બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / ગોકુલધામ સોસાયટી તોડી પાડવામાં આવી? જાણો શું છે વાયરલ વીડિયો પાછળનું સત્ય

મનોરંજન / ગોકુલધામ સોસાયટી તોડી પાડવામાં આવી? જાણો શું છે વાયરલ વીડિયો પાછળનું સત્ય

Jinal Chauhan

Last Updated: 01:35 PM, 8 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા 17 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. શોના પાત્રોની સાથે ગોકુલધામ સોસાયટી પણ દર્શકો માટે ખાસ ઓળખ બની ગઈ છે.

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોએ ફેન્સને ચિંતામાં મૂકી દીધા હતા. વીડિયોમાં ગોકુલધામ સોસાયટીના સેટ પર તોડફોડ અને બાંધકામનું કામ જોવા મળતા અનેક સવાલો ઊભા થયા હતા. હવે શોના નિર્માતા અસિત મોદીએ સમગ્ર મામલે સ્પષ્ટતા કરી છે.

વાયરલ વીડિયોથી ફેન્સ આવી ગયા ટેન્શનમાં

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ગોકુલધામ સોસાયટીનો જાણીતો સેટ દેખાઈ રહ્યો હતો. જોકે આ વખતે ત્યાં શૂટિંગ નહીં પરંતુ બાંધકામનું કામ ચાલી રહ્યું હતું. અનેક જગ્યાએ મજૂરો કામ કરતા જોવા મળ્યા હતા અને સેટના કેટલાક ભાગોને ઢાંકી દેવામાં આવ્યા હતા. વીડિયો સામે આવતા જ ફેન્સે સવાલો પૂછવાનું શરૂ કર્યું. ઘણા લોકો માની રહ્યા હતા કે કદાચ ગોકુલધામ સોસાયટીનો સેટ હંમેશા માટે દૂર કરવામાં આવી રહ્યો છે.

tarkmehtavtv app promotion

આ પણ વાંચોઃ જંગલની વચ્ચે બેઠેલો દેખાયો સલમાન ખાન, ચાહકો બોલ્યા- "ભાઈજાન ઇઝ બેક!"

અસિત મોદીએ કરી સ્પષ્ટતા

ફેન્સની ચિંતા વધતા શોના પ્રોડ્યુસર અસિત મોદીએ પોતે આગળ આવીને હકીકત જણાવી હતી. તેમણે કહ્યું કે ગોકુલધામ સોસાયટીને તોડી પાડવામાં આવી રહી નથી પરંતુ તેનું રિનોવેશન કરવામાં આવી રહ્યું છે.તેમણે જણાવ્યું કે થોડા સમય બાદ દર્શકોને ગોકુલધામ સોસાયટી નવા અને આકર્ષક અંદાજમાં જોવા મળશે. સમગ્ર કામ દર્શકોને વધુ સારો અનુભવ આપવા માટે કરવામાં આવી રહ્યું છે.

નવા લુકમાં જોવા મળશે ગોકુલધામ

માહિતી મુજબ સેટના કેટલાક ભાગોને આધુનિક ડિઝાઇન આપવામાં આવશે. જોકે ગોકુલધામ સોસાયટીની મૂળ ઓળખ અને તેની ખાસિયત યથાવત રાખવામાં આવશે. નિર્માતાઓનું માનવું છે કે નવા લુક બાદ દર્શકોને વધુ ફ્રેશ અને આકર્ષક વિઝ્યુઅલ અનુભવ મળશે. અગાઉ પણ શોમાં ગોકુલધામ સોસાયટીના રિનોવેશનની કહાની બતાવવામાં આવી હતી.

17 વર્ષથી દર્શકોના દિલમાં છે ખાસ સ્થાન

વર્ષ 2008માં શરૂ થયેલો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ભારતીય ટેલિવિઝનના સૌથી લોકપ્રિય કોમેડી શોમાંનો એક છે. જેઠાલાલ, ભીડે, પોપટલાલ અને અન્ય પાત્રોની સાથે ગોકુલધામ સોસાયટી પણ દર્શકોના પરિવારનો ભાગ બની ગઈ છે. હવે ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે રિનોવેશન બાદ ગોકુલધામ સોસાયટીનો નવો અવતાર કેવો જોવા મળશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Taarak Mehta Ka Ooltah Chashmah Gokuldham Society TMKOC Set
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ