બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / હવે OTT પર રિલીઝ થઈ ગઈ અક્ષય કુમારની ફિલ્મ 'વેલકમ ટૂ ધ જંગલ', અહીં જોઇ શકશો

મનોરંજન / હવે OTT પર રિલીઝ થઈ ગઈ અક્ષય કુમારની ફિલ્મ 'વેલકમ ટૂ ધ જંગલ', અહીં જોઇ શકશો

Published By: Bijal Vyas

Last Updated: 02:39 PM, 21 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Welcome To The Jungle OTT Release: અક્ષય કુમાર અભિનીત ‘વેલકમ ટુ ધ જંગલ’ આખરે OTT પર રિલીઝ થઈ ગઈ છે. અહીં તમે જાણી શકો છો કે તે કયા પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થઈ રહી છે.

અક્ષય કુમારની મલ્ટી-સ્ટારર ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ' આ વર્ષે જૂનમાં થિયેટરોમાં રિલીઝ થઈ હતી. જોકે ક્રિટિક્સ તરફથી આ કોમેડી-એડવેન્ચર થ્રિલર ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો, તેમ છતાં બોક્સ ઓફિસ પર તેણે સારું પ્રદર્શન કર્યું અને તે વર્ષની પાંચમી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની. જે ​​લોકો થિયેટરમાં 'વેલકમ ટુ ધ જંગલ' જોઈ શક્યા ન હતા તેમના માટે સારા સમાચાર છે: આ ફિલ્મ હવે OTT પર આવી ગઈ છે. આવો જાણીએ કે તમે તેને ક્યારે અને ક્યાં જોઈ શકો છો.

‘વેલકમ ટૂ ધ જંગલ’ ઓટીટી પર ક્યા અને ક્યારે જોવી?

ઉલ્લેખનીય છે કે, ‘વેલકમ ટુ ધ જંગલ’ આજે, 21 ઓગસ્ટથી OTT પ્લેટફોર્મ Jio Hotstar પર સ્ટ્રીમ થવાનું શરૂ થઈ ગયું છે. પ્લેટફોર્મે આ અંગે એક ઓફિશિયલ પોસ્ટ પણ જાહેર કરી છે. અક્ષય કુમાર સાથેના ફિલ્મનાં પોસ્ટરની સાથે આ પોસ્ટમાં લખ્યું છે, “બધું જ અદભૂત બનવા જઈ રહ્યું છે! ‘વેલકમ ટુ ધ જંગલ’ હવે Jio Hotstar પર સ્ટ્રીમ થઈ રહી છે.”

‘વેલકમ ટુ ધ જંગલ’નું બોક્સ ઓફિસ કલેક્શન

મીડિયા રિપોર્ટ મુજબ, ‘વેલકમ ટુ ધ જંગલ’ ફિલ્મે ભારતમાં અંદાજે 131 કરોડ રુપિયાની લાઈફટાઈમ કમાણી કરી છે અને દેશમાં તેનું કુલ કલેક્શન 157 કરોડ રુપિયા રહ્યું છે. આ સાથે જ, ફિલ્મની વિદેશી કમાણી 36 કરોડ રુપિયા રહી હતી, જેનાથી તેનું વિશ્વવ્યાપી કુલ કલેક્શન 193 કરોડ રુપિયા સુધી પહોંચ્યું છે.

આ પણ વાંચોઃ રામાયણ બાદ હવે બ્રહ્માસ્ત્ર-2ના શૂટિંગમાં લાગી જશે રણબીર કપૂર, દેખાશે ડબલ રોલમાં

‘વેલકમ ટુ ધ જંગલ’ વિશે

‘વેલકમ ટુ ધ જંગલ’માં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, દિશા પટણી, જેકલીન ફર્નાન્ડિસ, રવીના ટંડન, લારા દત્તા, અરશદ વારસી, પરેશ રાવલ, તુષાર કપૂર, શ્રેયસ તલપડે, આફતાબ શિવદાસાની અને જેકી શ્રોફ જેવા દિગ્ગજ કલાકારોની ફોજ જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન અહેમદ ખાને કર્યું છે, જ્યારે તેની વાર્તા સ્વ. નીરજ વોરાએ લખી છે અને સંવાદો ફરહાદ સામજીએ તૈયાર કર્યા છે. ફિલ્મનું સંપાદન નિતિન પાઠકે કર્યું છે અને સિનેમેટોગ્રાફર તરીકે કબીર લાલે કામ કર્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

welcome to the jungle Jio Hotstar ott release

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ