બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / એક વર્ષમાં Goldએ આપ્યું 35% રિટર્ન, અત્યારે સોનામા કે શેર માર્કેટમાં કેમાં રોકાણ કરવાથી થશે ફાયદો?
6 ફોટો ગેલેરી
Last Updated: 07:23 PM, 22 August 2026
1/6
છેલ્લા એક વર્ષમાં સોનાએ રોકાણકારોને 35.3% નો જબરદસ્ત નફો આપ્યો છે. તેની સરખામણીમાં શેરબજારના નિફ્ટી 50 ટોટલ રિટર્ન ઇન્ડેક્સ (Nifty 50 TRI) એ 5.4% નું નેગેટિવ રિટર્ન આપ્યું છે. શેરબજારમાં ચાલી રહેલા દબાણ વચ્ચે સોનામાં આવેલી આ તેજીને કારણે રોકાણકારોના મનમાં એ સવાલ ઊભો થયો છે કે શું હવે શેરબજારના બદલે સોનામાં રોકાણ કરવું વધુ ફાયદાકારક રહેશે?
2/6
ફંડ્સઇન્ડિયા (FundsIndia) ના 'વેલ્થ કન્વર્સેસન્સ' રિપોર્ટ મુજબ, ટૂંકા સમયગાળા (Short Term) માં ઘણી વખત સોનાએ શેરબજાર કરતાં વધુ રિટર્ન આપ્યું છે. પરંતુ જ્યારે લાંબા સમયગાળા (Long Term) ના આંકડાઓ જોવામાં આવે છે, ત્યારે શેરબજારે જ રોકાણકારોને સોના કરતાં વધુ કમાણી કરાવી આપી છે. વર્ષ 2000 થી અત્યાર સુધીના આંકડા દર્શાવે છે કે વાર્ષિક ધોરણે રિટર્નની સરખામણી કરીએ તો સોનું ક્યારેક શેરબજાર કરતાં 79% વધુ રિટર્ન આપે છે તો ક્યારેક તેનું રિટર્ન શેરો કરતાં 65% સુધી ઓછું પણ રહે છે.
3/6
10 વર્ષની અવધિમાં સોનાનું વાર્ષિક સરેરાશ રિટર્ન Nifty 50 TRI ના રિટર્ન કરતાં આશરે 2% જેટલું ઓછું રહ્યું છે. 15 અને 20 વર્ષની લાંબી અવધિમાં પણ સોનાનું સરેરાશ વાર્ષિક રિટર્ન શેરોની સરખામણીએ લગભગ 2 સ ટકા જેટલું ઓછું જોવા મળ્યું છે. પહેલી નજરે 2 ટકાનો આ તફાવત નાનો લાગે છે, પરંતુ 10, 15 કે 20 વર્ષના ચક્રવૃદ્ધિ સમયગાળામાં આ 2 ટકાનો તફાવત ખૂબ મોટું ફંડ બનાવવામાં મોટો તફાવત ઊભો કરે છે.
4/6
5/6
સોનાનું પ્રાથમિક કામ પોર્ટફોલિયોને ડાઇવર્સિફાઇ (વિવિધતા) આપવાનું અને જોખમ ઘટાડવાનું છે. જ્યારે શેરબજારમાં કડાકો બોલે છે, ત્યારે સોનું પોર્ટફોલિયોને મોટા નુકસાનથી બચાવે છે, જેનું ઉત્તમ ઉદાહરણ છેલ્લું એક વર્ષ છે.માત્ર કઈ સંપત્તિ વધુ રિટર્ન આપશે તે વિચારીને રોકાણ કરવું યોગ્ય નથી. લાંબા ગાળે વધુ સંપત્તિ સર્જન માટે મોટાભાગનું રોકાણ શેરોમાં (Mutual Funds/Stocks) અને પોર્ટફોલિયોની સુરક્ષા માટે થોડું રોકાણ સોનામાં (Gold ETFs/Sovereign Gold Bond) હોવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ