બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / સરકારની મોટી એક્શન, Google અને Apple ને 7 એપ્સ હટાવવાની નોટિસ

કામની વાત / સરકારની મોટી એક્શન, Google અને Apple ને 7 એપ્સ હટાવવાની નોટિસ

Nirav Kumar

Last Updated: 10:32 AM, 4 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકાર ગૂગલ અને એપલના પ્લેટફોર્મ પરથી 7 એપ્સ હટાવવા જઈ રહી છે. જેના માટે તેને કંપનીઓને નોટિસ પણ આપી દીધી છે. આ એપ્સ ઇલેક્ટ્રિક વાહનોની બેટરી ખાલી કરી રહી હતી.

સરકારે ગૂગલ, એન્ડ્રોઇડ અને એપલને તેમના પ્લેટફોર્મ પરથી BAT BMS જેવી લગભગ 7 એપ્સ દૂર કરવા જણાવ્યું છે. જેમાં આરોપ છે કે આ એપ્સનો દુરુપયોગ ઇ-રિક્ષા અને બીજી ઇલેક્ટ્રિક વાહનોની બેટરી ખાલી કરવા માટે થઈ રહ્યો છે. જેમાં ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે આ નોટિસ ઈશ્યુ કરી છે. આ એપ્સમાં BAT-BMS, SMART BMS અને LOSSIGYનો સમાવેશ થાય છે. નોટિસમાં બીજી એપ્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

આ એપ્સ બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ (BMS) સાથે કનેક્ટેડ હોવાનું કહેવાય છે. BMSનું કાર્ય બેટરીની હેલ્થ, ચાર્જિંગ અને સેફટીને કંટ્રોલ કરવાનું છે. જેમાં એવો આરોપ છે કે અમુક લોકો આ એપ્સનો ખોટી રીતે ઉપયોગ કરીને તેમના ફોનમાંથી બેટરી ખાલી કરી રહ્યા હતા. તેનાથી ઇ-રિક્ષા અચાનક બંધ થઈ શકે છે જેનાથી ડ્રાઇવરો અને મુસાફરો માટે ખતરો ઉભો થઈ શકે છે.

  • પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી એપ્સ દૂર કરાશે

સરકારનું માનવું છે કે આવી એપ્સનો દુરુપયોગ જાહેર સેફટી માટે ખતરો છે. આથી ગૂગલ અને એપલને તેમના સંબંધિત સ્ટોર્સમાંથી આ એપ્સ હટાવવા કહેવામાં આવ્યું છે જેથી કોઈ પણ તેને સરળતાથી ડાઉનલોડ ન કરી શકે. પણ આ બાબતે ગૂગલ કે એપલ દ્વારા હજુ સુધી કોઈ ઓફિશિયલ નિવેદન આપ્યું નથી. જેમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે આ સાતેય એપ્સ ક્યારે દૂર કરવામાં આવશે.

vtv hiring 2

જો તમારી પાસે તેમાંથી કોઈ એપ તમારા ફોનમાં ઇન્સ્ટોલ કરેલી હોય કે તેનો ઉપયોગ કરતી હોય તો તેને તાત્કાલિક ડિલીટ કરો. બેટરી સંબંધિત કોઈપણ સમસ્યા માટે હંમેશા કંપનીના સર્વિસ સેન્ટર અથવા મિકેનિકની મદદ લો. અત્યારે આ સરકારી કાર્યવાહીને વાહન સલામતી અને બેટરીના દુરુપયોગને રોકવા માટે એક મહત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે.

  • કેવી રીતે મામલો આવ્યો સામે ?

છેલ્લા અમુક દિવસોથી કથિત ઇન્સ્ટાગ્રામ ઈનફ્લુએન્સર ઇ-રિક્ષા ડ્રાઇવરોને મજાક કરીને વ્યૂ મેળવવા માટે વીડિઓ પોસ્ટ કરી રહ્યા છે. જેમાં BAT BMS નામની એક એપ વારંવાર ટ્રાઇસાઇકલ કે ઇ-રિક્ષા બંધ કરી રહી હતી. જ્યારે વીડિઓઝ વાયરલ થયા ત્યારે જાણવા મળ્યું કે આ બ્લૂટૂથ કનેક્ટિવિટી ધરાવતી અસુરક્ષિત બેટરીને કારણે થયું છે. જેમાં અમુક એપ્સ ચાઈનાની હતી જે BMS (બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ) સાથે કનેક્ટ થતી હતી.

જેમાં ઇ-રિક્ષામાં પૂરી પાડવામાં આવતી લિથિયમ-આયન બેટરીમાં કનેક્ટિવિટી માટે બ્લૂટૂથ પણ હોય છે. ટેકનિશિયન બેટરી ચેક કરવા માટે BMS નો ઉપયોગ કરે છે. બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ બેટરીના હેલ્થ વિશે માહિતી પૂરી પાડે છે. તેને સીધા જ એપમાંથી બંધ કરવાનો ઓપ્શન પણ છે. જો કે આ બધી ઈ-રિક્ષાઓમાં ઉપલબ્ધ નથી. આ માત્ર બ્લૂટૂથ એનેબલ લોકો માટે જ લાગુ પડે છે.

વધુ વાંચો : E20 પેટ્રોલથી એન્જિનને નુકસાન નહીં થાય, પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવા બાબતે સરકારે કરી સ્પષ્ટતા, જાણો માઈલેજમાં થશે અસર?

રિક્ષા ચાલકોનો બેટરીના બિલ્ટ-ઇન બ્લૂટૂથ પર કંટ્રોલ હોતો નથી. આ માત્ર એક્સપર્ટ કે ટેકનિશિયન દ્વારા જ કરી શકાય છે. આથી એપ બંધ થયા બાદ આ ઈ-રિક્ષા ચાલકોની આજીવિકા પર અસર પડી છે. ઘણા વીડિઓમાં તેઓ તેમની રિક્ષા ચાલુ કરવા માટે રીક્વેસ્ટ કરતા જોવા મળે છે જેમાં ઘણીવાર ટેકનિશિયનોને તેના માટે પેમેન્ટ કરવાની જરૂર પડે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Remove Apps LOSSIGY Electric Vehicles
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ