બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / અયોધ્યા: હવે VIP પાસ રજૂ નહીં કરી શકે, ચંપત રાય સહિત 3 મોટા ટ્રસ્ટીઓના ID બંધ

નેશનલ / અયોધ્યા: હવે VIP પાસ રજૂ નહીં કરી શકે, ચંપત રાય સહિત 3 મોટા ટ્રસ્ટીઓના ID બંધ

Jinal Chauhan

Last Updated: 04:54 PM, 9 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોધ્યાના રામ મંદિર ટ્રસ્ટ સાથે જોડાયેલા ત્રણ મોટા નામોને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવે ચંપત રાય, ગોપાલ રાવ અને અનિલ મિશ્રાની ID પરથી VIP અથવા સુગમ દર્શન પાસ જારી થઈ શકશે નહીં.

રામ મંદિર ટ્રસ્ટે દર્શન પાસ સિસ્ટમમાં મોટો ફેરફાર કર્યો છે. અત્યાર સુધી ટ્રસ્ટીઓની ભલામણના આધારે શ્રદ્ધાળુઓ માટે સુગમ દર્શન અને વિશિષ્ટ દર્શન પાસ બનાવવામાં આવતા હતા. પરંતુ હવે ત્રણ ટ્રસ્ટીઓની ID બંધ કરી દેવામાં આવી છે. આ નિર્ણય બાદ તેમની ભલામણના આધારે કોઈપણ પ્રકારનો VIP પાસ જારી થઈ શકશે નહીં. આ કાર્યવાહી પાસ જારી કરવાની પ્રક્રિયામાં થયેલી ગેરરીતિઓના આરોપો વચ્ચે કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેના કારણે અયોધ્યામાં આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

ત્રણ ટ્રસ્ટીઓની ID કેમ બંધ કરાઈ?

માહિતી મુજબ સુગમ દર્શન અને વિશિષ્ટ દર્શન પાસ માટે ટ્રસ્ટના સભ્યોને અલગ ID આપવામાં આવી હતી. આ IDના આધારે ભલામણ કરાયેલા શ્રદ્ધાળુઓને ખાસ પાસ આપવામાં આવતા હતા. તપાસ દરમિયાન કેટલાક લોકો દ્વારા આ વ્યવસ્થાનો દુરુપયોગ કરાયો હોવાના આરોપો સામે આવ્યા હતા. કહેવાય છે કે આ સિસ્ટમનો ઉપયોગ કરીને મોટી સંખ્યામાં પાસ જારી કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સૌથી વધુ પાસ જારી થયેલી ત્રણ ID બંધ કરવાનો નિર્ણય લેવાયો.

હવે VIP દર્શન માટે ભલામણ નહીં ચાલે

ID બંધ થયા બાદ ચંપત રાય, ગોપાલ રાવ અને અનિલ મિશ્રાની ભલામણના આધારે હવે કોઈપણ વ્યક્તિને સુગમ અથવા VIP દર્શન પાસ મળી શકશે નહીં. ટ્રસ્ટના નિર્ણય બાદ ગોપાલ રાવે જણાવ્યું કે તેઓ મંદિર સાથે જોડાયેલા રહેશે અને વ્યવસ્થામાં સહયોગ આપતા રહેશે. જોકે ટ્રસ્ટ તરફથી તેમને વિશેષ આમંત્રિત સભ્યોની યાદીમાંથી દૂર કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે.

vtv app promotion

આ પણ વાંચોઃ બદ્રીનાથ મંદિરમાં દાનચોરીનો મોટો ખુલાસો! CCTVમાં કેદ થયા કથિત કૃત્યો, કર્મચારી સસ્પેન્ડ

ચંપત રાયે આપ્યું હતું રાજીનામું

ચંપત રાય લાંબા સમયથી રામ મંદિર ટ્રસ્ટ સાથે જોડાયેલા હતા. થોડા સમય પહેલા તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. ટ્રસ્ટની બેઠકમાં તેમનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું અને તેમની જવાબદારી કૃષ્ણ મોહનને સોંપવામાં આવી.

ભવિષ્યમાં મોટા ખુલાસાના સંકેત

ચંપત રાયે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક પત્ર શેર કર્યો હતો. તેમાં તેમણે પ્રાથમિક તપાસ સંબંધિત કેટલીક બાબતો પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. સાથે જ તેમણે સંકેત આપ્યો હતો કે હાલ તેઓ વધુ કંઈ નહીં કહે પરંતુ ભવિષ્યમાં મૌન પણ નહીં રહે. જેના કારણે આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની ચર્ચા શરૂ થઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Champat Rai VIP Darshan Pass Ayodhya Ram Mandir
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ