ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં દશામાંની વિસર્જન યાત્રામાં બબાલ! છેડતી કરતા યુવકના વાળ પકડી કિન્નરે ઝીંક્યા લાફા, Video વાયરલ

ગુજરાત / સુરતમાં દશામાંની વિસર્જન યાત્રામાં બબાલ! છેડતી કરતા યુવકના વાળ પકડી કિન્નરે ઝીંક્યા લાફા, Video વાયરલ

Published By: Nidhi Panchal
Reported By: Dhruv Sompura

Last Updated: 01:47 PM, 22 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કહેવાય છે કે, ‘જ્યાં ઉત્સવ હોય ત્યાં ઉમંગ હોય, પરંતુ એક નાની ભૂલ આખા માહોલને બગાડી શકે છે.’ સુરતના ઉધના દરવાજા વિસ્તારમાં દશામાના વ્રતના સમાપન અને પ્રતિમા વિસર્જન દરમિયાન કંઈક આવું જ બન્યું હતું.

ADVERTISEMENT

સુરત શહેરમાં દશામાના વ્રતના સામાપ્ત બાદ યોજાયેલી પ્રતિમા વિસર્જન યાત્રા દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉધના દરવાજા વિસ્તારમાં દશામાની પ્રતિમાની વિસર્જન યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. DJના ધૂમધડાકા સાથે લોકો ભક્તીમાં ડાન્સ કરી રહ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં ભક્તિમય તેમજ ઉત્સાહભર્યો માહોલ જોવા મળી રહ્યો હતો. આ દરમિયાન ભીડમાં એક કિન્નર પણ DJના તાલે નાચી રહી હતી. કિન્નર સાથે સેલ્ફી લેવા માટે પણ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને સેલ્ફી પડાવવા માટે લોકો વચ્ચે પડાપડી થઈ રહી હતી.

viral

એક યુવક કિન્નર પાસે આવ્યો

આ દરમિયાન અચાનક ભીડમાંથી એક યુવક કિન્નર પાસે આવ્યો હતો. ડીજેના તાલે લોકો નાચી રહ્યા હતા ત્યારે યુવકે કિન્નરનો હાથ પકડી લીધો હતો. કિન્નર દ્વારા વિરોધ કરવા છતાં યુવકે ફરી એક વખત અણગમતા રીતે તેનો હાથ પકડીને ખેંચ્યો હતો. એટલે કે યુવકે એક નહીં પરંતુ બે વખત હાથ પકડીને ખેંચ્યો હોવાનો આરોપ છે. જાહેરમાં લોકોની મોટી ભીડ વચ્ચે બનેલી આ ઘટનાથી કિન્નર ભારે રોષે ભરાઈ ગઈ હતી અને વિસર્જન યાત્રાના ઉત્સાહભર્યા માહોલમાં અચાનક રંગમાં ભંગ પડ્યો હતો.

કિન્નરે પોતાનો પિત્તો ગુમાવી દીધો

યુવકની આ હરકત બાદ કિન્નરે પોતાનો પિત્તો ગુમાવી દીધો હતો. તેણે તરત જ યુવકને પકડી લીધો હતો અને જાહેરમાં જ તેનો વિરોધ કર્યો હતો. કિન્નરે યુવકના વાળ પકડી લીધા હતા અને ત્યારબાદ તેના મોં પર જોરદાર બે લાફા ઝીંકી દીધા હતા. કિન્નર દ્વારા યુવકને માર મારવામાં આવતા આસપાસ ઉભેલા લોકોનું પણ ધ્યાન આ ઘટના તરફ ગયું હતું. વિસર્જન યાત્રામાં ડીજેના તાલે ચાલી રહેલું ડાન્સ પણ આ દરમિયાન અટકી ગયું હતું અને આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

કિન્નરની છેડતી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો

સમગ્ર ઘટનામાં યુવક પર કિન્નરની છેડતી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કિન્નરનો આરોપ છે કે યુવકે ભીડનો લાભ લઈને તેનો હાથ બે વખત ખેંચ્યો હતો. આ હરકત બાદ કિન્નરે યુવકને જાહેરમાં જ પાઠ ભણાવ્યો હતો. ઘટનાને પગલે થોડા સમય માટે વિસર્જન યાત્રાના માહોલમાં ભારે હોબાળો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : મહેસાણામાં પાટીદાર યુવતીના પ્રેમલગ્નનો હાઈવોલ્ટેજ ડ્રામા! 4 દિવસ બાદ બંને પક્ષે સામસામે ફરિયાદ

આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ

સુરતના ઉધના દરવાજા વિસ્તારમાં બનેલી આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હોવાનું સામે આવ્યું છે. વીડિયોમાં વિસર્જન યાત્રા દરમિયાન ભીડ અને DJનો માહોલ જોવા મળે છે, જ્યારે કિન્નર દ્વારા યુવકને માર માર્યાની ઘટના પણ ચર્ચામાં આવી છે. દશામાના વ્રતના સમાપન અને પ્રતિમા વિસર્જન દરમિયાન બનેલી આ ઘટનાએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોને લઈને પણ ચર્ચા ચાલી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat News Kinnar Dashama Visarjan

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ