ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / ''હું લગ્ન પહેલા બાયસેક્સુઅલ હતી'', જાણીતા ટીવી એક્ટરની પત્નીએ ધડાકો કરતા ઈન્ડસ્ટ્રીમાં હડકંપ
Last Updated: 01:03 PM, 5 July 2026
ADVERTISEMENT
લોકઅપ 2ની બીજી સીઝન તેના સ્પર્ધકોના ચોંકાવનારા ખુલાસાઓને કારણે સતત ચર્ચામાં છે. પહેલા જ દિવસે અભિનેત્રી આકાંક્ષા ચમોલાએ ટીવી અભિનેતા ગૌરવ ખન્ના સાથે પોતાના છૂટાછેડાનો ખુલાસો કરીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. હવે ફરી એક વખત આકાંક્ષા પોતાના વધુ એક વ્યક્તિગત ખુલાસાને કારણે ચર્ચામાં આવી છે. આ વખતે તેમણે પોતાની જાતીયતા વિશે ખુલ્લેઆમ વાત કરી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
તાજેતરમાં શોમાં સ્પર્ધક શ્રેયા કાલરાએ અન્ય સ્પર્ધક સૂફી મોતીવાલા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે આકાંક્ષા ચમોલા બાયસેક્સ્યુઅલ છે. આ વાત બહાર આવતા દર્શકોમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ હતી. જોકે, નવા એપિસોડમાં જ્યારે આકાંક્ષાને ખબર પડી કે તેમની જાણ વગર આ વાત જાહેર થઈ ગઈ છે, ત્યારે તેઓ ખૂબ જ નિરાશ થયા હતા. અભિનેત્રીએ કહ્યું કે આ રહસ્ય તેમની મંજૂરી વગર બહાર આવવાને કારણે તેમની એક મહત્વની જીવનરેખા પણ બરબાદ થઈ ગઈ.
ADVERTISEMENT
ત્યારબાદ આકાંક્ષા ચમોલાએ પોતે જ પોતાના જીવન વિશે ખુલ્લેઆમ વાત કરવાનો નિર્ણય લીધો. તેમણે સ્વીકાર્યું કે તેઓ બાયસેક્સ્યુઅલ છે અને લગ્ન પહેલાં તેમની કેટલીક મહિલાઓ સાથે સંબંધો રહ્યા હતા. તેમણે કહ્યું, "લગ્ન પહેલાં હું બાયસેક્સ્યુઅલ હતી. મારા કેટલીક છોકરીઓ સાથે સંબંધો હતા. તેઓ બહુ ગાઢ નહોતા, પરંતુ મારા કેટલીક સાથે સંબંધો હતા."
ADVERTISEMENT
આકાંક્ષાએ આગળ જણાવ્યું કે તેમને છોકરીઓ ગમે છે અને તેઓ તેમના પ્રત્યે આકર્ષિત થાય છે. તેમના અનુસાર મહિલાઓ તેમની માટે એક સલામત જગ્યા જેવી છે. બાળપણથી જ તેમને લાગતું હતું કે દુનિયા ખૂબ જ પુરુષ-પ્રધાન છે. તેથી તેઓ હંમેશા પોતાની માતા અને બહેનો તરફ વધુ આકર્ષાતા હતા અને તેમની સાથે તેમને એક અલગ પ્રકારનો કમ્ફર્ટ અનુભવાતો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
તેમણે વધુમાં કહ્યું કે તેમને મહિલાઓની ઉર્જા ખૂબ પસંદ છે. તેઓ માને છે કે મહિલાઓ સાથેનો લાગણીસભર સંબંધ તેમને હંમેશા શાંતિ અને સુરક્ષાનો અનુભવ કરાવે છે. આકાંક્ષાએ જણાવ્યું કે સમાજમાં ઘણીવાર એવું કહેવામાં આવે છે કે બે છોકરીઓ સારી મિત્ર બની શકતી નથી અથવા તેમની વચ્ચે હંમેશા ઈર્ષ્યા અને સ્પર્ધા રહેતી હોય છે, પરંતુ તેમના જીવનમાં આવું ક્યારેય બન્યું નથી. અભિનેત્રીએ કહ્યું કે તેમના માટે દરેક છોકરી સુંદર છે અને તેઓ દરેક પ્રત્યે સન્માન અને પ્રેમની ભાવના રાખે છે. તેમણે ઉમેર્યું કે સમાજે તેમને જે ટેગ આપ્યો છે તે અલગ બાબત છે, પરંતુ તેમના માટે આ માત્ર એક શુદ્ધ પ્રેમ અને લાગણીનો વિષય છે.
આ ખુલાસા દરમિયાન આકાંક્ષા ખૂબ જ ભાવુક બની ગઈ હતી. તેમણે કહ્યું કે આ શોમાં આવીને તેઓ પોતાના જીવન વિશે સૌથી વધુ ખુલ્લા પડ્યા છે. હવે તેમને એવું પણ લાગી રહ્યું છે કે કદાચ આ શોમાં આવવાનો તેમનો નિર્ણય ખોટો હતો, કારણ કે તેમની ઘણી અંગત વાતો જાહેર થઈ ગઈ છે.
આટલું કહેતા કહેતા આકાંક્ષા રડી પડી હતી. તેમની ભાવુક સ્થિતિ જોઈને ફરાહ ખાને તેમને ગળે લગાવીને સાંત્વના આપી હતી અને હિંમત રાખવા કહ્યું હતું. આ ક્ષણ શોમાં હાજર તમામ સ્પર્ધકો અને દર્શકો માટે પણ ખૂબ જ ભાવુક બની હતી. લોકઅપ 2ના આ એપિસોડ બાદ આકાંક્ષા ચમોલાના આ ખુલાસાની સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચા થઈ રહી છે. તેમની જાતીયતા, લગ્ન પહેલાં મહિલાઓ સાથેના સંબંધો અને શોમાં થયેલા આ ભાવુક ખુલાસાએ દર્શકોનું ખાસ ધ્યાન ખેંચ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT