બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / મનોરંજનની દુનિયાનું કાળું સત્ય! ટીવી એક્ટ્રેસ આંચલ ખુરાનાનો દાવો – કેટલીક પાર્ટીઓમાં થાય છે ડ્રગ્સનો વપરાશ અને પાર્ટનર એક્સચેન્જ
5 ફોટો ગેલેરી
Last Updated: 05:08 PM, 21 August 2026
1/5
ટીવી એક્ટ્રેસ આંચલ ખુરાનાએ મુંબઈની પાર્ટી કલ્ચર અને શોબિઝ લાઇફસ્ટાઇલ વિશે વાત કરતાં કેટલાક ચોંકાવનારા દાવો કર્યા છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન તેણે જણાવ્યું કે મુંબઈમાં તેનો મુખ્ય ધ્યાન કામ પર જ રહે છે અને તે પાર્ટીઓ કરવાના બદલે પોતાના પરિવાર અને ભાઈ સાથે સમય વિતાવવાનું પસંદ કરે છે.
2/5
'બોલિવૂડ બબલ' સાથેની વાતચીતમાં આંચલે જણાવ્યું કે તે છેલ્લા કેટલાક વર્ષોથી મુંબઈમાં કામ કરી રહી છે, પરંતુ તેણે હંમેશાં પોતાને પાર્ટી કલ્ચરથી દૂર રાખ્યું છે. જ્યારે પણ તેને આરામ કરવાની કે રિલેક્સ થવાની ઈચ્છા થાય છે, ત્યારે તે પોતાના ભાઈ પાસે જતી રહે છે. તેણે મુંબઈમાં વધારે મિત્રો પણ નથી બનાવ્યા કારણ કે તેને અહીની પાર્ટી સિસ્ટમ પસંદ નથી. પોતાના અનુભવનો સંદર્ભ આપતાં આંચલે દાવો કર્યો કે ઇન્ડસ્ટ્રીની કેટલીક પાર્ટીઓમાં ડ્રગ્સનો ઉપયોગ થાય છે અને કાસ્ટિંગ કાઉચ જેવી પ્રવૃત્તિઓ પણ જોવા મળે છે.
3/5
આંચલે વધુમાં દાવો કર્યો કે કેટલીક પાર્ટીઓમાં પરિણિત કે રિલેશનશિપમાં રહેલા કપલ્સ વચ્ચે પાર્ટનર બદલવાની (પાર્ટનર એક્સચેન્જ) પ્રવૃત્તિઓ પણ થાય છે. જોકે તેણે સ્પષ્ટ કર્યું કે આવી પ્રવૃત્તિઓમાં સામેલ થવું એ કેટલાક લોકોની વ્યક્તિગત પસંદગી હોઈ શકે છે. સોશિયલ મીડિયા પર ખુશહાલ જીવન અને 'પરફેક્ટ કપલ' તરીકેનો ડોળ કરતા લોકો પર પણ તેણે નિશાન સાધ્યું હતું. તેણે કહ્યું કે કેટલાક એવા વિવાહિત કે લવ-કપલ્સ હોય છે જે બહારથી ખૂબ જ ખુશ દેખાય છે, પરંતુ ખાનગી જીવનમાં પોતાના પાર્ટનર પ્રત્યે પ્રામાણિક હોતા નથી.
4/5
આંચલે ઉમેર્યું કે તે પોતાની જિંદગીમાં નકારાત્મકતાથી હંમેશાં અંતર જાળવી રાખે છે. તે લોકોની 'વાઇબ્સ' ઝડપથી પારખી લે છે. જો તેને કોઈ સ્થળનું વાતાવરણ નકારાત્મક લાગે તો તે ત્યાં વધુ સમય વિતાવતી નથી. રમુજી અંદાજમાં તેણે જણાવ્યું કે આવી સ્થિતિમાં તે ઘરે પાછી ફરીને પાણીમાં મીઠું ઉમેરીને સ્નાન કરે છે, જેથી તેનો 'ઓરા ક્લીન' થાય અને તે નેગેટિવિટીમાંથી મુક્ત અનુભવી શકે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ