બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / 'વંદે માતરમ' વિવાદ પર કંગના રનૌતે શર્મિલા ટાગોરને આપ્યો જવાબ, કહી દીધું કંઈક એવું કે...
5 ફોટો ગેલેરી
Last Updated: 05:22 PM, 21 August 2026
1/5
'વંદે માતરમ' ગીતને લઈને દેશમાં ચાલી રહેલી ચર્ચા વચ્ચે દિગ્ગજ અભિનેત્રી શર્મિલા ટેગોરની ટિપ્પણી બાદ હવે કંગના રનૌતે પોતાની તીખી પ્રતિક્રિયા આપી છે. શર્મિલા ટેગોરે ગીતના કેટલાક અંશો પર પોતાની અસંમતિ દર્શાવી હતી, જેના જવાબમાં કંગનાએ સોશિયલ મીડિયા પર તેમના વિચારોનું સન્માન કરવાની સાથે પોતાનો અલગ દ્રષ્ટિકોણ રજૂ કર્યો છે.
2/5
કંગના રનૌતે શર્મિલા ટેગોરના ઇન્ટરવ્યુનો વીડિયો પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો હતો. તેણે કહ્યું કે તે આ વાતની પ્રશંસા કરે છે કે શર્મિલાજીએ 'વંદે માતરમ' અંગે પોતાની વાંધાજનક બાબતો ખુલ્લેઆમ રજૂ કરી. જોકે, કંગનાએ ઉમેર્યું કે એક કલાકાર તરીકે તેમને શર્મિલાની કલા અને કવિતાને જોવાની દ્રષ્ટિ થોડી સંકુચિત લાગી. કંગનાના જણાવ્યા મુજબ, કોઈ કવિતા કે ગીતમાં ઉપયોગમાં લેવાયેલા શબ્દોનો હંમેશાં શાબ્દિક કે સીધો અર્થ ન લેવો જોઈએ. કલાકારો પોતાની ભાવનાઓને વ્યક્ત કરવા માટે રૂપકો, કલ્પનાઓ અને વિવિધ ઉદાહરણોનો સહારો લેતા હોય છે.
3/5
કંગનાએ વધુમાં કહ્યું કે 'વંદે માતરમ'ને માત્ર એક ધાર્મિક દ્રષ્ટિકોણથી ન જોવું જોઈએ. આ ગીત ભારત આઝાદીના આંદોલન સાથે જોડાયેલી ભાવના છે અને દેશની અંદર છુપાયેલી શક્તિને જગાડવાનો સંદેશ આપે છે. સ્વામી વિવેકાનંદનું ઉદાહરણ આપતાં કંગનાએ કહ્યું કે જ્યારે તેઓ શક્તિશાળી અને ઊર્જાવાન યુવાનોની વાત કરતા હતા, ત્યારે તેમનો હેતુ કોઈ કુદરતી ઘટનાની આગાહી કરવાનો નહોતો, પરંતુ યુવાનોમાં આત્મવિશ્વાસ અને શક્તિ જગાડવાનો હતો.
4/5
5/5
એક ઇન્ટરવ્યુમાં શર્મિલા ટેગોરે કહ્યું હતું કે ઘણા ધાર્મિક લોકો એક જ ઈશ્વરમાં માનતા હોય છે (એકેશ્વરવાદ). તેમના મતે 'વંદે માતરમ'ના કેટલાક ભાગમાં અનેક દેવી-દેવતાઓનો ઉલ્લેખ આવે છે, તેથી એકેશ્વરવાદમાં માનતા લોકો માટે તે પંક્તિઓ ગાવી સહજ હોતી નથી. શર્મિલાએ સૂચન કર્યું હતું કે જો દેશના તમામ ધર્મના લોકોને સાથે લઈને ચાલવું હોય તો આ ગીતના માત્ર શરૂઆતના 2 પદ જ વધુ યોગ્ય છે. આ જ ટિપ્પણી પર કંગનાએ કલા, કવિતા અને રાષ્ટ્રભાવનાને વધુ વ્યાપક નજરીયાથી જોવાની વાત કહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ