બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આ દિવાળીએ પ્રવાસીઓને જલસા પડી જશે! નળસરોવરથી આવ્યા ગુડ ન્યૂઝ

અમદાવાદ / આ દિવાળીએ પ્રવાસીઓને જલસા પડી જશે! નળસરોવરથી આવ્યા ગુડ ન્યૂઝ

Published By: Vishal Khamar

Last Updated: 03:10 PM, 20 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નળસરોવરમાં બે વર્ષ બાદ દિવાળી સુધી બોટિંગ સેવા ફરી શરૂ થવાની શક્યતા. 100 નવી યાંત્રિક બોટ અને 5 રેસ્ક્યૂ બોટની વ્યવસ્થા થશે.

નળસરોવર પ્રવાસીઓ માટે આ દિવાળીએ ફરી એક વખત આકર્ષણ બનવા જઈ રહ્યું છે. ગુજરાતના પ્રસિદ્ધ નળસરોવર પક્ષી અભયારણ્યમાં બે વર્ષથી બંધ બોટિંગ સેવા દિવાળી સુધીમાં ફરી શરૂ થવાની શક્યતા છે. ગુજરાત મેરીટાઇમ બોર્ડ (જીએમબી)એ ૧૦૦ યાંત્રિક બોટ ખરીદી છે અને નાવિકોની

તાલીમ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

જૂન, ૨૦૨૪માં વડોદરાની હરણી બોટ દુર્ઘટના બાદ નળસરોવરમાં બોટિંગ બંધ કરવામાં આવ્યું હતું. સ્થાનિક સ્તરે બનાવાતી બોટ લાઇસન્સ અને રજિસ્ટ્રેશન માટે જરૂરી માપદંડો પૂર્ણ કરતી ન હોવાથી આ નિર્ણય લેવાયો હતો. સમસ્યાના ઉકેલ માટે પ્રવાસન અને વન વિભાગે નોંધાયેલા નાવિકોને પ્રમાણિત બોટ ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કર્યો હતો, જેમાં અગાઉ લાઇસન્સ ધરાવતા બોટમેનને પ્રાથમિકતા અપાશે.

નાવિકોને બે વર્ષ બાદ રોજગારની આશા

બોટિંગ બંધ થતાં નળસરોવરના નાવિકોની આજીવિકા પર સીધી અસર પડી હતી. સામાન્ય રીતે એક સિઝનમાં આશરે રૂ. ૫૦ હજારની કમાણી કરતા નાવિકો બે સિઝન સુધી વ્યવસાયથી વંચિત રહ્યા હતા. હવે બોટિંગ શરૂ થતાં તેમને આર્થિક રાહત મળવાની સાથે નળસરોવરમાં પ્રવાસીઓની આવક વધવાની આશા છે.

જીએમબીના દસ્તાવેજો મુજબ નળસરોવરમાં પ્રવાસન માટે નવી એફઆરપી બોટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. બોટિંગ દરમિયાન કોઈ દુર્ઘટના સર્જાય તો તાત્કાલિક બચાવ કામગીરી માટે અલગ પાંચ રેસ્ક્યૂ બોટની ખરીદીની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. નળસરોવરના છીછરા પાણી અને તળિયાની રચનાને ધ્યાનમાં રાખીને રેસ્ક્યૂ બોટની ડિઝાઇન કરવામાં આવનાર છે.

૧૨૦.૮૨ ચો.કિમીમાં ૨૫૦થી વધુ પક્ષી પ્રજાતિઓ

૧૨૦.૮૨ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું નળસરોવર ગુજરાતનું સૌથી મોટું વેટલેન્ડ પક્ષી અભયારણ્ય છે. અહીં સ્થાનિક અને પ્રવાસી મળીને ૨૫૦થી વધુ પક્ષી પ્રજાતિઓ જોવા મળે છે. પેલિકન, ફ્લેમિંગો, સફેદ સ્ટોર્ક, બ્રાહ્મણી બતક અને હેરોન સહિતનાં પક્ષીઓ નળસરોવરની ઓળખ છે. ચોમાસા બાદ અહીં હજારો પ્રવાસી જળચર પક્ષીઓ પણ પહોંચે છે.

આ પણ વાંચોઃ 400ની દવાનું કામ, 10 રૂપિયામાં કર્યું,સુરેન્દ્રનગરના ખેડૂતે ગૌમૂત્ર-મીઠાથી નિંદામણનો ઉપાય કર્યો!

બે વર્ષ બાદ સુરક્ષા અને નિયમનના ધોરણો હેઠળ બોટિંગ ફરી શરૂ થવાથી નળસરોવરમાં ઇકો-ટૂરિઝમને વેગ મળવાની સાથે પ્રવાસીઓ માટે વધુ સુરક્ષિત બોટિંગનો અનુભવ ઉપલબ્ધ થવાની અપેક્ષા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Nalsarovar Bird Sanctuary Nalsarovar boating Nalsarovar boating service

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ