બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરતના સમાચાર / પૂરગ્રસ્ત નવસારી પહોંચ્યા CM ભૂપેન્દ્ર પટેલ, CR પાટીલ, કલેક્ટર, સાંસદ, ધારાસભ્ય સાથે કરી હાઈલેવલ બેઠક
Last Updated: 05:19 PM, 9 July 2026
Navsari News: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે સુરત અને નવસારીમાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયુ છે. પુરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરીને લઇ સરકાર દ્વારા પણ બેઠક યોજવામાં આવી છે. CM ભૂપેન્દ્ર પટેલ નવસારી પહોચ્યા છે તેમણે સીઆર પાટીલ, કલેક્ટર, સાંસદ, ધારાસભ્ય સાથે કરી હાઈલેવલ બેઠક કરી હતી.
ADVERTISEMENT
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિને લઇ તારાજી સર્જાઇ છે. નવસારી કલેક્ટર કચેરી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી તેમજ નવસારીના સાંસદ સી. આર. પાટીલની સંયુક્ત અધ્યક્ષતામાં એક હાઈલેવલ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દક્ષિણ ગુજરાતના ઉચ્ચ વહીવટી અધિકારીઓ સહિત ધારાસભ્યો અને સાંસદો હાજર રહ્યા હતા, જ્યાં પૂરના કારણે સર્જાયેલી સ્થિતિ અંગે વહીવટી તંત્ર સાથે સમીક્ષા કરવામાં આવ્યું છે.
કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્યમંત્રીની સાથે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના આગમન સમયે પ્રોટોકોલ મુજબ નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરુવાણી, પ્રભારી સચિવ આદ્રા અગ્રવાલ અને જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ દ્વારા તેઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.આ હાઈલેવલ સમીક્ષા બેઠકમાં માત્ર નવસારી જ નહીં પરંતુ વલસાડ જિલ્લાના કલેક્ટર અને એસપી સહિત દક્ષિણ ગુજરાતના ઉચ્ચ વહીવટી અધિકારીઓ હાજર રહ્યા હતા. સાથે જ કેબિનેટ મંત્રી નરેશ પટેલ, વલસાડના સાંસદ ધવલ પટેલ, નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ અને જલાલપોરના ધારાસભ્ય આર. સી. પટેલ સહિત સ્થાનિક પદાધિકારીઓએ પણ હાજરી આપી હતી.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ ગુજરાત / સુરતમાં ખાડીના રિ-ડેવલપમેન્ટ માટે ₹500 કરોડના પેકેજનું એલાન
ADVERTISEMENT
બેઠકનો મુખ્ય એજન્ડા નવસારી અને આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરવાનો હતો. સ્થાનિક નેતાઓ દ્વારા પૂરના કારણે પ્રભાવિત થયેલા લોકો માટે વહેલી તકે સરકારી સહાય અને મોટા રાહત પેકેજની માંગ કરવામાં આવી છે, જેના પર મુખ્યમંત્રીએ સકારાત્મક પગલાં લેવાની ખાતરી આપી છે. નવસારી શહેર અને ગ્રામ્ય વિસ્તારના નીચાણવાળા ભાગોમાં પૂરના લીધે થયેલી ખાનાખરાબી બાદ હવે વહીવટી તંત્ર આગામી દિવસોમાં સર્વેની કામગીરી વધુ વેગવંતી બનાવશે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.