બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / ગોવિંદા બીજાં લગ્ન કરવાના હતા, સુનિતા આહૂજાના નિવેદનથી હલચલ, રાખી સાવંત સામે સિક્રેટ્સ ખોલ્યા
5 ફોટો ગેલેરી
Last Updated: 05:31 PM, 21 August 2026
1/5
બોલિવૂડના જાણીતા અભિનેતા ગોવિંદા અને તેમની પત્ની સુનિતા આહૂજાના સંબંધોમાં ચાલી રહેલો ઉતાર-ચઢાવ ફરી એકવાર મનોરંજન જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે. ગોવિંદા અને એક્ટ્રેસ કોમલ સ્વર્ણાકર વચ્ચેના કથિત અફેર અને લગ્નની પ્લાનિંગની ખબરો વચ્ચે હવે રાખી સાવંત પણ આ ડ્રામાનો ભાગ બની ગઈ છે.
2/5
તાજેતરમાં એક પબ્લિક ઇવેન્ટ દરમિયાન પેપરાઝી વચ્ચે રહેલી રાખી સાવંતે ઓન-કેમેરા સુનિતા આહૂજાને ફોન જોડ્યો હતો. સ્પીકર પર થયેલી આ વાતચીતમાં સુનિતા ગોવિંદા અને કોમલના લગ્નની પ્લાનિંગ વિશે ચર્ચા કરતી સંભળાઈ હતી. આ દરમિયાન રાખીએ સુનિતા દ્વારા ડિવોર્સની અરજી પાછી ખેંચવાના નિર્ણયની પ્રશંસા કરી હતી અને સલાહ આપી હતી કે તેઓ ગોવિંદા પાસેથી પોતાના નામે 200 કરોડ રૂપિયા કરાવી લે, જેથી કોઈ અન્ય તેનો લાભ ન ઉઠાવી શકે.
3/5
સુનિતા આહૂજાએ 19 August ના રોજ પોતાની છૂટાછેડાની અરજી પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી. આ વિવાદ પર ગોવિંદાના મેનેજર શશિ સિંહાએ દુઃખ વ્યક્ત કર્યું હતું અને જણાવ્યું હતું કે પરિવારના આંતરિક મતભેદો ઘરમાં બેસીને જ ઉકેલવા જોઈતા હતા. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે જો કેસ પાછો જ ખેંચવો હતો તો તેને શરૂ જ શા માટે કરવામાં આવ્યો, જેનાથી પરિવારનું પ્રદર્શન થયું.
4/5
ગોવિંદા અને સુનિતા વચ્ચે ત્યારે વિવાદ વધ્યો હતો જ્યારે ગોવિંદાને એરપોર્ટ પર કોમલ સ્વર્ણાકર સાથે જોવામાં આવ્યા હતા. આ ઘટના બાદ સુનિતાએ ગોવિંદાને 'સુગર ડેડી' નો ટેગ આપ્યો હતો, જેના પર ગોવિંદાએ પણ વીડિયો મારફતે પ્રતિક્રિયા આપી હતી. સુનિતાએ થોડા મહિના પહેલા અલગ થવાની નોટિસ પણ મોકલી હતી. જોકે, ગણેશ ચતુર્થીના તહેવાર પર બંને એકસાથે જોવા મળ્યા હતા અને સુનિતાએ કહ્યું હતું કે તેમના વચ્ચેનું અંતર તેમને ક્યારેય અલગ કરી શકે નહીં.
5/5
ગોવિંદા અને સુનિતાના લગ્ન March 1987 માં થયા હતા. પરંતુ પોતાની કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં ગોવિંદાએ આ લગ્નની વાત છુપાવી રાખી હતી. વર્ષ 1988 માં પુત્રી ટીનાના જન્મ બાદ જ દુનિયાને તેમના લગ્ન વિશે જાણ થઈ હતી. ત્યારબાદ વર્ષ 1997 માં તેમના પુત્ર યશવર્ધનનો જન્મ થયો હતો. 3 દાયકા કરતાં વધુ લાંબા આ સંબંધમાં આવેલા તાજેતરના વિવાદોએ ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ