બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / પાકિસ્તાનમાં ટીમ ઈન્ડિયા પર થવાનો હતો હુમલો? ખાનગી સુરક્ષા અધિકારીના ખુલાસાથી હડકંપ!

સ્પોર્ટ્સ / પાકિસ્તાનમાં ટીમ ઈન્ડિયા પર થવાનો હતો હુમલો? ખાનગી સુરક્ષા અધિકારીના ખુલાસાથી હડકંપ!

Published By: Jinal Chauhan

Last Updated: 01:07 PM, 19 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટ ટીમના 2004ના પાકિસ્તાન પ્રવાસને લઈને મોટો ખુલાસો થયો છે. કરાચીમાં ટેસ્ટ મેચ દરમિયાન ટીમની સુરક્ષા સામે ગંભીર ખતરો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.

ભારતીય ક્રિકેટ ટીમના 2004ના પાકિસ્તાન પ્રવાસને લઈને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. કરાચીમાં ટેસ્ટ મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાની સુરક્ષા સામે ગંભીર ખતરો હોવાની આશંકા હતી. પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ કરાચીમાં ટેસ્ટ મેચ યોજાવવા માંગતા હતા. જોકે ભારતીય સુરક્ષા અધિકારીઓની સલાહ બાદ આ માંગને મંજૂરી આપવામાં આવી નહોતી.પૂર્વ ખૂફિયા અને સુરક્ષા અધિકારી યશોવર્ધન આઝાદે પોતાની તાજેતરમાં પ્રકાશિત પુસ્તકમાં આ સમગ્ર ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ કરાચીમાં ટેસ્ટ મેચ કરાવવા માંગતા હતા. જોકે ભારતીય સુરક્ષા અધિકારીઓએ કરાચી અને પેશાવરને અસુરક્ષિત ગણાવીને ત્યાં ટેસ્ટ મેચ ન કરાવવાની સલાહ આપી હતી.

કરાચી અને પેશાવરમાં ખતરાની આશંકા

2004માં ભારતીય ટીમના પાકિસ્તાન પ્રવાસ પહેલાં ત્રણ સભ્યોની સુરક્ષા ટીમે પાકિસ્તાનના તમામ ક્રિકેટ સ્થળોની તપાસ કરી હતી. યશોવર્ધન આઝાદ આ ટીમના વડા હતા. ટીમે પ્રવાસને મંજૂરી આપી હતી પરંતુ કરાચી અને પેશાવરમાં ટેસ્ટ મેચ ન કરાવવાની ભલામણ કરી હતી. બીજી તરફ મુલતાન, રાવલપિંડી અને લાહોરને ટેસ્ટ મેચ માટે સુરક્ષિત ગણવામાં આવ્યા હતા.

મુશર્રફ કરાચીમાં ટેસ્ટ કરાવવા માંગતા હતા

આઝાદના જણાવ્યા પ્રમાણે સુરક્ષા રિપોર્ટ આપ્યા બાદ તેમને તત્કાલીન ઉપપ્રધાનમંત્રી લાલકૃષ્ણ આડવાણીનો ફોન આવ્યો હતો. આડવાણીએ પૂછ્યું હતું કે શું કરાચીમાં ટેસ્ટ મેચ યોજી શકાય છે. બાદમાં આઝાદને ખબર પડી કે કરાચીમાં ટેસ્ટ યોજવાની માંગ ખુદ પરવેઝ મુશર્રફ તરફથી આવી હતી.

vtv app promotion

આ પણ વાંચોઃ એશિયા કપ માટે પાકિસ્તાની ટીમનું એલાન, જુઓ ભારત સાથે ક્યારે ટકરાશે?

અડવાણીએ સુરક્ષા સલાહને પ્રાથમિકતા આપી

આઝાદે પુસ્તકમાં લખ્યું છે કે આડવાણી ઇચ્છતા તો સુરક્ષા અધિકારીઓના નિર્ણયમાં ફેરફાર કરી શકતા હતા. જોકે તેમણે સુરક્ષા આકલનને પ્રાથમિકતા આપી હતી. આઝાદને ફરીથી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા અને આ મામલો ઈન્ટેલિજન્સ બ્યુરોના તત્કાલીન ડિરેક્ટર સમક્ષ રજૂ કરવા કહેવામાં આવ્યું હતું. અંતે સુરક્ષા ટીમ દ્વારા મંજૂર કાર્યક્રમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો.

કરાચીમાં લાંબો સમય રોકાવાથી જોખમ વધતું

સુરક્ષા ટીમે કરાચી અને પેશાવરને ટેસ્ટ મેચ માટે એટલા માટે બહાર રાખ્યા હતા કારણ કે ત્યાં જોખમનું સ્તર વધુ માનવામાં આવતું હતું. ટેસ્ટ મેચ માટે ટીમને લાંબા સમય સુધી એક જ સ્થળે રહેવું પડતું હોવાથી સુરક્ષા જોખમ વધવાની આશંકા હતી. આ કારણે અન્ય શહેરોને ટેસ્ટ મેચ માટે પસંદ કરવામાં આવ્યા હતા.

સચિન તેડુંલકરે સુરક્ષા સાધનને લઈને પૂછ્યો સવાલ

પાકિસ્તાન પ્રવાસ દરમિયાન એક રસપ્રદ પ્રસંગનો પણ આઝાદે પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે. ઇસ્લામાબાદ એરપોર્ટ પર સચિન તેંડુલકરે કાળા કપડાં અને કાળા બ્રીફકેસ સાથે ઉભેલા સુરક્ષા અધિકારીઓને જોઈને પૂછ્યું હતું કે શું આ ‘પરમાણુ બટન’ છે. આઝાદે તેમને સમજાવ્યું કે આ જામર છે જે સિગ્નલને બ્લોક કરવા માટે ઉપયોગમાં લેવાય છે.

ભારતે પાકિસ્તાનમાં નોંધાવ્યો હતો શાનદાર વિજય

સૌરવ ગાંગુલીની કેપ્ટનશિપમાં ભારતીય ટીમે 2004નો પાકિસ્તાન પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસને ‘મૈત્રી પ્રવાસ’ તરીકે પણ ઓળખવામાં આવ્યો હતો. ભારતે પાંચ મેચની વનડે સિરીઝ 3-2થી જીતી હતી જ્યારે ટેસ્ટ સિરીઝમાં પણ ટીમ ઈન્ડિયાએ 2-1થી જીત મેળવી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Team India Pakistan Tour 2004 Karachi Test Security Threat Yashovardhan Azad Book

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ