ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મહેસાણામાં પાટીદાર યુવતીના પ્રેમલગ્નનો હાઈવોલ્ટેજ ડ્રામા! 4 દિવસ બાદ બંને પક્ષે સામસામે ફરિયાદ

ગુજરાત / મહેસાણામાં પાટીદાર યુવતીના પ્રેમલગ્નનો હાઈવોલ્ટેજ ડ્રામા! 4 દિવસ બાદ બંને પક્ષે સામસામે ફરિયાદ

Published By: Nidhi Panchal

Last Updated: 11:34 AM, 22 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણામાં પાટીદાર યુવતીના પ્રેમલગ્નને લઈને શરૂ થયેલા વિવાદમાં હવે નવો વળાંક આવ્યો છે. યુવતીના પરિવાર સામે અપહરણ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાયા બાદ ચાર દિવસ પછી યુવતીના પરિવાર તરફથી પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ADVERTISEMENT

મહેસાણામાં ડો. સ્મિત પરમારના પત્ની ડો. ચાંદની પટેલને તેના પિયર પક્ષના લોકો દ્વારા સાસરીના ઘરેથી અપહરણ કરવામાં આવી હોવાના કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. અગાઉ યુવતીના પિયર પક્ષના લોકો સામે અપહરણ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો હતો. આ કાર્યવાહીથી પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આજે 21 ઓગસ્ટે મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો મહેસાણાના એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પરિસરમાં એકઠા થયા હતા.

love-2

આ સમગ્ર મામલો યુવતીના પ્રેમલગ્ન બાદ શરૂ થયો હતો. યુવતીના પિયર પક્ષના લોકો તેની સાસરીમાં આવ્યા હતા અને તેને ઘરેથી લઈ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી. ત્યારબાદ યુવતીના પરિવાર સામે અપહરણ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. છેલ્લા ત્રણ દિવસથી પાટીદાર સમાજના લોકો પોલીસ સ્ટેશન પર એકઠા થઈને આ મામલે કાર્યવાહી સામે વિરોધ કરી રહ્યા હતા.

SPની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું

આ પહેલા એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં SPની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. તેના માટે પોલીસ સ્ટેશન પરિસરમાં મંડપ અને ખુરશીઓની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે, પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન પરિસરમાં ધસી આવતા લોક દરબાર કેન્સલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મંડપ અને ખુરશીઓ પણ ડેકોરેશનવાળા ભરીને લઈ ગયા હતા.

આગેવાનો એ-ડિવિઝનમાં ફરિયાદ લખાવવા આવ્યા

આ દરમિયાન પાટીદાર અગ્રણી સતિષ પટેલે જણાવ્યું હતું કે, આ મુદ્દે પાટીદાર અનામત આંદોલન સમિતિ, SPG, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને ખોડલધામ સંસ્થાના આગેવાનો એ-ડિવિઝનમાં ફરિયાદ લખાવવા આવ્યા છે. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે જો ફરિયાદ લેવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાત લેવલે મોટું આંદોલન કરવામાં આવશે. તેમણે સરકાર અને પોલીસને વહેલી તકે ફરિયાદ નોંધવાની વિનંતી સાથે ચેતવણી આપી હતી કે જો ફરિયાદ લેવામાં નહીં આવે તો તેના વિપરીત પરિણામો માટે જવાબદારી પણ નક્કી થશે.

mehsana

સતિષ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, યુવતીએ ભાગીને લગ્ન કર્યા બાદ તેના માતા-પિતા અને ભાઈઓને ધ્રાસકો પડ્યો હતો. તેઓ યુવતીની શોધખોળ કરવા યુવકના પરિવારના ઘરે ગયા હતા અને તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, યુવતી માની નહોતી. ત્યારબાદ તેના ભાઈઓ તેને ત્યાંથી લઈને નીકળી ગયા હતા. સતિષ પટેલના જણાવ્યા મુજબ, યુવતીની માતા ત્યાં હાજર હતી અને તેમના પગ પર લાકડીઓ મારવામાં આવી હતી. એટલું જ નહીં, માર મારવાના કારણે તેમના હોઠ પણ ચિરાઈ ગયા હતા.

યુવતીની માતા નીતાબેનને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવ્યા

પાટીદાર અગ્રણી સતિષ પટેલે એવો પણ આક્ષેપ કર્યો હતો કે યુવતીની માતા નીતાબેનને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવ્યા હતા. તેમના જણાવ્યા મુજબ, યુવતીના સાસરી પક્ષ તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે, તમારી દીકરી અમને આજે સોંપી દો અને તમારા ઘરવાળાઓને કહી દો, નહીં તો તમને આજીવન અહીંયા રાખીશું. આ રીતે નીતાબેનને ખૂબ માનસિક ટોર્ચરિંગ કરવામાં આવ્યું અને તેમને ગભરાવી દેવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

સમાજના આગેવાનોએ પણ કર્યા આક્ષેપ

આ સમગ્ર મામલે પાટીદાર સમાજના આગેવાનોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેઓ ધરણા પર બેસ્યા બાદ પોલીસ પર દબાણ લાવવામાં આવ્યું અને સામાજિક પ્રશ્નમાં એટ્રોસિટીનો ગુનો ન લાગતો હોવા છતાં એટ્રોસિટીનો ગુનો તથા અપહરણની ફરિયાદ કરવામાં આવી. સતિષ પટેલે ન્યાયપાલિકા અને પોલીસ સમક્ષ બંને પક્ષે સમાન ન્યાય કરવાની માગ કરી છે.

સતિષ પટેલના જણાવ્યા મુજબ, યુવતીની માતા ઉંમરલાયક હોવા છતાં તેમને જેલમાં મોકલવામાં આવ્યા અને અન્ય આઠ ભાઈઓને પણ જેલમાં પુરવામાં આવ્યા. નીતાબેનને માર મારવામાં આવ્યો હોવા છતાં તેમને બે દિવસ સુધી પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા અને દવા લેવા પણ લઈ જવામાં ન આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમને સારું ખાવાનું પણ આપવામાં આવ્યું ન હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

હવે ચાર દિવસ બાદ યુવતીના પરિવાર તરફથી પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે. સ્મિત પરમારના પરિવારજનો અને ભાઈઓએ વૃદ્ધ પિતાને માર માર્યાની ફરિયાદ દાખલ કરી હોવાનું સામે આવ્યું છે. પ્રેમલગ્ન કરનાર યુવતીને સમજાવવા ગયેલા તેના પિતા સાથે સાસરિયા પક્ષના લોકો દ્વારા અમાનવીય વર્તન અને મારપીટ કરવામાં આવી હોવાની ફરિયાદ પણ કરવામાં આવી છે. આમ, આ સમગ્ર મામલે હવે બંને પક્ષે ફરિયાદ નોંધાતા હાઈવૉલ્ટેજ ડ્રામા સર્જાયો છે.

આ પણ વાંચો : ભાવનગર નકલી દારૂકાંડમાં વધુ એક દર્દીનું મો*ત! હાર્દિકભાઈ કિલજીના મો*ત સાથે મૃત્યુઆંક 9 પર પહોંચ્યો

પાટીદાર આગેવાનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો પોલીસ દ્વારા તટસ્થ અને ન્યાયી કામગીરી કરવામાં નહીં આવે, ખોટી ફરિયાદો રદ કરવામાં નહીં આવે અને સામા પક્ષ સામે પણ ગુનો નોંધવામાં નહીં આવે તો મોટું આંદોલન કરવામાં આવશે. બંને પક્ષને સરખો ન્યાય મળે અને કાયદો તથા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તાત્કાલિક યોગ્ય પગલાં ભરવાની માગ કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Patidar Community Protest Mehsana Love Marriage Case Abduction Atrocity Case

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ