ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના S.P. રિંગ રોડ પર જમણે વળતા 92.5% વાહનચાલકો તોડે છે 'રાઇટ ઓફ વે'નો નિયમ

ગુજરાત / અમદાવાદના S.P. રિંગ રોડ પર જમણે વળતા 92.5% વાહનચાલકો તોડે છે 'રાઇટ ઓફ વે'નો નિયમ

Published By: Nidhi Panchal

Last Updated: 02:52 PM, 21 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર પીક અવર્સ દરમિયાન ટ્રાફિક કેમ અટકી જાય છે અને મુસાફરીનો સમય કેમ વધી જાય છે તેનો હવે વૈજ્ઞાનિક અભ્યાસ સામે આવ્યો છે. ડ્રોન અને AI ટેક્નોલોજીથી કરાયેલા સંશોધનમાં જમણે વળતા વાહનચાલકોના નિયમભંગને ટ્રાફિકની સૌથી મોટી સમસ્યા તરીકે ઓળખવામાં આવ્યો છે.

ADVERTISEMENT

શહેરના એસ.પી. રિંગ રોડ પર પીક અવર્સ દરમિયાન મુસાફરી કરતા હો તો આ મુશ્કેલ સ્થિતિનો અનુભવ થયો જ હશે. તમે સીધા જઈ રહ્યા હો અને જમણી તરફ વળતું કોઈ વાહન અચાનક તમારી લેનમાં ઘૂસી જાય. પરિણામે બ્રેક મારવી પડે, વાહન વાળવું પડે અથવા છ સેકન્ડમાં પૂરો થવાનો રસ્તો ૨૦ સેકન્ડનો બની જાય. અમદાવાદમાં ટ્રાફિકની આ રોજિંદી સમસ્યાને હવે એક નવા ડ્રોન આધારિત અભ્યાસે ચોક્કસ આંકડાઓ સાથે ઉજાગર કરી છે.

SP-ring-road

અભ્યાસ મુજબ જમણી તરફ વળતા માત્ર ૭.૫ ટકા વાહનચાલકો જ સીધા જતા ટ્રાફિકના ‘રાઇટ ઓફ વે’નું પાલન કરે છે. એટલે કે એસ.પી. રિંગ રોડ પર જમણે વળતા ૯૨.૫ ટકા વાહનચાલકો નિયમિત રીતે સીધા જતાં વાહનોના પ્રાથમિક માર્ગના નિયમનો ભંગ કરે છે. સંશોધકોએ અમદાવાદની ડ્રાઇવિંગ સંસ્કૃતિને અન્ય રોડ યુઝર્સ પ્રત્યેની બેદરકારીભરી વૃત્તિ તથા સ્પર્ધાત્મક અને અસંગત ડ્રાઇવિંગ વર્તન તરીકે વર્ણવી છે.

નિયમ તોડવાની અસર સીધી ટ્રાફિક પર

આ નિયમભંગની અસર માત્ર એક વાહન પૂરતી મર્યાદિત રહેતી નથી. અભ્યાસ મુજબ જમણે વળતા ૨૬ ટકા વાહનચાલકો ‘બર્સ્ટી અને ઇન્ટરમિટન્ટ’ પ્રકારનો નિયમભંગ કરે છે, એટલે કે ખાલી જગ્યામાં અચાનક આગળ ધસી જઈ બોટલનેક ઊભો કરે છે. તેના કારણે સીધા આવતા ૪૮.૫ ટકા વાહનોની ગતિ ધીમી પડે છે. આવી સ્થિતિમાં મુસાફરીનો સમય ૩.૫ ગણો વધી જાય છે, એટલે સામાન્ય મુસાફરીમાં થોડા સેકન્ડથી લઈને મિનિટો સુધીનો વધારો થઈ શકે છે. પીક અવર્સ દરમિયાન આ જંકશનો પર ૪૪ ટકા સમય સ્થાનિક સ્તરે ટ્રાફિક ગ્રિડલોકની સ્થિતિ રહે છે.

આ પણ વાંચો : આ વર્ષે PM મોદીને મોકલાશે 10 હજારથી વધુ રાખડીઓ તથા પોસ્ટકાર્ડ

સંશોધકોએ ડ્રોન અને એઆઈ વિઝન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આ અભ્યાસ કર્યો હતો. તેમણે એસ.પી. રિંગ રોડ પર એક સવારના પીક અવર્સ દરમિયાન ૨,૪૦૬ વાહનોની ગતિ અને માર્ગ-ટ્રેજેક્ટરીનું વિશ્લેષણ કર્યું હતું. ૪૫.૩ ટકા વાહનો સિગ્નલ પહેલાં જ આગળ ધસી આવે છે. સંશોધન મુજબ પોતાનું સિગ્નલ ખૂલવાની રાહ જોતા હોય તેવા વાહનચાલકો પણ ટ્રાફિકમાં વિક્ષેપ સર્જે છે. રસ્તાના મધ્ય ભાગ પાસે વાહન ઊભું રાખવાના બદલે ૪૫.૩ ટકા જમણે વળતાં વાહનો મુખ્ય લેનમાં ધીમે ધીમે આગળ ઘૂસી જાય છે. તેના કારણે સીધા જતા ટ્રાફિકને સંકુચિત માર્ગમાંથી પસાર થવું પડે છે અને તેમની મુસાફરીનો સમય લગભગ બમણો થઈ જાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Right of Way Ahmedabad Traffic SP Ring Road

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ