ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / બોલો, વડોદરામાં ચોર બાળકોનો ગુલ્લક ચોરી ગયા! નમન રેસિડેન્સીમાં ફરી ચોરી
Last Updated: 10:22 PM, 8 July 2026
ADVERTISEMENT
વડોદરા શહેરના કપૂરાઈ વિસ્તારમાં તસ્કરોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. નમન રેસિડેન્સી એપાર્ટમેન્ટમાં સતત બીજા દિવસે પણ ચોરીની ઘટના સામે આવતાં સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો છે.
ADVERTISEMENT
ફરી એકવાર ફ્લેટ નંબર 101 અને 201ને નિશાન બનાવ્યા
માહિતી અનુસાર, તસ્કરોએ ફરી એકવાર ફ્લેટ નંબર 101 અને 201ને નિશાન બનાવ્યા હતા. ફ્લેટ નંબર 101માંથી બાળકનો ગુલક તેમજ સોનાની વીંટીની ચોરી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ફ્લેટ નંબર 201નો દરવાજો તોડી અંદર ઘુસી તસ્કરોએ સમગ્ર ઘર વેરવિખેર કરી નાખ્યું હતું.
ADVERTISEMENT

બે દિવસ સુધી એક જ એપાર્ટમેન્ટમાં ચોરીની ઘટના
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ફ્લેટ નંબર 201માંથી દાગીના અને રોકડ રૂ. 5 હજારની ચોરી થઈ હતી. સતત બે દિવસ સુધી એક જ એપાર્ટમેન્ટમાં ચોરીની ઘટનાઓ બનતા રહેવાસીઓમાં પોલીસની કામગીરી અંગે સવાલો ઊભા થયા છે.

ADVERTISEMENT
તસ્કરો બેખોફ બની વારંવાર ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો
સ્થાનિકોના જણાવ્યા મુજબ, વિસ્તારમાં પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ કરવામાં આવતું હોવા છતાં તસ્કરો બેખોફ બની વારંવાર ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને શોધવાના પ્રયાસો શરૂ કર્યા છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ સુરતમાં આકાશી આફતે લીધો 19 લોકોનો જીવ, 10થી વધુ પરિવાર પર તૂટ્યું આભ
આ ઘટનાએ કપૂરાઈ વિસ્તારની સુરક્ષા વ્યવસ્થા પર ફરી એકવાર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે. સ્થાનિકોએ પોલીસ પાસે રાત્રિ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવા તેમજ ચોરીની વધતી ઘટનાઓ પર અસરકારક નિયંત્રણ લાવવાની માંગ કરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.