બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ભારે વરસાદ વચ્ચે ગૃહમંત્રીને વતન ગુજરાતની ચિંતા, CMને ફોન કરી આપી તમામ મદદની ખાતરી
Last Updated: 01:00 PM, 8 July 2026
Amit Shah On Gujarat Rain : ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં જનજીવન પ્રભાવિત બન્યું છે. રાજ્યમાં સર્જાયેલી આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોન પર વાતચીત કરી અને વરસાદ બાદની સ્થિતિની વિગતવાર માહિતી મેળવી હતી.
ADVERTISEMENT
વિગતો મુજબ ટેલિફોનિક ચર્ચા દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદથી સર્જાયેલી અસર, બચાવ અને રાહત કામગીરી તેમજ વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહેલા પગલાં અંગે સમીક્ષા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ રાજ્યમાં ચાલી રહેલી કામગીરી અને અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ વિશે કેન્દ્રીય ગૃહમંત્રીને માહિતગાર કર્યા હતા.
ભારે વરસાદ વચ્ચે ગૃહમંત્રીને વતન ગુજરાતની ચિંતા
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 8, 2026
ગુજરાતમાં વરસાદ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે CMને ફોન કરી
આપી તમામ મદદની ખાતરી, અમિત શાહે રાજ્યમાં ભારે વરસાદ બાદ
સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરી, કેન્દ્ર સરકાર તરફથી તમામ જરૂરી
સહાય અને સહયોગ આપવાની ખાતરી પણ આપી#Gujarat… pic.twitter.com/myZ7yfAjF6
ADVERTISEMENT
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની સાથે સંપૂર્ણપણે ઉભી હોવાનું જણાવી જરૂરી તમામ સહાય અને સહયોગ આપવાની ખાતરી આપી હતી. સાથે જ પરિસ્થિતિ પર સતત નજર રાખવા અને જરૂરિયાત મુજબ તાત્કાલિક પગલાં લેવા પર પણ ભાર મૂક્યો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.