્ત રીતે કામગીરી કરવાની સૂચના આપવામાં આવી છે.
વરસાદ બાદ શહેરમાં તૂટી ગયેલા નવા રસ્તાઓ અને નબળી ગુણવત્તાની કામગીરી અંગે પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જો કોઈ કોન્ટ્રાક્ટર અથવા અધિકારીની બેદરકારી સામે આવશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હલકી ગુણવત્તાનું કામ કરનારા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા સુધીના પગલાં પણ લેવામાં આવી શકે છે.
સરકારનો ઉદ્દેશ માત્ર હાલની સમસ્યાનો ઉકેલ લાવવાનો નહીં પરંતુ સુરતને ભવિષ્યમાં આવી આપત્તિઓ સામે વધુ સક્ષમ બનાવવાનો છે. ખાડીના રિ-ડેવલપમેન્ટ, દબાણો દૂર કરવાની કામગીરી અને જવાબદારી નક્કી કરવાની પ્રક્રિયા સફળતાપૂર્વક અમલમાં મુકાય તો શહેરને વરસાદી પાણી ભરાવાની કાયમી સમસ્યામાંથી મોટી રાહત મળી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.