બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / સિયા ગોયલ પહેલેથી જ પરિણીત હતી? કેતન અગ્રવાલ કેસમાં થઈ શકે છે મોટો ખુલાસો, પોલીસ કરી રહી છે ચેટ્સની તપાસ
Last Updated: 08:23 PM, 7 July 2026
પુણેના લોહાગઢ ફોર્ટ પરથી કેતન અગ્રવાલ હત્યા કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે પોલીસને શંકા છે કે મુખ્ય આરોપી સિયા ગોયલે કેતનની હત્યા પહેલાં જ તેના પ્રેમી ચેતન ચૌધરી સાથે ગુપ્ત રીતે લગ્ન કરી લીધાં હતાં. આશ્ચર્યની વાત એ છે કે બીજી તરફ તે કેતન સાથે નવેમ્બરમાં થનારા લગ્નની તૈયારીઓ પણ કરી રહી હતી અને બંને પરિવારોને તેની જાણ પણ નહોતી.
ADVERTISEMENT
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સિયાના વોટ્સએપ ચેટ, કોલ રેકોર્ડ, લોકેશન હિસ્ટ્રી અને મોબાઇલની સર્ચ હિસ્ટ્રીની તપાસ દરમિયાન આ શંકા મજબૂત બની છે. હવે તપાસ ટીમ બંનેના કથિત લગ્નનું સર્ટિફિકેટ શોધવાનો પ્રયાસ કરી રહી છે. સાથે જ સિયાના પ્રાઇવેટ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી ડિલીટ કરાયેલી તસવીરો પણ રિકવર કરવામાં આવી રહી છે. પોલીસને આશંકા છે કે આ તસવીરોમાં સિયા અને ચેતન લગ્નની વરમાળા પહેરેલા જોવા મળી શકે છે.
તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે સિયા અને ચેતનના કથિત લગ્નમાં સિયાના કોલેજના બે મિત્રો સાક્ષી તરીકે હાજર રહ્યા હોવાની શંકા છે. પોલીસ તપાસ કરી રહી છે કે શું બંને પરિવારોને જાણ કર્યા વગર આ લગ્ન કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
પોલીસના જણાવ્યા અનુસાર, સિયા બહારથી સામાન્ય રીતે કેતન અને તેના પરિવાર સાથે સંપર્કમાં રહેતી હતી. લગ્નની તૈયારીઓમાં ભાગ લેતી હતી, પરિવારના કાર્યક્રમોમાં હાજરી આપતી હતી અને સોશિયલ મીડિયા પર પણ કેતન સાથેની તસવીરો અને રીલ્સ શેર કરતી હતી. બંનેના લગ્ન નવેમ્બર મહિનામાં રાજસ્થાનમાં થવાના હતા અને પરિવાર દ્વારા મહેમાનો માટે મુસાફરીની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ હતી.
ADVERTISEMENT
તપાસ દરમિયાન પોલીસને સિયાનો મે મહિનાનો એક સ્નેપચેટ મેસેજ પણ મળ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, તેણે એક મિત્રને આધાર કાર્ડ મોકલવા કહ્યું હતું જેથી લગ્ન માટે ટિકિટ બુક કરી શકાય. જોકે, તે જ મેસેજમાં તેણે લખ્યું હતું કે, 'લગ્ન તો થવાના જ નથી, છતાં આધાર મોકલી દેજે.' પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ મિત્રને કાવતરાની અગાઉથી કોઈ જાણકારી હતી કે નહીં.
ADVERTISEMENT
તપાસમાં સિયાની એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પણ પોલીસના રડાર પર છે. 19 જૂનના રોજ, એટલે કે તેના જન્મદિવસે અને કેતનના મોતના બીજા જ દિવસે તેણે સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ શેર કરી હતી. પોસ્ટમાં તેણે લખ્યું હતું કે, 'તું મારા જન્મદિવસે જ મને છોડીને ચાલ્યો ગયો... આપણે લગ્નથી થોડા જ દિવસ દૂર હતા. મને હજુ સમજાતું નથી કે તું મને આમ કેમ છોડીને ગયો. મારા ઘણા સપના અને ઘણા સવાલોના જવાબ હવે ક્યારેય નહીં મળે. Rest in Peace.' સાથે તેણે હિન્દીમાં લખ્યું હતું, 'मेरे दिल को पता है कि तू यहीं है... वापस आ जा.' પોલીસનું માનવું છે કે તે સમયે આ પોસ્ટને કારણે સૌને લાગ્યું હતું કે કેતનનું મૃત્યુ માત્ર એક અકસ્માત છે અને કોઈને હત્યાની શંકા પણ ગઈ નહોતી.
ADVERTISEMENT
પોલીસ તપાસમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે સિયા અને ચેતને કેતનની હત્યા પહેલાં ખુલ્લી જગ્યાએ ઊભા રહીને કોઈને ખીણમાં કેવી રીતે ધક્કો મારવો તેની રિહર્સલ કરી હતી. તપાસ મુજબ, 14 જૂને પણ લોહાગઢ ફોર્ટ પર કેતનની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તે વખતે તે બચી ગયો હતો. ઘરે પરત ફર્યા બાદ તેણે પોતાના પિતાને પૂછ્યું હતું કે સિયાની પૃષ્ઠભૂમિની યોગ્ય તપાસ કરવામાં આવી છે કે નહીં. તેણે પરિવારને એવી પણ શંકા વ્યક્ત કરી હતી કે સિયાનું કોઈ બીજા યુવક સાથે અફેર છે અને તેણે ચેતન ચૌધરીનું નામ પણ લીધું હતું. પરિવારે તે સમયે તેને સમજાવ્યું હતું કે બંને પરિવારો વચ્ચે ઓળખાણ હોવાથી ચિંતા કરવાની જરૂર નથી.
ADVERTISEMENT
પોલીસે સિયા ગોયલ અને ચેતન ચૌધરીની હત્યાના આરોપસર ધરપકડ કરી છે. હવે તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે શું બંનેએ કેતનની હત્યા પહેલાં જ ગુપ્ત રીતે લગ્ન કરી લીધાં હતાં અને સગાઈ, લગ્નની તૈયારીઓ તથા કેતનના મોત બાદ જાહેરમાં વ્યક્ત કરાયેલો શોક માત્ર એક નાટક હતો. પોલીસ હવે ડિજિટલ પુરાવા અને અન્ય દસ્તાવેજોના આધારે સમગ્ર ઘટનાક્રમને જોડવાનો પ્રયાસ કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.