બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:54 AM, 17 August 2026
મહિલા T20 એશિયા કપની 10મી આવૃત્તિ 28 ઓગસ્ટથી શરૂ થશે અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ ટુર્નામેન્ટ માટે ટીમની જાહેરાત કરી છે. UAEમાં યોજાનારી આ ટુર્નામેન્ટ 13 સપ્ટેમ્બર સુધી ચાલશે અને તેમાં ભારત તથા પાકિસ્તાન વચ્ચેની મેચ પણ નિશ્ચિત છે. બંને ટીમો એક જ ગ્રુપમાં છે. આ ઉપરાંત, PCBએ જાપાનમાં યોજાનારી એશિયન ગેમ્સ માટે પણ પાકિસ્તાની ટીમની જાહેરાત કરી છે.
ADVERTISEMENT
એશિયન ગેમ્સ માટે પાકિસ્તાનની ટીમમાં અનુભવી બેટર આલિયા રિયાઝનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે સદાફ શમ્સ અને સિદરા અમીનને ટીમમાં સ્થાન મળ્યું નથી. આ ટુર્નામેન્ટમાં ફાતિમા સના ટીમનું નેતૃત્વ કરશે. 'ધ હન્ડ્રેડ'માં ભાગ લેવાને કારણે તે શ્રીલંકા સામેની T20 સીરિઝ રમી શકી ન હતી. એશિયન ગેમ્સની શરૂઆત 28 સપ્ટેમ્બરથી થશે.
એશિયા કપ બાદ સપ્ટેમ્બર મહિનામાં એશિયન ગેમ્સ યોજાશે. જાપાનમાં યોજાનારી આ ટુર્નામેન્ટની ક્વાર્ટર-ફાઇનલમાં પાકિસ્તાને સીધું સ્થાન મેળવી લીધું છે. પાકિસ્તાનનો મુકાબલો 17 મી તારીખે થાઈલેન્ડ સામે થવાનો છે. સેમી-ફાઇનલ 20 સપ્ટેમ્બરે અને ખિતાબી મુકાબલો 22 સપ્ટેમ્બરે યોજાશે.
ADVERTISEMENT
Pakistan Women reveals squad for both 2026 #AsiaCup and #AsianGames:
— The CricHub (@thecrichub_live) August 16, 2026
Asia Cup:
- Fatima Sana to lead the side
- Gull Feroza, Sadia Iqbal return
- Reserves: Tasmia Rubab, Humna Bilal, Maham Anees, Sadaf Shamas
Asian Games:
- Sana to lead the side
- Aliya Riaz return
-… pic.twitter.com/tKOgJblXJR
ક્યારે છે ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચ?
ADVERTISEMENT
મહિલા એશિયા કપ 2026માં કુલ આઠ ટીમો સામેલ છે, જેમને ચાર-ચાર ટીમોના બે જૂથોમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ Aમાં ભારત, હોંગકોંગ, પાકિસ્તાન અને થાઈલેન્ડનો સમાવેશ થાય છે. ભારતની પ્રથમ મેચ 30 ઓગસ્ટે થાઈલેન્ડ સામે છે. પોતાની બીજી મેચમાં ભારત 3 સપ્ટેમ્બરે હોંગકોંગ સામે રમશે. ભારત ગ્રુપ-સ્ટેજની અંતિમ મેચ 5 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે રમશે. તમામ મેચો દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
મહિલા એશિયા કપ 2026 માટે પાકિસ્તાન ટીમ
ADVERTISEMENT
ફાતિમા સના (કેપ્ટન), આયેશા ઝફર, ઈમાન નસીર, ઈમાન ફાતિમા, ગુલ ફિરોઝા, મોમિના રિયાસત, મુનીબા અલી સિદ્દીકી (વિકેટકીપર), નજીહા અલ્વી, નશરા સુંધુ, સાદિયા ઈકબાલ, સાયરા જબીન, શવાલ ઝુલ્ફીકાર, તુબા હસન, ઉમ્મા, એહ-એ-હેદ
રિઝર્વ ખેલાડીઓઃ તસ્મિયા રૂબાબ, હુમના બિલાલ, મહમ અનીસ, સદફ શમાસ.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને ડાર્વિન ટેસ્ટમાં 9 વિકેટે હરાવ્યું! ઓસ્ટ્રેલિયાની ધરતી પર પ્રથમ ટેસ્ટ જીત
એશિયન ગેમ્સ 2026 માટે પાકિસ્તાન મહિલા ટીમ
ADVERTISEMENT
ફાતિમા સના (કેપ્ટન), આલિયા રિયાઝ, આયેશા ઝફર, ઈમાન નસીર, ઈમાન ફાતિમા, ગુલ ફિરોઝા, હુમના બિલાલ, મોમિના રિયાસત, મુનીબા અલી સિદ્દીકી (વિકેટકીપર), નશરા સુંધૂ, સાયરા જબીન, શવાલ ઝુલ્ફીકાર, તસ્મિયા રુબાબ, તુબા હસ્ન અને ઉમ્મ-એ-હાની.
રિઝર્વ ખેલાડીઓઃ નતાલિયા પરવેઝ, વહીદા અખ્તર, સાદિયા ઈકબાલ, સૈયદા અરુબ શાહ, રમીન શમીમ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.