બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / પડોસણ સાથે વાત કરી રહ્યો હતો પતિ, પત્નીએ લાઉડસ્પીકર પર ચલાવ્યું કોલ રેકોર્ડિંગ

નેશનલ / પડોસણ સાથે વાત કરી રહ્યો હતો પતિ, પત્નીએ લાઉડસ્પીકર પર ચલાવ્યું કોલ રેકોર્ડિંગ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 02:02 PM, 20 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Love Affair: મધ્યપ્રદેશના ગ્વાલિયરના પુરાણી છાવણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પરિણીત મહિલાએ પ્રેમ સંબંધ અને બદનામીના કારણે ઝેર પીને આત્મહત્યા કરી લીધી છે.

Love Affair: મધ્યપ્રદેશના ગ્વાલિયરના પુરાણી છાવણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પરિણીત મહિલાએ પ્રેમ સંબંધ અને બદનામીના કારણે ઝેર પીને આત્મહત્યા કરી લીધી છે. મૃતક મહિલાનો પાડોશમા રહેતા વ્યક્તિ સાથે કથિત રીતે અફેર હતો. મહિલા પાડોશી સાથે વાતચીત કરતી હતી અને પુરુષે આ કોલ રેકોર્ડ કર્યો હતો. બાદમાં જ્યારે પ્રેમીની પત્નીને રેકોર્ડિંગની ખબર પડી ત્યારે તેણે તેને લાઉડસ્પીકર પર આ રેકોર્ડીંગ ચલાવ્યું અને આખા મહોલ્લાને આ સંભળાવ્યું હતું. ત્યારબાદ મહિલાએ શરમના મારે આત્મહત્યા કરી લીધી.

મહિલાના મૃત્યુ બાદ પરિવારના સભ્યોએ તેના મૃતદેહને રસ્તા પર મૂકીને હોબાળો મચાવ્યો. પોલીસ અધિકારીઓ તેમને શાંત પાડવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ થયું અને તેણે ઝેર પીને આત્મહત્યા કરી છે. પોસ્ટમોર્ટમ કર્યા પછી પોલીસે તપાસ શરૂ કરી છે.

પોલીસે તપાસ શરૂ કરી

પ્રારંભિક માહિતી અનુસાર મહિલા અને તેના પ્રેમી વચ્ચેની વાતચીતનું ઓડિયો રેકોર્ડિંગ મ્યુઝિક સિસ્ટમ પર વગાડવામાં આવ્યું હતું, અને આખા વિસ્તારમાં તે લોકોને સંભળાવવામાં આવ્યું હતું. મહિલાએ તેનાથી દુખી થઇને આ પગલું ભર્યું. મૃતકના પતિએ પ્રેમી, તેની પત્ની અને અન્ય ત્રણ લોકો પર કાવતરું, ઉત્પીડન અને બ્લેકમેલ કરવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

આ ઘટના 17 ઓગસ્ટના બની હતી

આ ઘટના પુરાણી છાવણી પોલીસ સ્ટેશન વિસ્તારના મોતી ઝીલના કૃષ્ણ નગર પહાડીમાં બની હતી. 32 વર્ષીય મમતા યાદવના લગ્ન 15 વર્ષ પહેલા રામહેત યાદવ સાથે થયા હતા. તેમને 10 અને 11 વર્ષના બે બાળકો છે. રામહેત ફળ બજારમાં મજૂરી કરે છે. 17 ઓગસ્ટ 2026 સોમવારે સવારે રામહેત કામ પર ગયો. જ્યારે તે સાંજે ઘરે પાછો ફર્યો, ત્યારે તેણે તેની પત્ની મમતાને ઘરમાં બેભાન હાલતમાં જોઇ. નજીકમાં ઝેરની બોટલ પડી હતી. તેણીને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જોકે બુધવારે સવારે સારવાર દરમિયાન મમતાનું મૃત્યુ થયું.

બદનામીને કારણે મમતા ડિપ્રેશનથી પીડાતી હતી

મૃતકના પતિ રામહેતનો આરોપ છે કે મૃત્યુ પહેલાં મમતાએ તેને કહ્યું હતું કે તે તેના પાડોશી સુરેન્દ્ર યાદવ સાથે વાત કરી રહી છે. સુરેન્દ્રએ તેના મોબાઇલ ફોન પર વાતચીતનો ઓડિયો રેકોર્ડ કર્યો હતો. આ રેકોર્ડિંગ સુરેન્દ્રની પત્ની રેખા યાદવના હાથમાં આવી ગયો. સોમવારે રેખાએ ઘરની બહાર એક મ્યુઝિક સિસ્ટમ લગાવી અને મમતા અને સુરેન્દ્રની વાતચીતનો ઓડિયો આખા વિસ્તારમાં વગાડ્યો. આનાથી મમતાની બદનામી થઇ અને તે ડિપ્રેશનમાં આવી ગઇ હતી.

VTV Digital 1

આ પણ વાંચોઃ નેશનલ / એક વીડિયો પર કરો ₹1,00,000 સુધીની કમાણી? Reels બનાવનારાઓ માટે ખોલી તિજોરી

પોલીસે તપાસ શરૂ કરી

રામહેતે પોલીસને જણાવ્યું કે આ કાવતરામાં તેનો પ્રેમી સુરેન્દ્ર યાદવ, તેની પત્ની રેખા, સુરેન્દ્રનો ભાઈ રાજપાલ યાદવ અને મમતાના દિયર વિનોદ યાદવ અને તેની પત્ની જુલી યાદવ સામેલ હતા. આ બધા છેલ્લા દોઢ વર્ષથી મમતાને હેરાન અને બ્લેકમેલ કરી રહ્યા હતા. આ માહિતીના આધારે કાર્યવાહી કરતા જુની છાવણી પોલીસ ઘટનાસ્થળે પહોંચી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. પોલીસે કેસ નોંધીને મોબાઇલ ફોન અને રેકોર્ડિંગ કબજે કર્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

madhya pradesh Love Affair Gwalior

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ