બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ''રામ મંદિર ટ્રસ્ટે કોઇ ટેક્સ ચોરી નથી કરી'', ચંપત રાયનો ચોંકાવનારો દાવો

મોટું નિવેદન / ''રામ મંદિર ટ્રસ્ટે કોઇ ટેક્સ ચોરી નથી કરી'', ચંપત રાયનો ચોંકાવનારો દાવો

Published By: Jinal Chauhan

Last Updated: 08:30 AM, 21 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રામ મંદિર ચઢાવા ચોરી કેસ વચ્ચે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના પૂર્વ મહાસચિવ ચંપત રાયનો વધુ એક પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ પત્રમાં તેમણે ટ્રસ્ટની નાણાકીય અને આંતરિક વ્યવસ્થાને લઈને અનેક દાવા કર્યા છે.

રામ મંદિર ચઢાવા ચોરી કેસ વચ્ચે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના પૂર્વ મહાસચિવ ચંપત રાયનો વધુ એક પત્ર વાયરલ થયો છે. આ પત્રમાં તેમણે ટ્રસ્ટની નાણાકીય અને આંતરિક વ્યવસ્થા અંગે અનેક મહત્વના દાવા કર્યા છે.ચંપત રાયે સ્પષ્ટપણે દાવો કર્યો છે કે રામ મંદિર ટ્રસ્ટે કોઈપણ પ્રકારની ટેક્સ ચોરી કરી નથી અને તમામ સરકારી નિયમોનું પાલન કરવામાં આવે છે. ટ્રસ્ટના જીએસટી, ટીડીએસ, પીએફ અને ઈએસઆઈ સહિતના જરૂરી ચૂકવણાં કરવામાં આવતા હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો છે.
પત્રમાં ટ્રસ્ટના ત્રણ બેંકોમાં ખાતાં હોવાની અને તમામ ચૂકવણી ઓનલાઈન આરટીજીએસ મારફતે થતી હોવાની માહિતી આપવામાં આવી છે. સાથે જ આંતરિક અને વૈધાનિક ઓડિટની વ્યવસ્થા અંગે પણ ચંપત રાયે વાત કરી છે. દાન ચોરી કેસ વચ્ચે ચંપત રાયનો વધુ એક પત્ર વાયરલ

રામ મંદિરમાં ચઢાવાની ચોરીની ઘટના બાદ ચંપત રાયે મહાસચિવ પદેથી રાજીનામું આપ્યું હતું. હવે તેમનો વધુ એક પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ પત્રમાં તેમણે મંદિર ટ્રસ્ટની આંતરિક વ્યવસ્થા અને નાણાકીય વ્યવહારો અંગે સ્પષ્ટતા કરી છે. ચંપત રાયના અગાઉના પત્ર બાદ હવે આ બીજા પત્રને લઈને પણ ચર્ચા શરૂ થઈ છે.ચંપત રાયનો પહેલો પત્ર 7 જુલાઈએ ટ્રસ્ટની બેઠક બાદ સામે આવ્યો હતો. તેના એક દિવસ પહેલાં જ દાન ચોરી મામલે રચાયેલી એસઆઈટીએ પોતાની અંતિમ રિપોર્ટ સરકારને સોંપી હતી. ત્યારબાદ રિપોર્ટ ટ્રસ્ટને કાર્યવાહી માટે મોકલવામાં આવ્યો હતો. જોકે હજુ સુધી ટ્રસ્ટ તરફથી કોઈ નવી કાર્યવાહી સામે આવી નથી.

ચંપત રાયે ટેક્સ ચોરીના આરોપ અંગે શું કહ્યું?

ચંપત રાયે પોતાના પત્રમાં દાવો કર્યો છે કે મંદિર ટ્રસ્ટે સરકારના કોઈ પણ ટેક્સની ચોરી કરી નથી. તેમના જણાવ્યા મુજબ ટ્રસ્ટ સાથે જોડાયેલા તમામ નાણાકીય વ્યવહારો સરકારી નિયમો મુજબ કરવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા જીએસટી અને ટીડીએસ સહિત જરૂરી ટેક્સ ભરવામાં આવે છે.આ ઉપરાંત રજિસ્ટ્રી અને સ્ટેમ્પ ડ્યૂટી, લેબર સેસ, પીએફ અને ઈએસઆઈ પણ જમા કરવામાં આવતા હોવાનો તેમણે દાવો કર્યો છે. એટલે ટ્રસ્ટના તમામ સરકારી વિભાગોને લગતા જરૂરી ટેક્સ અને ચૂકવણીઓ નિયમ મુજબ કરવામાં આવે છે તેમ પત્રમાં જણાવાયું છે.

ત્રણ બેંકોમાં છે ટ્રસ્ટના ખાતા

પત્રમાં ચંપત રાયે ટ્રસ્ટના બેંકિંગ વ્યવહાર અંગે પણ વિગત આપી છે. તેમના જણાવ્યા પ્રમાણે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના બેંક ખાતા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક અને બેંક ઓફ બરોડામાં છે.તેમણે દાવો કર્યો છે કે ટ્રસ્ટે કોઈ બેંકમાંથી ચેકબુક લીધી નથી. તમામ ચૂકવણી બેંક ટ્રાન્સફર અને આરટીજીએસ મારફતે કરવામાં આવે છે. નાણાકીય વ્યવહારોમાં રોકડનો ઉપયોગ કરવામાં આવતો નથી અને આ વ્યવસ્થાને કારણે પારદર્શિતા જાળવવામાં આવે છે તેમ તેમણે જણાવ્યું છે.

vtv app promotion

આ પણ વાંચોઃ પડોસણ સાથે વાત કરી રહ્યો હતો પતિ, પત્નીએ લાઉડસ્પીકર પર ચલાવ્યું કોલ રેકોર્ડિંગ

આંતરિક અને વૈધાનિક ઓડિટની પણ વ્યવસ્થા

ચંપત રાયે પત્રમાં ટ્રસ્ટના ઓડિટ અંગે પણ માહિતી આપી છે. તેમના જણાવ્યા મુજબ ટ્રસ્ટનું આંતરિક ઓડિટ દિલ્હીની એક ઓડિટ ફર્મ દ્વારા કરવામાં આવે છે. જ્યારે વૈધાનિક અંકેક્ષણ માટે દિલ્હીની બીજી ફર્મ વી. શંકર અય્યરની સેવા લેવામાં આવે છે.તેમના દાવા પ્રમાણે નાણાકીય વ્યવહારોનું ઓડિટ અલગ અલગ સ્તરે કરવામાં આવે છે. આ વ્યવસ્થાનો ઉલ્લેખ કરીને તેમણે ટ્રસ્ટના નાણાકીય વ્યવહારોમાં પારદર્શિતા હોવાનો દાવો કર્યો છે.

રોજ લગભગ 75 હજાર શ્રદ્ધાળુઓના દર્શન

ચંપત રાયે પોતાના પત્રમાં રામ મંદિરમાં દર્શન વ્યવસ્થાનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે અયોધ્યામાં દરરોજ આશરે 75 હજાર શ્રદ્ધાળુઓ રામલલાના દર્શન કરી રહ્યા છે. આટલી મોટી સંખ્યામાં લોકો આવતા હોવા છતાં અત્યાર સુધી કોઈ મોટી દુર્ઘટના ન બની હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો છે.તેમના જણાવ્યા મુજબ દર્શનાર્થીઓ માટે અલગ અલગ આઠ લેન બનાવવામાં આવી છે. આ લેન વચ્ચે ક્રોસિંગ ન હોવાથી ભીડનું સંચાલન સરળ બને છે. તેમણે દર્શન વ્યવસ્થાને લઈને પોલીસ અને વહીવટી તંત્રની પણ પ્રશંસા કરી છે.

Ram Mandir

દર્શનાર્થીઓને પ્રસાદ અને અન્ય સુવિધાઓ મફત

પત્રમાં ચંપત રાયે જણાવ્યું છે કે રામ મંદિરમાં દર્શનાર્થીઓને દરેક એક્ઝિટ માર્ગ પર ભગવાનનો પ્રસાદ પેકેટ મફતમાં આપવામાં આવે છે. યાત્રાળુઓ માટે વિવિધ પ્રકારની સુવિધાઓ પણ મફત ઉપલબ્ધ કરાવવામાં આવે છે તેમ તેમણે જણાવ્યું છે.આ ઉપરાંત કોઈ ઇચ્છિત જૂથ રામ મંદિરમાં અનુષ્ઠાન અથવા કાર્યક્રમ કરવા માંગે તો ટ્રસ્ટ તરફથી તેની માટે પણ નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવે છે એવો દાવો પત્રમાં કરવામાં આવ્યો છે. ચંપત રાયે મંદિરની વ્યવસ્થાને લઈને આ તમામ બાબતોનો ઉલ્લેખ કર્યો છે.

એસઆઈટી રિપોર્ટ બાદ ચંપત રાયની વાપસીની ચર્ચા

દાન ચોરી મામલે એસઆઈટીએ પોતાની અંતિમ રિપોર્ટ સરકારને સોંપી છે. મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે એસઆઈટી રિપોર્ટમાં ચંપત રાયનું નામ નથી અને તેમને ક્લીન ચિટ મળી છે. જોકે આ અંગે સત્તાવાર રીતે કોઈ નવી કાર્યવાહી સામે આવી નથી.આ દરમિયાન ચંપત રાયનો બીજો પત્ર વાયરલ થતાં તેમની ફરીથી ટ્રસ્ટમાં વાપસીની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની આગામી બેઠક 2 સપ્ટેમ્બરે યોજાવાની છે. હવે આ બેઠકમાં ટ્રસ્ટ દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ram Mandir Donation Case Champat Rai Letter Ram Mandir Trust

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ