બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / સૂર્ય-બુધની યુતિથી બુધાદિત્ય યોગ! આ 4 રાશિઓનો શરૂ થયો સુવર્ણ સમય

photo-story

7 ફોટો ગેલેરી

ધર્મ / સૂર્ય-બુધની યુતિથી બુધાદિત્ય યોગ! આ 4 રાશિઓનો શરૂ થયો સુવર્ણ સમય

Last Updated: 04:13 PM, 22 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

22 ઓગસ્ટથી સિંહ રાશિમાં સૂર્ય-બુધની યુતિથી બુધાદિત્ય યોગ બનશે, જે વૃષભ, મિથુન, સિંહ અને તુલા રાશિ માટે ધનલાભ તથા કારકિર્દીમાં પ્રગતિ લાવી શકે છે.ચાલી તેના વિષે જાણીએ.

1/7

photoStories-logo

1. બુધાદિત્ય યોગ

જ્યોતિષીય માન્યતાઓ મુજબ ઓગસ્ટના છેલ્લા દિવસોમાં સૂર્ય અને બુધની યુતિ સિંહ રાશિમાં બનવા જઈ રહી છે. 22 ઓગસ્ટ 2026ના રોજ બુધ સિંહ રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં સૂર્ય પહેલેથી જ વિદ્યમાન છે. આ બંને ગ્રહોની યુતિથી બુધાદિત્ય રાજયોગની રચના થશે. જ્યારે સૂર્ય અને બુધ એક જ રાશિમાં એકસાથે સ્થિત થાય છે ત્યારે તેને બુધાદિત્ય યોગ કહેવામાં આવે છે. બુધાદિત્ય યોગનો પ્રભાવ તમામ 12 રાશિઓ પર પડશે, પરંતુ અમુક રાશિઓને તેના ખાસ શુભ પરિણામો મળી શકે છે. ચાલો જાણીએ કે કઈ ચાર રાશિઓ માટે આ સમય ખાસ લાભદાયક રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. વૃષભ

તમારા માટે આ યોગ આર્થિક બાબતોમાં સકારાત્મક પરિણામ આપી શકે છે. આવકના નવા સ્ત્રોતો બનવાની અને અણધાર્યા ધનલાભની શક્યતા છે. વ્યાપાર કરનારાઓને નવી ડીલ કે કોઈ મહત્વના સોદાથી ફાયદો મળી શકે છે. જૂના રોકાણમાંથી પણ સારું વળતર મળવાની આશા છે. વર્ક પ્લેસમાં તમારી નેતૃત્વ ક્ષમતાની પ્રશંસા થશે અને સામાજિક પ્રતિષ્ઠા વધી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. મિથુન

તમારા માટે આ યોગ કરિયરમાં પ્રગતિના અવસરો લાવી શકે છે. નોકરી કરતા લોકોની આવક વધી શકે છે અને પ્રમોશનના યોગ બની શકે છે. નોકરીની શોધ કરનારાઓને વધુ સારા અવસરો મળવાની શક્યતા છે. વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારાઓ માટે પણ આ સમય અનુકૂળ રહી શકે છે. આત્મવિશ્વાસ વધશે અને મહેનતનું સારું ફળ મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. સિંહ

સૂર્યની પોતાની રાશિ સિંહમાં બુધાદિત્ય યોગ બનવું તમારા માટે ખાસ માનવામાં આવી રહ્યું છે. નોકરી અને વ્યાપારમાં આગળ વધવાના નવા માર્ગો ખુલી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારી વાતને મહત્વ મળશે અને નવી જવાબદારી સોંપાઈ શકે છે. જેમાં અણધાર્યા ધનલાભના યોગ બની શકે છે. બિઝનેસના સંબંધમાં પ્રવાસ પણ લાભદાયક રહી શકે છે. વ્યક્તિગત જીવનમાં પણ સકારાત્મક પરિવર્તન જોવા મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. તુલા

તમારા માટે સૂર્ય-બુધની યુતિ આવક અને કરિયર સંબંધિત બાબતોમાં લાભ આપી શકે છે. તમારી વાણી અને સંવાદ ક્ષમતા પ્રભાવશાળી રહેશે, જેથી કામ સરળતાથી પૂરાં થઈ શકે છે. લાંબા સમયથી અટવાએલા કાર્યોમાં ગતિ આવશે. કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે સંપર્ક બની શકે છે, જેનો ફાયદો ભવિષ્યમાં કરિયરમાં મળી શકે છે. નોકરી કરતા લોકોને સીનીયર અધિકારીઓનો સહકાર મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ઉપાયો

રવિવારે સવારે સૂર્યદેવને જળ અર્પણ કરીને ॐ सूर्याय नमः' મંત્રનો જાપ કરી શકાય છે. બુધવારે ભગવાન ગણેશની પૂજા કરીને દૂર્વા અર્પણ કરવી અને જરૂરિયાતમંદોને લીલા મગનું દાન કરવું પણ ધાર્મિક રીતે શુભ ગણાય છે. જોકે આ યોગનું ફળ દરેક વ્યક્તિની જન્મકુંડળી મુજબ અલગ હોઈ શકે છે. આથી મોટા રોકાણ, નોકરી કે વ્યાપાર સંબંધિત નિર્ણય માત્ર જ્યોતિષીય આગાહીના આધારે ન લેવા જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Budhaditya Yoga Mercury Taurus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ