બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / શક્તિસિંહ ગોહિલે દર્દીઓની લીધી મુલાકાત, ભાવનગર દારૂકાંડ પર કર્યા આકરા પ્રહાર, કહ્યું- ‘નાના જીવડાં પકડાય છે, મોટા મગર કેમ નહીં?’
Last Updated: 06:05 PM, 22 August 2026
ભાવનગરમાં સર્જાયેલા નકલી દારૂકાંડ બાદ રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે ભાવનગરની મુલાકાત લઈ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ અને તેમના પરિવારજનોની મુલાકાત લીધી હતી. તેમણે દર્દીઓના ખબર અંતર પૂછ્યા અને પરિવારજનો સાથે સમગ્ર ઘટનાને લઈને વાતચીત કરી હતી.
ADVERTISEMENT
રાજ્ય સરકાર અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા
મુલાકાત બાદ શક્તિસિંહ ગોહિલે દારૂકાંડને લઈને રાજ્ય સરકાર અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, “રાજકારણ હું નથી કરતો, પરંતુ દુઃખ સાથે બહુ આક્રોશ થાય છે.”
ADVERTISEMENT
સરકાર સામે સવાલો ઉઠાવ્યા
ADVERTISEMENT
શક્તિસિંહ ગોહિલે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂની ઉપલબ્ધતાને લઈને સરકાર સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે ગિફ્ટ સિટીમાં પૈસાદાર લોકો અને બહારથી આવેલા લોકો માટે દારૂની છૂટ આપવામાં આવે છે, જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં દારૂબંધીના કાયદાનો અમલ કરવામાં આવે છે. તેમણે 2022ના લઠ્ઠાકાંડનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, દેશી દારૂમાં લઠ્ઠો ભેળવવામાં આવતા અનેક લોકોનાં મોત થયા હતા અને તે સમયે તેમણે સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો.

ADVERTISEMENT
શક્તિસિંહે ગોહિલે શું કહ્યું
દારૂકાંડની તપાસ અંગે સરકાર પર નિશાન સાધતા શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, ઘટનાના બાદ “નાના નાના જીવડાને પકડવામાં આવે છે, મોટા મગરને પકડવામાં આવતા નથી.” તેમણે દાવો કર્યો કે તપાસ સાથે સંકળાયેલા એક અધિકારીએ તેમને પણ કેટલીક મહત્વની વિગતો જણાવી હતી.
ADVERTISEMENT
શક્તિસિંહ ગોહિલે ગંભીર આક્ષેપો કર્યા
કેમિકલના સ્ત્રોત અંગે પણ શક્તિસિંહ ગોહિલે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમના જણાવ્યા મુજબ, અમદાવાદની એક ફેક્ટરીમાંથી કેમિકલ આવ્યું હોવાની માહિતી સામે આવી છે અને તેમણે આ મામલે ભાજપના મોટા નેતાઓ સાથે સંડોવણી હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે, આવા આક્ષેપોની સત્તાવાર તપાસ અને પુષ્ટિ થવી જરૂરી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ અમદાવાદમાં ડુપ્લિકેટ દવાના વેચાણનો પર્દાફાશ! 30 સ્થળે દરોડા, ₹1.70 લાખનો મુદ્દામાલ જપ્ત
સમગ્ર દારૂકાંડની નિષ્પક્ષ તપાસની માંગ કરી
શક્તિસિંહ ગોહિલે સમગ્ર દારૂકાંડની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. તેમણે ન્યાયિક દેખરેખ હેઠળ તપાસ કરવામાં આવે અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે આ મુદ્દાને માત્ર રાજકીય દૃષ્ટિકોણથી નહીં પરંતુ માનવીય દુઃખ અને જવાબદારીના પ્રશ્ન તરીકે જોવો જોઈએ. હવે દારૂકાંડની તપાસમાં કયા લોકોની જવાબદારી નક્કી થાય છે અને સરકાર આક્ષેપો અંગે શું પગલાં લે છે તેના પર સૌની નજર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.