બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / રામાયણ બાદ હવે બ્રહ્માસ્ત્ર-2ના શૂટિંગમાં લાગી જશે રણબીર કપૂર, દેખાશે ડબલ રોલમાં

મનોરંજન / રામાયણ બાદ હવે બ્રહ્માસ્ત્ર-2ના શૂટિંગમાં લાગી જશે રણબીર કપૂર, દેખાશે ડબલ રોલમાં

Published By: Bijal Vyas

Last Updated: 02:04 PM, 21 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રણબીર કપૂર 'રામાયણ' પછી 'બ્રહ્માસ્ત્ર 2'નું શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મનો પહેલો ભાગ 2022 માં રિલીઝ થયો હતો અને બોક્સ ઓફિસ પર સફળ રહ્યો હતો.

'બ્રહ્માસ્ત્ર'ના પ્રથમ ભાગની રિલીઝને લગભગ ચાર વર્ષ વીતી ગયા છે, તેમ છતાં ચાહકો તેના આગામી ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે અયાન મુખર્જીની આ ફિલ્મની સિક્વલની વાર્તાને લઈને એક મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. ખબર છે કે, રણબીર કપૂર 'બ્રહ્માસ્ત્ર પાર્ટ 2'માં માત્ર એક નહીં, પરંતુ બે ભૂમિકાઓમાં જોવા મળી શકે છે. આ સાથે જ, દીપિકા પાદુકોણને એક મહત્વપૂર્ણ ભૂમિકા માટે કાસ્ટ કરવાની તૈયારીઓ પણ ચાલી રહી છે.

રણબીર હાલમાં 'રામાયણ' ફિલ્મને લઈને ચર્ચામાં છે, જે આ દિવાળી પર રિલીઝ થવાની છે. અહેવાલો અનુસાર, 'રામાયણ'નું કામ પૂરું કર્યા પછી તે 'બ્રહ્માસ્ત્ર'ની સિક્વલનું કામ શરુ કરશે. વાસ્તવમાં, નિતેશ તિવારીની 'રામાયણ'નું શૂટિંગ પૂર્ણ કર્યા બાદ રણબીર કપૂર 'બ્રહ્માસ્ત્ર 2' પર કામ શરૂ કરશે. એવું જાણવા મળ્યું છે કે, તે જાન્યુઆરી 2027 સુધીમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી શકે છે. આ ફિલ્મમાં રણબીર બે પાત્રો ભજવશે: દેવ અને શિવા.

brahmastra 11.png

બ્રહ્માસ્ત્ર પાર્ટ-2માં જોવા મળશે દીપિકા?

એવા સમાચાર છે કે, દીપિકા પણ આ ફિલ્મમાં જોવા મળશે. અહેવાલો અનુસાર, દિગ્દર્શક અયાન મુખર્જી દીપિકાને 'અમૃતા'ની ભૂમિકામાં લેવા માંગે છે અને આ પાત્ર અંગે અભિનેત્રી સાથે હાલમાં ચર્ચા ચાલી રહી છે.

અયાન અને તેની ટીમને લાગે છે કે અમૃતા જેવા પાત્ર માટે મજબૂત સ્ક્રીન પ્રેઝન્સ અને અસાધારણ અભિનય કૌશલ્ય ધરાવતી અભિનેત્રીની જરૂર છે અને આ ગુણો દીપિકાને શ્રેષ્ઠ પસંદગી બનાવે છે. જોકે, તેને આ ભૂમિકા માટે પસંદ કરવા અંગે હજુ સુધી કોઈ ઓફિશિયલ કન્ફર્મેશન આવ્યુ નથી.

deepika-ranbeer

અયાન મુખર્જીની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર પાર્ટ 1' 9 સપ્ટેમ્બર, 2022ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ દ્વારા રણબીર કપૂર અને આલિયા ભટ્ટે પહેલીવાર સાથે કામ કર્યું હતું. તેમની ઉપરાંત અમિતાભ બચ્ચન, નાગાર્જુન અને મૌની રોય પણ આ ફિલ્મનો ભાગ હતા, જ્યારે શાહરૂખ ખાને તેમાં વિશેષ ભૂમિકા ભજવી હતી.

ફિલ્મે રિલીઝ થતાંની સાથે જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી અને લગભગ 400 કરોડની કમાણી કરીને હિટ સાબિત થઈ હતી. પ્રેક્ષકોએ આલિયા અને રણબીર વચ્ચેની કેમિસ્ટ્રીને ખૂબ પસંદ કરી હતી. હવે, દર્શકો વાર્તાનો આગળનો ભાગ જાણવા માટે ઉત્સુક છે અને આગામી ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અયાને એવું પણ જણાવ્યું હતું કે બીજો અને ત્રીજો ભાગ પ્રથમ ભાગ કરતાં પણ વધુ ભવ્ય સ્તરે બનાવવામાં આવશે.

આ પણ વાંચોઃ શ્વેતા તિવારીએ કર્યો ઓનલાઈન ફૂડ ઓર્ડર, નીકળ્યાં કોકરોચ, કહ્યું ''તુકારામ ક્યાં છે?''

રણબીર અને આલિયાના વર્કફ્રંટની વાત કરીએ...

જો તેમના કામના મોરચે વાત કરીએ તો, રણબીર નીતેશ તિવારીની અત્યંત ચર્ચિત ફિલ્મ 'રામાયણ'માં ભગવાન રામની ભૂમિકા ભજવતા જોવા મળશે, જે 2026માં દિવાળી દરમિયાન થિયેટરોમાં રિલીઝ થવાની છે. ત્યારબાદ, તે સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'લવ એન્ડ વોર'માં જોવા મળશે. આલિયા ફિલ્મ 'આલ્ફા'માં જોવા મળી હતી, જેણે બોક્સ ઓફિસ પર ખાસ સારું પ્રદર્શન કર્યું ન હતું; હવે તે 'લવ એન્ડ વોર' અને 'તુંબાડ'માં જોવા મળશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ranbir kapoor brahmastra 2 shooting alia bhatt

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ