બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / સંજુ સેમસનની વાપસી, તો આ ખેલાડી થઇ જશે OUT, કંઇક આવી હશે ચોથી T20ની પ્લેઈંગ 11
Last Updated: 09:57 PM, 8 July 2026
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી T20 મેચ બ્રિસ્ટલના મેદાન પર રમાવા જઈ રહ્યો છે. આ મુકાબલામાં ભારતીય ટીમ માટે કોઈ પણ ભોગે જીત મેળવવી અત્યંત જરૂરી છે, કારણ કે જો આ મેચમાં હાર મળશે તો સિરીઝ પણ હાથમાંથી સરકી જશે. અત્યારે સૌથી મોટો સવાલ એ છે કે આ મહત્વપૂર્ણ મેચમાં ટીમ ઇન્ડિયા કઈ પ્લેઇંગ ઇલેવન સાથે મેદાન પર ઉતરશે? વિવિધ અહેવાલોનું માનીએ તો ભારતીય ટીમમાં એક મોટો ફેરફાર જોવા મળી શકે છે. ટીમમાં અનુભવી વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસનની વાપસીના સમાચાર વહેતા થયા છે. જોકે આ બાબતની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી નથી થઈ, પરંતુ બેટ્સમેનોના સતત નબળા પ્રદર્શનના કારણે ટીમ ઇન્ડિયા મુશ્કેલીમાં હોઈ આ નિર્ણય લેવાઈ શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
સંજુ સેમસન છેલ્લી બે T20 મેચોમાં રમ્યો ન હતો અને તેના સ્થાને યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીને તક આપવામાં આવી હતી. પરંતુ હવે સમાચાર છે કે સેમસનની વાપસી થશે અને મિડલ ઓર્ડરમાંથી તિલક વર્મા પત્તું કપાઈ શકે છે. તિલક વર્માનો સ્ટ્રાઈક રેટ છેલ્લા કેટલાક સમયથી ભારે ચર્ચા અને ચિંતાનો વિષય બન્યો છે. ડાબોડી બેટ્સમેન તિલક વર્મા ચાલુ વર્ષ 2026 માં મિડલ ઓર્ડરમાં રન બનાવવા માટે ઘણો સંઘર્ષ કરતો જોવા મળ્યો છે. ખાસ કરીને સ્પિનર્સ સામે તેની સ્થિતિ અત્યંત દયનીય રહી છે. આ ખેલાડી વર્ષ 2026 માં સ્પિનરો સામે 98 બોલ રમીને માત્ર 90 રન જ બનાવી શક્યો છે. તેનો અર્થ એ કે સ્પિનર્સ સામે તિલક વર્માનો સ્ટ્રાઈક રેટ 100 થી પણ ઓછો રહ્યો છે. આ દરમિયાન તેની સરેરાશ માત્ર 22.5 ની રહી છે અને તે 4 વાર સ્પિન બોલરોનો શિકાર બન્યો છે.

ADVERTISEMENT
ભારતીય ટીમે ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાયેલી ત્રીજી T20 મેચમાં અત્યંત શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા 201 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જેના જવાબમાં રન ચેઝ કરવા ઉતરેલી ભારતીય ટીમ માત્ર 76 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઇન્ડિયા તરફથી સૌથી વધુ રન વૈભવ સૂર્યવંશી (13 રન) અને ઇશાન કિશન (13 રન) એ બનાવ્યા હતા. જ્યારે અભિષેક શર્મા અને અક્ષર પટેલ 10-10 રન જ બનાવી શક્યા હતા. આ સિવાય ટીમનો કોઈ પણ બેટ્સમેન બે આંકડાનો સ્કોર (Double Digits) પણ સ્પર્શી શક્યો ન હતો અને આખી ટીમ માત્ર 70 બોલમાં જ સમેટાઈ ગઈ હતી. હાલમાં ટીમ ઇન્ડિયા આ સિરીઝમાં 0-2 થી પાછળ છે. તેથી જ બ્રિસ્ટલ ટેસ્ટ સમાન આ T20 મેચમાં જીત મેળવવી અનિવાર્ય છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ત્રીજી T20માં શું બદલાશે ભારતની પ્લેઇંગ-11? બિશ્નોઈ બહાર, પ્રિન્સ યાદવને મળી શકે ડેબ્યૂ ચાન્સ
ADVERTISEMENT
અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, ઇશાન કિશન, શ્રેયસ અય્યર, સંજુ સેમસન, અક્ષર પટેલ, શિવમ દુબે, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી અને પ્રિન્સ યાદવ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.