બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / એન્ટરટેઇનિંગ સ્પાય થ્રિલર છે આલિયા - શરવરીની અલ્ફા, ઋતિકની પણ શાનદાર એન્ટ્રી

મુવી રીવ્યુ / એન્ટરટેઇનિંગ સ્પાય થ્રિલર છે આલિયા - શરવરીની અલ્ફા, ઋતિકની પણ શાનદાર એન્ટ્રી

Nirav Kumar

Last Updated: 08:18 PM, 3 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યશ રાજ ફિલ્મ્સની સ્પાય થ્રિલર અલ્ફા મુવી રીલીઝ થઇ ગઈ છે. આ મુવીની સ્ટોરી કેવી છે? સ્ક્રેનપ્લે અને મ્યુઝિક અને એક્ટરોએ કેવી કેવી એક્ટિંગ કરી છે તે આ રીવ્યુમાં જાણીએ.

યશ રાજ ફિલ્મ્સની વધુ એક સ્પાય મુવી આવી છે. જેમાં બે મહિલા જાસૂસો છે, જે પોતાના દુશ્મનોને પોતાના દમ પર સરપ્રાઈઝ કરી દે છે. "આલ્ફા" માત્ર સ્પાય ફિલ્મ નથી પરંતુ ઈમોશન, એક્શન અને ટ્વિસ્ટનું એક કોકટેલ છે જે દર્શકોને શરૂઆતથી અંત સુધી તેમની સીટ પર ચોંટાડી રાખે છે. જો તમને લાગતું હોય કે ટ્રેલર એક સીધીસાદી સ્ટોરી હશે તો ફિલ્મ તમને વારંવાર સરપ્રાઈઝ કરે છે.

  • સ્ટોરી

આ ફિલ્મ સીતા (આલિયા ભટ્ટ) ની આસપાસ ફરે છે, જે બાળપણથી જ એક ખાસ મિશન માટે તૈયાર થાય છે. તે દુનિયાથી અલગ પડે છે અને "આલ્ફા" સૈનિક બનવા માટે ટ્રેનીંગ લે છે . તેને ફતેહ સિંહ લખાવત (બોબી દેઓલ) દ્વારા ટ્રેનીંગ આપવામાં આવે છે જે પોતે ભારતીય સેનાનો હિસ્સો છે પરંતુ હવે 'ઓપરેશન ઓડિસી' દ્વારા ભારતને ખતમ કરવાનું કાવતરું ઘડી રહ્યો છે. આલ્ફા સોલ્જર્સ કોઈ સામાન્ય એજન્ટ નથી. તેમની પાસે અસાધારણ સાંભળવાની શક્તિ છે, તેઓ જોયા વગર દુશ્મનની હાજરી અનુભવી શકે છે અને મિનિટો સુધી શ્વાસ રોકીને મિશન પૂર્ણ કરવાની ક્ષમતા ધરાવે છે.

પરંતુ સ્ટોરી આટલા સુધી મર્યાદિત નથી. દુર્ગા (શર્વરી વાઘ) ના પ્રવેશ સાથે આ સ્ટોરી એક નવો વળાંક લે છે. આ બંને આલ્ફા છે પરંતુ તેમની દુનિયા અને ઉછેર સંપૂર્ણ રીતે અલગ છે. આ તફાવત ફિલ્મના સૌથી રસપ્રદ ભાગોમાંનો એક બની જાય છે. બાકીનું જાણવા માટે થિયેટરમાં જવું જોઈએ.

  • એક્ટરની એક્ટિંગ

આલિયા ભટ્ટે આ ફિલ્મ દ્વારા સાબિત કર્યું કે તે માત્ર રોમાંસ કે ઈમોશનલ સ્ટોરી જ નહીં, પરંતુ મોટા પાયે એક્શન જાસૂસી ફિલ્મોમાં પણ એક મજબૂત ફેસ બની શકે છે. રિલીઝ પહેલાં અનેક સવાલ ઉભા કરતી ભૂમિકા હોવા છતાં તે સૌથી વધુ અસર કરે છે. શરવરી વાઘ જ્યારે પણ સ્ક્રીન પર દેખાય છે ત્યારે ધ્યાન ખેંચે છે. તેની સ્ક્રીન પ્રેજંસ, એક્શન અને આત્મવિશ્વાસ તેને ફિલ્મનું સૌથી મોટું આશ્ચર્ય બનાવે છે. ક્યારેક તે આલિયા ભટ્ટની સમકક્ષ દેખાય છે.

બોબી દેઓલ ફરી એકવાર ખતરનાક ખલનાયક તરીકે શાનદાર સાબિત થયો છે. જોકે હરિયાણવી ભાષા પર તેની પકડ થોડી કમજોર લાગે છે અને તેમના ભૂતકાળ પર વધુ ઊંડાણપૂર્વક ફોકસ કરવાથી તેનો રોલ વધુ પ્રભાવશાળી બની શક્યો હોત.

  • સરપ્રાઈઝ ફેક્ટર: 'કબીર

આ ફિલ્મનું સૌથી મોટું આશ્ચર્ય ઋત્વિક રોશનનો કેમિયો છે. જેમ ટ્રેલરમાં તેની આંખોની ઝલક એકસાઈટમેન્ટ પેદા કરે છે આવી જ રીતે ફિલ્મમાં તેમની એન્ટ્રી પણ એકસાઈટમેન્ટ વધારે છે. પરંતુ કમનસીબે કબીરનો રોલ તે જતાની સાથે જ દેખાય છે. તેમનો સ્ક્રીન સમય ખૂબ જ લીમીટેડ છે જેના કારણે ફેંસને થોડો અધૂરો લાગે છે. તેમ છતાં તેમની હાજરી સ્પાય થ્રીલરમાં ઉત્સાહ વધારે છે.

  • સ્ક્રેનપ્લે અને મ્યુઝિક

ફિલ્મની સૌથી મોટી તાકાત તેની ફાસ્ટ સ્ક્રેનપ્લે છે. આ સ્ટોરી ભટકતી નથી અને સતત આગળ વધતી રહે છે. દર થોડી મિનિટે એક નવો વળાંક કે નવું મિશન દર્શકોને વ્યસ્ત રાખે છે. આ ફિલ્મમાં સોંગ ઓછા છે. બેકગ્રાઉન્ડમાં અંગ્રેજી-પંજાબી રેપ અને પાવરફુલ બેકગ્રાઉન્ડ સ્કોર એક્શન સિક્વન્સને વધુ શાનદાર બનાવે છે. સિનેમેટોગ્રાફી અને વિઝ્યુઅલ્સ મોટા પડદા પર એક અદભુત એક્સ્પીરીયન્સ આપે છે.

  • નેગેટિવ ફેક્ટર

ફિલ્મની સૌથી મોટી કમજોરી તેની કંઈક અંશે પ્રીડીકટેબલ સ્ક્રેનપ્લે છે. જેમાં અનેક ટ્વિસ્ટ પ્રીડીકટેબલ છે. આ સ્ટોરીમાં પાકિસ્તાન કનેક્શન અને તેના નેટવર્કને જે રીતે રજૂ કરવામાં આવ્યું છે તે પોતાને સંપૂર્ણ રીતે સ્થાપિત કરતું નથી. જેમાં અનેક પ્રશ્નોના જવાબ નથી મળતા. આ સિવાય બોબી દેઓલના પાત્રની મજબૂત બેકગ્રાઉન્ડ ફિલ્મની ઈમોશનલ અસરને વધારી શકી હોત. આલિયાએ તેના પાત્રમાં પોતાનો જીવ રેડયો છે પરંતુ જો ટ્રેનીંગ દરમિયાન તેના બોડી લુક પર વધુ ધ્યાન આપવામાં આવ્યું હોત તો તે વધુ અસર કરી શકત.

  • ડાયરેક્શન

"ધ રેલ્વે મેન" બાદ શિવ રાવૈલે આ સ્પાય પ્રોજેક્ટને આત્મવિશ્વાસ સાથે સંભાળ્યો છે. આટલા મોટા ફ્રેન્ચાઇઝ પ્રોજેક્ટનું સંચાલન કરવું સરળ નથી પરંતુ તેને એક્શન, ઈમોશન અને જાસૂસી રોમાંચને બેલેન્સ્ડ કરવા માટે શાનદાર પ્રયાસો કર્યા છે. યશ રાજની જાસૂસી ફિલ્મો માત્ર એક્શન દ્વારા જ નહીં પરંતુ મજબૂત ઈમોશનલ કનેક્શન દ્વારા પણ દર્શાવવામાં આવી છે. "આલ્ફા" પિતા-પુત્રીના સંબંધ દ્વારા હાર્ટ ટચ કરવાનો પ્રયાસ કરે છે અને તેમાં તે સફળ થતા દેખાય છે.

વધુ વાંચો : કેન્સરથી ઝઝૂમી રહી છે દિપીકા, મુસીબતમાં એકલો પડ્યો 2 વર્ષનો દીકરો

  • ફાયનલ વર્ડીકટ

જો તમને યશ રાજ મૂવીની સ્પાય થ્રીલર ગમે છે અને એક્શન,શાનદાર સીન, સ્પીડી સ્ટોરી અને ઈમોશનલ ટચવાળી ફિલ્મ ઇચ્છો છો તો "આલ્ફા"થી નિરાશ નહીં થાવ. આ સ્ટોરી ક્યારેક પ્રીડીકટેબલ થઈ શકે છે અને અમુક પ્લોટ પોઈન્ટ વધુ સારી રીતે લખી શકાયા હોત પરંતુ એકંદરે તે એક સારી જાસૂસી થ્રિલર છે જે આલિયા ભટ્ટ અને શરવરી વાઘની જોડીને કારણે અલગ દેખાય છે. આથી તમને આ મુવી ગમશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Spy Thriller Yash Raj Films Alpha
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ