બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ગુજરાતના ખેડૂતોને મોટી રાહત, હવે સરળતાથી મળી રહેશે ખાતર, જાણો સરકારે શું નિર્ણય લીધો

ગુડ ન્યૂઝ / ગુજરાતના ખેડૂતોને મોટી રાહત, હવે સરળતાથી મળી રહેશે ખાતર, જાણો સરકારે શું નિર્ણય લીધો

Published By: Hiralal Parmar
Reported By: Mogji Chaudhry

Last Updated: 04:44 PM, 22 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના ખેડૂતોને એક મોટી રાહત થઈ છે. સરકારે ખાતરને લઈને એક મહત્વનો નિર્ણય લીધો છે.

ખેડૂતો માટે ખાતરની ખરીદી હવે વધુ સરળ અને પારદર્શક બનવા જઈ રહી છે.ખાતરની ખરીદીમાં સરળતા રહે અને ખેડૂતોને જરૂરી ખાતર સરળતાથી મળી રહે તે માટે સરકાર દ્વારા ફ્રેમવર્ક ફોર ફર્ટિલાઇઝર સેલ એટલે કે FFS એપ્લિકેશન શરૂ કરવામાં આવી રહી છે.આ એપ્લિકેશનના માધ્યમથી ખેડૂત પોતાના મોબાઈલમાં જ ખાતરની ખરીદી માટે અરજી કરી શકશે.

ખેડૂતો મોબાઈલમાં જ ખાતરની અરજી કરી શકશે

ગુજરાતમા ખેડૂતોને સીઝન દરમ્યાન પૂરતું ખાતર મળતું નથી અને જો ખાતર લેવું હોય તો વહેલી સવાર થી લાઈન ઉભા રહેવું પડતું હોય છે અને ખાતરને લઇ વારંવાર સરકાર સામે વિરોધ નોંધાવામાં આવે છે ત્યારે હવે સરકાર ફ્રેમવર્ક ફોર ફર્ટિલાઇઝર સેલ એટલે કે FFS એપ્લિકેશન શરૂ કરવામાં આવી રહી છે.આ એપ્લિકેશનના માધ્યમથી ખેડૂત પોતાના મોબાઈલમાં જ ખાતરની ખરીદી માટે અરજી કરી શકશે. ખેડૂત ફાર્મર આઈ.ડી. અથવા આધાર કાર્ડની મદદથી OTP દ્વારા એપમાં લોગિન કરી શકશે. ત્યારબાદ ખેડૂતને પોતાના ખેતરની જમીનની વિગતો ઉમેરવાની રહેશે.સાથે જ પોતાના પાકની પસંદગી કરી અને જરૂરી ખાતર પસંદ કરવાનું રહેશે. એપમાં નજીકના ખાતર રિટેલરની પસંદગી કર્યા બાદ ખાતર લેવા જનાર વ્યક્તિની વિગતો પણ ઉમેરવાની રહેશે.અરજી સબમિટ કર્યા બાદ ખેડૂતને QR કોડ અથવા ટોકન નંબર મળશે.આ QR કોડ અથવા ટોકન નંબર રિટેલર પાસે બતાવીને ખેડૂત ખાતર મેળવી શકશે.

ખેડૂતોનું શું કહેવું છે?

સરકાર ની ખાતર માટેની આ એપ્લિકેશનને લઇ ખેડૂતોનું કહેવું છે કે મોટા પ્રમાણમાં ખાતર સરકારમાંથી તો આવે છે, પરંતુ અહીંથી ગેરકાયદેસર રીતે ખેડૂતોને ઓછું મળે છે અને મોટા વેપારીઓ અને કંપનીઓ મા બે નંબરમાં જતું રહે છે. એટલે સરકાર હવે નવી એપ શરૂ કરવા જઈ રહી છે. એના અંદર જો મોબાઈલથી ખેડૂત પોતાના ખેતરમાં, ઘરે બેઠા પણ એ એપમાં ડાઉનલોડ કરશે કે મારે આ ખાતર આટલા થેલી જોઈએ છે, તો એ ખાતર એમને 24 કલાકમા નજીક જે સેન્ટર હોય એ સેન્ટર ઉપર એની મોબાઈલથી જ નોંધણી થશે અને ખેડૂતોને તાત્કાલિક ખાતર છે એ મળી જશે.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Breaking News Latest Gujarat News Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ