બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / DA Hike: રક્ષાબંધન પર સરકારી કર્મચારીઓને મળશે ભેટ? એક્સપર્ટે આપ્યા સંકેત

photo-story

5 ફોટો ગેલેરી

બિઝનેસ / DA Hike: રક્ષાબંધન પર સરકારી કર્મચારીઓને મળશે ભેટ? એક્સપર્ટે આપ્યા સંકેત

Last Updated: 06:49 PM, 21 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

દેશભરના લાખો કેન્દ્રીય કર્મચારીઓ જુલાઈ માસના મોંઘવારી ભથ્થામાં વધારાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં સરકાર દ્વારા 2 થી 3% ના ડીએ વધારાની જાહેરાત કરવામાં આવે તેવું અનુમાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવ્યું છે.

1/5

photoStories-logo

1. DA Hike: રક્ષાબંધન પર સરકારી કર્મચારીઓને મળશે ભેટ? એક્સપર્ટે આપ્યા સંકેત

હાલમાં દેશભરના લાખો કેન્દ્રીય કર્મચારીઓ 8મા પગાર પંચના અહેવાલની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. પરંતુ તે પહેલાં સૌની નજર જુલાઈ માસના મોંઘવારી ભથ્થામાં (Dearness Allowance - DA) થનારા વધારાની જાહેરાત પર ટકેલી છે. સામાન્ય રીતે સરકાર વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થામાં સુધારો કરે છે - એક January માં અને બીજો July માં.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. રક્ષાબંધનના પવિત્ર અવસરે કેન્દ્રીય કર્મચારીઓને ભેટ આપશે?

જાન્યુઆરીના ડીએ વધારાની જાહેરાત માર્ચ કે એપ્રિલ મહિનામાં કરવામાં આવે છે, જ્યારે જુલાઈના ડીએ વધારાની જાહેરાત સામાન્ય રીતે સેપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં થતી હોય છે. પરંતુ તહેવારોની મોસમ નજીક હોવાથી શું સરકાર આ વખતે રક્ષાબંધનના પવિત્ર અવસરે કેન્દ્રીય કર્મચારીઓને ભેટ આપશે? આ અંગે નિષ્ણાતોએ મહત્વની બાબતો રજૂ કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. નિષ્ણાતોની માંગ અને રક્ષાબંધનની ભેટ

મોંઘવારી ભથ્થામાં વધારાને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવે છે. જ્યાં સુધી 8મું પગાર પંચ લાગુ ન થાય ત્યાં સુધી 7મા પગાર પંચ હેઠળ જ ડીએ માં વધારો થતો રહેશે. મોદી સરકારે એપ્રિલ મહિનામાં મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો કરીને તેને 58% થી વધારીને 60% કર્યું હતું. હવે તેમાં ફરીથી 2 થી 3% નો વધારો થવાની પ્રબળ શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. કર્મચારીઓનો પગાર 1-2 દિવસ વહેલો જારી કરી દેવો જોઈએ

ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઇઝ ફેડરેશન અને નેશનલ મિશન ફોર ઓલ્ડ પેન્શન સ્કીમ ભારતના રાષ્ટ્રીય અધ્યક્ષે જણાવ્યું હતું કે, તહેવારોની મોસમ, ખાસ કરીને રક્ષાબંધન અને ઓણમને ધ્યાનમાં રાખીને સરકારે કર્મચારીઓનો પગાર 1-2 દિવસ વહેલો જારી કરી દેવો જોઈએ. આ સાથે જ જો સરકાર સપ્ટેમ્બરમાં મોંઘવારી ભથ્થામાં વધારાની યોજના બનાવી રહી હોય, તો તેની જાહેરાત ઓગસ્ટના અંત સુધીમાં એટલે કે રક્ષાબંધનના અવસરે જ કરી દેવી જોઈએ."

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. કેટલો થઈ શકે છે DA માં વધારો?

કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) ના ટ્રેન્ડ્સ અનુસાર આ વખતે ડીએ માં 3% નો વધારો થવાની પૂરી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. જો સરકાર 3% નો વધારો મંજૂર કરે છે, તો કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધીને બેઝિક સેલરીના 63% થઈ જશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

DAHike 8thPayCommission DearnessAllowance
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ