બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / પેલેટ ગન મામલે FIR નોંધાઈ, પીડિતો સાથે 5 કલાકથી ધરણા પર બેઠા હતા રાહુલ ગાંધી

નેશનલ / પેલેટ ગન મામલે FIR નોંધાઈ, પીડિતો સાથે 5 કલાકથી ધરણા પર બેઠા હતા રાહુલ ગાંધી

Published By: Ajitsinh Jadeja

Last Updated: 06:44 PM, 21 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rahul Gandhi: પેલેટ ગન મામલામાં એફઆઇઆર નોંધવાની માંગ સાથે રાહુલ ગાંધી સંસદ માર્ગ પોલીસ સ્ટેશનની બહાર ધરણા પર બેઠા હતા.

Rahul Gandhi: પેલેટ ગન મામલામાં એફઆઇઆર નોંધવાની માંગ સાથે રાહુલ ગાંધી સંસદ માર્ગ પોલીસ સ્ટેશનની બહાર ધરણા પર બેઠા હતા. બાદમાં દિલ્હી પોલીસે સાહિલ લોચબની ફરિયાદના આધારે અજાણ્યા વ્યક્તિઓ સામે કેસ નોંધ્યો હતો. આ મામલામાં કોઈનું નામ આરોપી તરીકે નોધવામાં આવ્યું નથી.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શુક્રવારે દિલ્હીના સંસદ માર્ગ પોલીસ સ્ટેશને પહોચ્યા હતા. તેઓ જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટી (CJP) ના વિરોધ પ્રદર્શન દરમિયાન પેલેટ ગનનો ઉપયોગ કરવા અંગે ડીસીપીની ઓફિસ ગયા હતા. ત્યાં રાહુલ ગાંધી એફઆઇઆરની માંગણી સાથે ધરણા પર બેઠા હતા અને કહ્યું હતું કે જ્યાં સુધી કેસ દાખલ ન થાય ત્યાં સુધી તેઓ ત્યાંથી નહીં જાય.

ત્યારબાદ દિલ્હી પોલીસે સાહિલ લોચબની ફરિયાદના આધારે અજાણ્યા વ્યક્તિઓ સામે એફઆઇઆર નોંધી હતી. આરોપી તરીકે કોઈ નામ સામેલ કરવામાં આવ્યું નથી. રણદીપ સુરજેવાલા અને પ્રિયંકા ગાંધીએ આ મામલે ડીસીપીની ઓફિસની મુલાકાત લીધી હતી.

રાહુલ ગાંધી દિલ્હી પોલીસના જોઈન્ટ સીપી નુપુર પ્રસાદને મળવા આવ્યા હતા, જેમણે તાજેતરમાં જ તેમનું પદ સંભાળ્યું છે. તેમણે અનેક ફરિયાદો સાથે તેમની પાસે ગયા અને તેમના પર કાર્યવાહી કરવાની માંગ કરી, પરંતુ તાત્કાલિક કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહીં. ત્યારબાદ બહાર નીકળી રાહુલ ગાંધી ધરણા પર બેઠા હતા.

કોંગ્રેસે પ્રશ્નો ઉઠાવ્યા

કોંગ્રેસ પાર્ટીએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે વિદ્યાર્થીઓ પર પેલેટ ગન ચલાવવાનો આદેશ કોણે આપ્યો. પાર્ટીએ કહ્યું કે અમિત શાહ અને દિલ્હી પોલીસે આ માટે જવાબ આપવો જોઈએ. કોંગ્રેસે એવો પણ આરોપ લગાવ્યો હતો કે સાહિલ અને તેની માતા એફઆઇઆર દાખલ કરવાની માંગ કરી રહ્યા હતા, પરંતુ પોલીસ તેમની માંગણીઓને અવગણી રહી છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ Video / લિફ્ટમાં બેસનારા ખાસ જુએ આ Video, નહીંતર એક ભૂલ અને જીવથી જશો

જોકે પોલીસે પાછળથી ફરિયાદ સ્વીકારી અને કહ્યું કે ક્રાઈમ બ્રાન્ચ આ મામલાની તપાસ કરી રહી છે. સુપ્રીમ કોર્ટની એક હાઇ પાવર સમિતિની પણ રચના કરવામાં આવી હતી, અને તેના રિપોર્ટની રાહ જોવાઈ રહી હતી. આ પહેલા રાહુલ ગાંધીએ પણ વડા પ્રધાનના નિવાસસ્થાનની બહાર ધરણા કર્યા હતા, જ્યાંથી તેમને અટકાયતમાં લેવામાં આવ્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

FIR Rahul Gandhi Delhi Police

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ