ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / વધુ એક અભિનેત્રીએ લગ્નના 5 વર્ષ બાદ લીધા છૂટાછેડા, તન્વી ઠક્કરે ઇન્સ્ટાગ્રામ પર ઇમોશનલ નોટ શેર કરી

મનોરંજન / વધુ એક અભિનેત્રીએ લગ્નના 5 વર્ષ બાદ લીધા છૂટાછેડા, તન્વી ઠક્કરે ઇન્સ્ટાગ્રામ પર ઇમોશનલ નોટ શેર કરી

Published By: Pravin Joshi

Last Updated: 12:19 AM, 5 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રખ્યાત ટીવી સિરિયલ 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' ની અભિનેત્રી તન્વી ઠક્કરે લગ્નના 5 વર્ષ બાદ પતિ આદિત્ય કપાડિયાથી અલગ થવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ઇન્સ્ટાગ્રામ પર એક ભાવુક પોસ્ટ શેર કરીને તેણે ચાહકોને આ આઘાતજનક સમાચાર આપ્યા છે.

ADVERTISEMENT

ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી અને 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' ફેમ તન્વી ઠક્કરે પોતાના અંગત જીવનને લઈને એક મોટો ખુલાસો કર્યો છે. તન્વીએ લગ્નના 5 વર્ષ બાદ પોતાના પતિ આદિત્ય કપાડિયાથી અલગ થવાની સત્તાવાર ઘોષણા કરી દીધી છે. છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા અને ટીવી જગતમાં આ બંનેના સંબંધોને લઈને અટકળોનો દોર ચાલી રહ્યો હતો, જેના પર હવે ખુદ અભિનેત્રીએ મહોર લગાવી દીધી છે. જો કે, અભિનેત્રીએ સ્પષ્ટ કર્યું છે કે આદિત્યથી અલગ થવામાં બંને વચ્ચે કોઈ કડવાશ નથી.

સોશિયલ મીડિયા પર શેર કરી ઇમોશનલ નોટ

તન્વી ઠક્કર અને આદિત્ય કપાડિયાએ પોતપોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સરખી જ ભાવુક નોટ શેર કરી છે. આ સંયુક્ત નિવેદનમાં લખવામાં આવ્યું છે કે, છેલ્લા કેટલાક મહિનાઓમાં, ઘણા લોકોએ અમારા અંગત જીવન વિશે ચિંતા વ્યક્ત કરી છે અને પ્રશ્નો પૂછ્યા છે. ઘણું વિચાર્યા પછી, આદિત્ય અને તન્વીએ અલગ-અલગ માર્ગે આગળ વધવાનો નિર્ણય લીધો છે. આ અમારા બંને માટે એક અત્યંત ભાવુક નિર્ણય રહ્યો છે, જે એકબીજા પ્રત્યે અને અમારા પરિવારો માટે ખૂબ જ સાવચેતી, આદર અને સમજદારીપૂર્વક લેવામાં આવ્યો છે.

LJUOINBNBNV

આ પોસ્ટમાં આગળ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, અહીં કોઈ નકારાત્મકતા કે કોઈ ડ્રામા નથી— બસ આ નિર્ણયમાં સામેલ તમામ લોકો માટે શાંતિ અને હીલિંગની આશા છે. આ સાથે જ બંનેએ મીડિયા, શુભેચ્છકો અને સહકર્મીઓને આ મુશ્કેલ સમયમાં તેમની પ્રાઈવસીનું સન્માન કરવાની વિનંતી કરી છે અને જણાવ્યું છે કે તેઓ આ વિષય પર કોઈ ફોન કોલ્સ કે સવાલોના જવાબ આપશે નહીં.

ક્યારે થયા હતા લગ્ન?

તન્વી અને આદિત્યના લગ્ન 16 February, 2021 ના રોજ એક સાદા અને નાના સમારોહમાં થયા હતા. અહેવાલો અનુસાર, લગ્ન બંધનમાં બંધાતા પહેલા બંને 7 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા હતા અને તેમણે મુંબઈની એક 5-સ્ટાર હોટેલમાં એક નાની પાર્ટી પણ રાખી હતી. આ દંપતીને એક પુત્ર પણ છે, જેનું નામ કૃષય કપાડિયા છે.

વધુ વાંચો: પંજાબ કોંગ્રેસમાં મોટી હલચલ, અમિત શાહને મળવા દિલ્હી પહોંચ્યા કોંગ્રેસી સાંસદ સુખજિંદર સિંહ રંધાવા

જ્યારે તન્વીએ પોતાને 'કંટ્રોલ ફ્રીક' ગણાવી હતી

લાંબા સમયના સંબંધો હોવા છતાં લગ્ન કરતા પહેલા આ કપલ આશરે 6 મહિના સુધી લિવ-ઈન રિલેશનશિપમાં સાથે રહ્યું હતું. તન્વીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેઓ લગ્ન કરવા કે નહીં તે અંગે મૂંઝવણમાં હતા, તેથી તેમણે 6 મહિના સાથે રહીને પછી નિર્ણય લેવાનું નક્કી કર્યું હતું. પોતાની જાતને 'કંટ્રોલ ફ્રીક' ગણાવતા તન્વીએ ભૂતકાળમાં આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે આદિત્ય તેની આવી આદત સાથે પણ તેની સાથે કેવી રીતે રહી શકતો હતો. જો કે, હવે પરસ્પર સહમતીથી આ જોડી હંમેશા માટે અલગ થઈ ગઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

AdityaKapadia GhumHaiKisikeyPyaarMeiin TanviThakkar

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ