ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ગુજરાત RTPS એક્ટમાં સુધારો: સરકારી સેવાઓની સમયમર્યાદા ઘટશે, ફરિયાદ-અપીલ ઓનલાઈન

ગાંધીનગર / ગુજરાત RTPS એક્ટમાં સુધારો: સરકારી સેવાઓની સમયમર્યાદા ઘટશે, ફરિયાદ-અપીલ ઓનલાઈન

Published By: Vishal Khamar

Last Updated: 03:24 PM, 22 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડિજિટલ ગવર્નન્સના વધતા વ્યાપ વચ્ચે ગુજરાત સરકાર ગુજરાત (રાઈટ ઓફ સિટીઝન્સ ટુ પબ્લિક સર્વિસીસ) એક્ટ, ૨૦૧૩માં સુધારો કરવાની તૈયારી કરી રહી છે.

ADVERTISEMENT

ડિજિટલ ગવર્નન્સના વધતા વ્યાપ વચ્ચે ગુજરાત સરકાર ગુજરાત (રાઈટ ઓફ સિટીઝન્સ ટુ પબ્લિક સર્વિસીસ) એક્ટ, ૨૦૧૩માં સુધારો કરવાની તૈયારી કરી રહી છે. પ્રસ્તાવિત સુધારો આગામી મહિને વિધાનસભાના સત્રમાં રજૂ થવાની રાક્યતા છે. તેનો મુખ્ય હેતુ વિવિધ સરકારી સેવાઓ માટે હાલની નિર્ધારિત સમયમર્યાદા ઘટાડીને નાગરિકોને સેવાઓ વધુ ઝડપથી ઉપલબ્ધ કરાવવાનો છે.

હાલમાં રેશનકાર્ડ સહિતની કેટલીક સેવાઓ માટે મેન્યુઅલ પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. નવું રેશનકાર્ડ ૧૫ દિવસમાં અને ડુપ્લિકેટ રેશનકાર્ડ સાત દિવસમાં આપવાની જોગવાઈ છે. બિનખેતી (એનએ) પરમિશન માટે રહેણાક હેતુએ ૩૦થી ૩૫ દિવસ, જયારે કોમર્શિયલ તથા અન્ય હેતુ માટે ૪૫ દિવસની સમયમર્યાદા છે. ડિજિટલ પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને આ સમયમર્યાદા ઘટાડવામાં આવશે.

ફરિયાદ-અપીલ પણ ઓનલાઈન

પ્રસ્તાવિત સુધારા હેઠળ કાગળ આધારિત ફરિયાદ અને અપીલની વ્યવસ્થા દૂર કરીને તેને ઈલેક્ટ્રોનિક બનાવવાની પણ જોગવાઈ છે. નાગરિકો ઓનલાઈન ફરિયાદ નોંધાવી અને અપીલ કરી શકશે, જેથી પ્રક્રિયા વધુ સરળ બનશે અને કાગળકામ ઘટશે. વિવિધ સેવાઓ માટેની નવી સમયમર્યાદા નિયમો દ્વારા જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં તહેવારો પહેલાં ભેળસેળનો પર્દાફાશ, પાંચ મહિનામાં 8.5 ટન ભેળસેળયુક્ત ઘી સહિત 23 ટન નકલી

રાઇટ ટુ પબ્લિક સર્વિસીસ એક્ટને એપ્રિલ-૨૦૧૩માં રાજ્યપાલની મંજૂરી મળી હતી અને તેના નિયમો ૨૦૧૪માં જાહેર થયા હતા. કાયદા હેઠળ નાગરિકોને સૂચિત સરકારી સેવાઓ નિર્ધારિત સમયમર્યાદામાં મેળવવાનો કાનૂની અધિકાર છે. સેવા આપવામાં વિલંબ થાય અથવા સેવા નકારવામાં આવે તો ફરિયાદ અને અપીલની જોગવાઈ પણ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Government Services Gujarat RTPS Act Amendment Right to Public Services Gujarat

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ