ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / USમાં સ્ટોર ચલાવતા ગુજરાતીની ICE દ્વારા ધરપકડ, જાણો સમગ્ર મામલો

NRI / USમાં સ્ટોર ચલાવતા ગુજરાતીની ICE દ્વારા ધરપકડ, જાણો સમગ્ર મામલો

Published By: Nidhi Panchal

Last Updated: 09:42 AM, 6 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના મેઈન સ્ટેટમાં સ્ટોર ચલાવતા ગુજરાતી યુવક ધવલ કાળીદાસ પટેલની ICE દ્વારા ધરપકડ કરવામાં આવતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. ધરપકડ બાદ તેમના વકીલ દ્વારા ફેડરલ કોર્ટમાં અરજી કરવામાં આવી છે, જ્યારે ICEએ વર્ષ 2011ના રિમૂવલ ઓર્ડરનો પણ ઉલ્લેખ કર્યો છે

ADVERTISEMENT

અમેરિકાના મેઈન સ્ટેટમાં સ્ટોર ચલાવતા ગુજરાતી યુવક ધવલ કાળીદાસ પટેલની અમેરિકાની ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર શનિવારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. ધવલ પટેલ મેઈન સ્ટેટના ફ્રેન્ડશિપ ટાઉનમાં હાર્બર રોડ પર આવેલા વોલેસ માર્કેટ નામના સ્ટોરનું સંચાલન પોતાની પત્ની સાથે કરતા હતા. તેમના પત્નીના જણાવ્યા અનુસાર ICEના એજન્ટ્સ સ્ટોર પર પહોંચ્યા હતા અને કેશ રજિસ્ટર પાસે જ ધવલ પટેલને હાથકડી પહેરાવી તેમની ધરપકડ કરી હતી. પરિવારનો દાવો છે કે ધરપકડ સમયે એજન્ટ્સે તેમને કેમ કસ્ટડીમાં લેવામાં આવી રહ્યા છે તેની કોઈ સ્પષ્ટ માહિતી આપી નહોતી.

NRI

કોર્ટમાં હેબિયસ કોર્પસ મોશન દાખલ કરવામાં આવ્યું

ધવલ પટેલની ધરપકડ બાદ ગ્રેટર બોસ્ટન લીગલ સર્વિસિસના એટર્ની ઓડ્રી રિચાર્ડ્સન દ્વારા ફેડરલ કોર્ટમાં હેબિયસ કોર્પસ મોશન દાખલ કરવામાં આવ્યું છે. આ અરજીનો અર્થ એ થાય છે કે ICEએ ધવલ પટેલને કોર્ટ સમક્ષ રજૂ કરવા પડશે અને તેમની કસ્ટડી અંગે કાનૂની રીતે જવાબ આપવો પડશે. બીજી તરફ મેસાચ્યુસેટ્સના ફેડરલ જજ ઈન્દિરા તલવાણીએ ધરપકડના થોડા જ કલાકોમાં ઇમરજન્સી ઓર્ડર જાહેર કરીને ICEને ધવલ પટેલને અન્ય કોઈ રાજ્યની જેલમાં ટ્રાન્સફર ન કરવા નિર્દેશ આપ્યો છે. હાલમાં તેમને મેસાચ્યુસેટ્સની પ્લાયમાઉથ જેલમાં રાખવામાં આવ્યા છે.

વકીલનો દાવો છે કે ગેરકાયદેસર રીતે તેમને કસ્ટડીમાં રાખવામાં આવ્યા

ધવલ પટેલના વકીલે કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં દાવો કર્યો છે કે તેમને ગેરકાયદેસર રીતે કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. જોકે, હજુ સુધી આ કેસની સુનાવણી માટે કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી. ફેડરલ સરકારને 6 જુલાઈ સુધી પોતાનો જવાબ કોર્ટમાં રજૂ કરવાનો રહેશે. ફરિયાદ પક્ષના વકીલે નિવેદનમાં જણાવ્યું છે કે પરિવારનું ભરણપોષણ કરવા મહેનત કરતા લોકોને ગેરકાયદેસર રીતે કસ્ટડીમાં રાખવામાં આવી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે ધવલ પટેલના સંતાનનો જન્મ અમેરિકામાં થયો છે અને પરિવાર લાંબા સમયથી ત્યાં રહે છે.

ધવલ પટેલ વર્ષ 2024થી આ સ્ટોર ચલાવી રહ્યા હતા

વકીલોના જણાવ્યા મુજબ ધવલ પટેલ વર્ષ 2024થી આ સ્ટોર ચલાવી રહ્યા હતા. તેમનો દાવો છે કે સ્ટોર પર પહોંચેલા એજન્ટ્સે શરૂઆતમાં પોતાની ઓળખ પણ આપી નહોતી. એટલું જ નહીં, ધવલ પટેલને ક્યાં લઈ જવામાં આવી રહ્યા છે તે અંગે પણ કોઈ માહિતી આપવામાં આવી નહોતી. જોકે, સ્કારબરો પહોંચ્યા બાદ તેમને એક ફોન કોલ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. બીજી તરફ નોક્સ કાઉન્ટીના શેરિફ પેટ્રિક પોલકીએ જણાવ્યું કે ફેડરલ એજન્સીઓ માટે દરેક કાર્યવાહી અંગે સ્થાનિક પોલીસને જાણ કરવી ફરજિયાત નથી, પરંતુ આ કેસમાં ICEએ અગાઉથી સ્થાનિક પોલીસને જાણ કરી હતી.

1 નવેમ્બર 2010ના રોજ ગેરકાયદેસર રીતે અમેરિકામાં કર્યો હતો પ્રવેશ

સોમવારે સાંજે ICE દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે ધવલ પટેલે 1 નવેમ્બર 2010ના રોજ ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કર્યો હતો. તે સમયે બોર્ડર પેટ્રોલ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી અને 18 માર્ચ 2011ના રોજ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. ICEના જણાવ્યા અનુસાર ત્યારબાદ તેમણે ઇમિગ્રેશન કોર્ટમાં અને ICE સમક્ષ હાજરી આપવાનું બંધ કરી દીધું હતું. જેના કારણે 8 ઓગસ્ટ 2011ના રોજ તેમની ગેરહાજરીમાં જ ઇમિગ્રેશન કોર્ટે તેમના નામે રિમૂવલ ઓર્ડર જાહેર કર્યો હતો. ICEએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી ધવલ પટેલને ડિપોર્ટ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ તેની કસ્ટડીમાં જ રહેશે.

આ પણ વાંચો : આગ લાગતા બાથરૂમમાં પુરાયા, ગૂંગળામણથી મોત, અમેરિકામાં નડિયાદના એક જ પરિવારના 3 લોકોએ ગુમાવ્યો જીવ

ધવલ પટેલે ભલે ફેડરલ કોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી દાખલ કરી હોય, છતાં હાલના સંજોગોમાં તેમને તાત્કાલિક રાહત મળવી સરળ નથી. ICEનો દાવો છે કે વર્ષ 2011માં રિમૂવલ ઓર્ડર જાહેર થયા બાદ પણ તેમણે અમેરિકા છોડ્યું નહોતું. આ કેસ સાથે અમેરિકામાં કાનૂની સ્ટેટસ વિના રહેતા હજારો ગુજરાતીઓનો મુદ્દો પણ ફરી ચર્ચામાં આવ્યો છે. ઘણા લોકો વર્ષો પહેલા જાહેર થયેલા રિમૂવલ ઓર્ડર છતાં અમેરિકામાં જ રહે છે અને તેમના સંતાનો અમેરિકન નાગરિક હોવા છતાં તેમના પોતાના માટે કાનૂની સ્ટેટસ મેળવવો મુશ્કેલ બની ગયો છે. હાલમાં આવા લોકો ICEની નજર હેઠળ હોવાનું માનવામાં આવે છે અને કોઈપણ સમયે તેમની ધરપકડ થઈ શકે છે. છેલ્લા કેટલાક સમયથી અમેરિકામાં ઇમિગ્રેશન કાયદાના અમલમાં કડકાઈ વધી છે. હવે માત્ર ICE જ નહીં પરંતુ સ્થાનિક પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા કાનૂની સ્ટેટસ વિના રહેતા લોકો પણ ICEને સોંપવામાં આવી રહ્યા છે, જેના કારણે ડિપોર્ટેશનની કાર્યવાહી સતત વધી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ICE Arrest Dhaval Patel USA Immigration

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ