બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / iPhoneની ચાહત ભારતીય પરિવારોને કરી રહી છે બરબાદ, 42% લોકોએ EMI પર ખરીદ્યો, લોનના ચક્કરમાં ફસાયા Gen-Z
Last Updated: 07:52 PM, 22 August 2026
હાથમાં Apple કંપનીનો લેટેસ્ટ iPhone લઈને ફરવાની ઘેલછા ભારતના યુવાનોને ભારે આર્થિક અને માનસિક બરબાદી તરફ ધકેલી રહી છે. ક્રેઝ એ હદે વધી ગયો છે કે ફોન મેળવવાની કે હપ્તા ભરવાની મજબૂરીમાં યુવાનો પોતાના જીવ આપવા કે પરિવારના સભ્યોની હત્યા કરવા સુધીના પગલાં ભરી રહ્યા છે. આ પરિસ્થિતિ પાછળનું સૌથી મોટું કારણ બેંકો અને NBFCs દ્વારા અપાતી અત્યંત સરળ EMI સુવિધાઓ છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
Rediff ના અહેવાલ મુજબ, January 2025 થી August 2025 વચ્ચે ભારતમાં દર ચારમાંથી એક iPhone ખરીદનારે NBFC લોન, ક્રેડિટ કાર્ડ EMI કે કેશબેક સ્કીમનો સહારો લીધો હતો. આ સમયગાળા દરમિયાન ટાયર-1 શહેરો (જેમ કે લખનઉ, ભોપાલ, જયપુર) માં સ્માર્ટફોન વેચાણમાં 35% નો ગ્રોથ નોંધાયો, જ્યારે ગુવાહાટી, જબલપુર, વારાણસી અને પાનીપત જેવા ટાયર-2 અને ટાયર-3 શહેરોમાં આ વેચાણ 5 ગણું વધી ગયું છે.

ADVERTISEMENT
CyberMedia Research ના Q2 2026 રિપોર્ટ મુજબ, દેશમાં સસ્તા સ્માર્ટફોનનું વેચાણ 88% ઘટ્યું છે, પરંતુ ₹50,000 થી ₹1,00,000 ની રેન્જના સુપર-પ્રીમિયમ ફોન્સના વેચાણમાં 72% નો મોટો ઉછાળો આવ્યો છે.
ADVERTISEMENT
Counterpoint Research ના જુલાઈ 2026 ના અહેવાલ અનુસાર, 2026 ના અંત સુધીમાં ભારતમાં વેચાતા કુલ સ્માર્ટફોન્સમાંથી 42% સ્માર્ટફોન EMI અને NBFC લોન પર વેચાશે, જે 2025 ની સરખામણીએ 7% વધુ છે. રિસર્ચ ડિરેક્ટર તરુણ પાઠકના જણાવ્યા મુજબ, NBFCs એવા ગ્રાહકોને પણ સરળતાથી લોન આપી રહી છે જેમણે ભૂતકાળમાં ક્યારેય ક્રેડિટનો ઉપયોગ નથી કર્યો.

ADVERTISEMENT
August 2026 (મહારાષ્ટ્ર): છત્રપતિ સંભાજીનગરમાં 18 વર્ષના યુવકે આઈફોનના હપ્તાના પૈસા મુદ્દે પહાડી પરથી કૂદીને આત્મહત્યા કરી. તેને બચાવવા જતાં પિતા અને તે દ્રશ્ય જોઈને માતાએ પણ ઝંપલાવતા આખો પરિવાર ખતમ થઈ ગયો.
ADVERTISEMENT
September 2024 (લખનઉ): ₹1.5 લાખનો આઈફોન 'કેશ ઓન ડિલિવરી' મંગાવીને પૈસા ન આપવા પડે તે માટે ગ્રાહકે ડિલિવરી એજન્ટની હત્યા કરી લાશ કેનાલમાં ફેંકી દીધી.
વર્ષ 2024 (નવી મુંબઈ): 18 વર્ષના યુવકે પિતા પાસે ₹1.5 લાખનો આઈફોન માગ્યો, ના પાડતાં તેણે ઘરમાં જ ફાંસો ખાઈ લીધો.
વર્ષ 2024 (દિલ્હી): 9મા ધોરણના વિદ્યાર્થીએ પોતાની ગર્લફ્રેન્ડને આઈફોન ગિફ્ટ કરવા માટે માતાના સોના-ચાંદીના દાગીના ચોરીને વેચી દીધા.
વર્ષ 2023 (ગાઝિયાબાદ): બહેનના લગ્ન માટે ઘરમાં રાખેલા ₹1 લાખ ચોરીને આઈફોન ખરીદનારા યુવકે ચોરી પકડાઈ જવાના ડરે રેલવે ટ્રેક પર જઈ આત્મહત્યા કરી લીધી.
આ પણ વાંચોઃ ગુજરાત RTPS એક્ટમાં સુધારો: સરકારી સેવાઓની સમયમર્યાદા ઘટશે, ફરિયાદ-અપીલ ઓનલાઈન
રૂ. 15,000 કમાતો યુવક જ્યારે રૂ. 3,000 ના નાના હપ્તે રૂ. 80,000 નો ફોન લાવે છે ત્યારે શરૂઆતમાં ખુશ થાય છે, પરંતુ હપ્તો બાઉન્સ થતાં પેનલ્ટી અને પરિવારના ડરથી યુવાનો ગુનાખોરી કે આત્મહત્યા જેવા આત્યંતિક પગલાં તરફ દોરાઈ રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.