બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / VTV Newsના સહકાર સંમેલનમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કર્યું સહકારી ક્ષેત્રના ખમીરવંતા લોકોનું સન્માન

વિશ્વસનીય સફર / VTV Newsના સહકાર સંમેલનમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કર્યું સહકારી ક્ષેત્રના ખમીરવંતા લોકોનું સન્માન

Published By: Vishal Khamar

Last Updated: 12:28 PM, 20 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સહકારી ક્ષેત્રને સમર્પિત આ સમારોહમાં સહકારી સંસ્થાઓ, ખેડૂતો, પશુપાલકો તેમજ વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરનારા અગ્રણીઓને એક મંચ પર લાવવામાં આવ્યા હતા. કાર્યક્રમનો ઉદ્દેશ માત્ર સન્માન કરવાનો નહોતો, પરંતુ સહકારના માધ્યમથી ગ્રામ્ય વિકાસ, ખેડૂત-પશુપાલકોની સમૃદ્ધિ અને સહકારી ક્ષેત્રના આગામી પડકારો અંગે ચર્ચા કરવાનો પણ હતો.

VTV Newsની 15 વર્ષની વિશ્વસનીય સફર પૂર્ણ થઈ 16મા વર્ષમાં મંગલ પ્રવેશના અવસરે ભવ્ય સહકાર સંમેલન યોજાયું હતું. ગાંધીનગર ખાતેના ટાઉન હોલ ખાતે યોજાયેલા આ સમારોહની શરૂઆત સંગીતથી થઈ હતી ત્યાર બાદ કાર્યક્રમની શરૂઆતમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી તથા કેબિનેટ પ્રધાન જીતુભાઈ વાઘાણી, VTVના ચેનલ હેડ હેમંત ગોલાણી સહિતના મહાનુભવોએ તુલસીના છોડને જળ અર્પણ કર્યું હતું.

સહકારી ક્ષેત્રને સમર્પિત આ સમારોહમાં સહકારી સંસ્થાઓ, ખેડૂતો, પશુપાલકો તેમજ વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરનારા અગ્રણીઓને એક મંચ પર લાવવામાં આવ્યા હતા. કાર્યક્રમનો ઉદ્દેશ માત્ર સન્માન કરવાનો નહોતો, પરંતુ સહકારના માધ્યમથી ગ્રામ્ય વિકાસ, ખેડૂત-પશુપાલકોની સમૃદ્ધિ અને સહકારી ક્ષેત્રના આગામી પડકારો અંગે ચર્ચા કરવાનો પણ હતો. VTV ન્યૂઝની 15 વર્ષની સફરને, સહકાર ક્ષેત્રને સમર્પિત કરતા આ સમારોહને નવી દિશા અને નવા સંકલ્પના પ્રારંભ તરીકે રજૂ કરવામાં આવ્યો હતો. સમારોહમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી તથા કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સહકાર ક્ષેત્રની સફળ ગાથાઓ રજૂ કરવામાં આવી હતી અને વિવિધ ક્ષેત્રોમાં સમાજ તથા ગ્રામ્ય અર્થતંત્ર માટે નોંધપાત્ર કામગીરી કરનારા આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું.

દૂધની ક્રાંતિમાં ગુજરાતની આગવી ઓળખ

સમારોહમાં શંકરભાઈ ચૌધરીએ ગુજરાતની દૂધ સહકારી વ્યવસ્થાની સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, દૂધની ક્રાંતિમાં ગુજરાત આગળ આવ્યું છે. એક સમય એવો હતો કે દૂધના વ્યવસાયમાંથી માત્ર આશરે 20 કરોડ રૂપિયા પશુપાલકો સુધી પહોંચતા હતા, જ્યારે આજે સહકારી માળખાના કારણે 1300 કરોડ રૂપિયા પશુપાલકો સુધી પહોંચે છે. આ આંકડો માત્ર નાણાકીય પરિવર્તન દર્શાવતો નથી, પરંતુ સહકારની શક્તિથી ગ્રામ્ય પરિવારોના જીવનમાં આવેલા મોટા બદલાવનું પ્રતિબિંબ છે. દૂધ મંડળીઓ અને સહકારી સંસ્થાઓએ પશુપાલકોને બજાર, યોગ્ય વ્યવસ્થા અને આવકનું સ્થિર માધ્યમ પૂરું પાડ્યું છે. વિકાસનો લાભ માત્ર શહેરો સુધી મર્યાદિત રાખવામાં આવ્યો નથી. છેવાડાનાં ગામડાં સુધી પાણી અને વીજળી પહોંચાડવામાં આવી છે. ગામડાં સુધી મૂળભૂત સુવિધાઓ પહોંચતાં ખેતી અને પશુપાલન સહિતની ગ્રામ્ય આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ મળ્યો છે.

પશુપાલનમાં મહિલાઓની પ્રેરણાદાયી સફર: નવલબહેન ચૌધરી

વડગામના નાગાણા ગામનાં નવલબહેન ચૌધરીએ માત્ર 15 પશુઓથી પશુપાલન શરૂ કર્યું હતું. આજે તેમની પાસે આશરે 250 પશુઓ છે અને તેઓ ૨૫ લોકોને રોજગારી આપી રહ્યા છે. છેલ્લાં ત્રણ વર્ષમાં તેમણે અંદાજે 10 લાખ લિટર દૂધ ભરાવી 5.50 કરોડ રૂપિયાની આવક નોંધાવી છે.

સહકારથી મજબૂત બનતું ગ્રામ્ય અર્થતંત્ર

સહકાર ક્ષેત્રની કામગીરી હવે માત્ર દૂધ અને ખેતી પૂરતી સીમિત રહી નથી. સહકારી બેન્કિંગ, કૃષિ બજાર, પશુપાલન, મહિલા સશક્તીકરણ, માછીમારી, હાથવણાટ અને ગ્રામ્ય સેવાઓ સુધી સહકારનું માળખું વિસ્તર્યું છે.

સહકારથી પરિવાર અને મહિલાઓનું આર્થિક સશક્તિકરણઃ જીતુભાઈ વાઘાણી

એક વ્યક્તિ ધારે તે કામ કરી શકે છે, પરંતુ જ્યારે સમૂહશક્તિ સાથે મળે ત્યારે વિકાસની ગતિ અનેકગણી વધી શકે છે. ઘર પણ સહકારથી ચાલે છે અને આ જ સહકારની ભાવનાને આગળ વધારીને સમૂહશક્તિ દ્વારા આર્થિક સશક્તિકરણ કરી શકાય છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલનના કેબિનેટ પ્રધાન જીતુભાઈ વાઘાણીએ સહકારી ક્ષેત્રની ભૂમિકા અંગે જણાવ્યું હતું કે, દેશમાં સહકારના માધ્યમથી અનેક પરિવારોને આર્થિક રીતે મજબૂત બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. કેન્દ્ર સરકારની વિવિધ યોજનાનો લાભ સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. વ્યવસ્થામાં જરૂરી સુધારા કરીને સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવામાં આવી રહ્યું છે.

સહકારી ક્ષેત્રે જોડાયેલા લોકોએ બીજાનાં ભલા માટે જીવવાનું પસંદ કર્યુઃ શંકરભાઈ ચૌધરી

સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા અનેક લોકોએ પોતાના માટે કામ કરવાની જગ્યાએ બીજાનાં ભલા માટે જીવન જીવવાનું પસંદ કર્યું છે. સફેદ કપડાંમાં શાંતિથી સમાજ માટે કામ કરતા આવા લોકો ખરેખર પોતાની જિંદગી બીજાઓને સમર્પિત કરી રહ્યા છે. કોઈ પ્રસિદ્ધિ કે દેખાવ વગર, મૌન રહીને પણ અનેક લોકો સતત લોકોનાં હિત માટે કામ કરી રહ્યા છે. આ પ્રકારની સેવા અને સહકારની ભાવનાનું ઉદાહરણ આપતાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે પૂર જેવી કુદરતી આફતના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું. ખેડૂતો માટે સૌથી મોટો પ્રશ્ન તેમની મહેનત અને આવકને બચાવવાનો હતો. આવી સ્થિતિમાં ખેડૂતોને સહાય મળી રહે અને તેમની દિવાળી બગડે નહીં તે માટે જીતુભાઈ વાઘાણીએ અધિકારીઓ સાથે સતત સંકલન કરીને કામગીરી કરી હતી.

કોને-કોને સન્માનિત કરાયા?

  • કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • દિનેશભાઈ પટેલ — ચેરમેન, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, ઊંઝા
  • ભારતીય ખેડૂત ખાતર સહકારી મંડળી લિમિટેડ (ઇફ્કો)
  • દિનેશભાઈ પાઠક — ચેરમેન, રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિમિટેડ
  • જયેશભાઈ બોઘરા — ચેરમેન, શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, રાજકોટ
  • રાજુભાઈ પટેલ — ચેરમેન, ધી બરોડા સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ
  • દિનેશભાઈ પટેલ — ચેરમેન, બરોડા ડેરી
  • સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા
  • સતીશભાઈ પટેલ — ચેરમેન, શ્રી છાણી નાગરિક સહકારી બેન્ક લિમિટેડ
  • ગૌરવ પવડે — ચેરમેન, શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ, વડોદરા
  • મુકુંદભાઈ સભાયા — ચેરમેન, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, જામનગર
  • મહાદેવભાઈ ચૌધરી — ચેરમેન, ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, સૂઈ ગામ
  • શામળભાઈ ધારિયા — ચેરમેન, ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, પાલનપુર
  • જયેશભાઈ પટેલ — ચેરમેન, ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, હિંમતનગર
  • દિલીપકુમાર શાહ — ચેરમેન, હિંમતનગર નાગરિક સહકારી બેન્ક લિમિટેડ
  • ભોળાભાઈ રબારી — ચેરમેન, દૂધ ઉત્પાદક સંઘ, બોટાદ (મધુસૂદન ડેરી)
  • મનહરલાલ માતરિયા — પ્રમુખ, શ્રી તુરખા જૂથ સેવા સહકારી મંડળી લિમિટેડ
  • સુરેશભાઈ ગોધાણી — ચેરમેન, બોટાદ જિલ્લા ખરીદ વેચાણ સંઘ
  • શૈલેશભાઈ પટેલ — ચેરમેન, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, વડોદરા
  • ડોલરભાઈ કોટેચા — ચેરમેન, ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેન્ક લિ. (ખેતી બેન્ક)
  • જિતેન્દ્રકુમાર લાલ — ચેરમેન, ધી જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ
  • ગોરધનભાઈ પી. ધામેલિયા — ચેરમેન, રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપ. મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ
  • ડાહ્યાભાઈ પીલિયાતર — ચેરમેન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ
  • શૈલેશભાઈ પટેલ — ચેરમેન, ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, થરાદ
  • નવલબહેન ચૌધરી
  • થાવર દૂધ ઉત્પાદક સહકારી મંડળી
  • રેસાભાઈ પટેલ — ચેરમેન, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, પાંથાવાડા
  • તેજસકુમાર પટેલ — ચેરમેન, ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ
  • અપૂર્વ પટેલ — ચેરમેન, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, નડિયાદ
  • ધી કપડવંજ તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી શરાફી મંડળી લિ., કપડવંજ
  • લીંબાસી સેવા સહકારી મંડળી લિમિટેડ
  • શ્રી સેવણી સેવા સહકારી મંડળી લિમિટેડ
  • શ્રી કોલીથડ જૂથ સેવા સહકારી મંડળી લિમિટેડ
  • શ્રી ગંભીરા મહીસાગર ભાઠા સામુદાયિક સહકારી ખેતી મંડળી લિમિટેડ
  • શ્રી અમલસાડ વિવિધ કાર્યકારી સહકારી ખેડૂત મંડળી લિમિટેડ
  • શ્રી ભાગ્યલક્ષ્મી મહિલા ક્રેડિટ એન્ડ કન્ઝ્યુમર્સ સહકારી મંડળી લિમિટેડ
  • શ્રી મહાવીર મચ્છીમાર સહકારી મંડળી લિમિટેડ
  • શ્રી કામધેનુ દિવ્ય ઔષધિ મહિલા સહકારી મંડળી લિમિટેડ
  • જામજોધપુર વિવિધ કાર્યકારી સહકારી મંડળી લિમિટેડ
  • શ્રી જોરાવરનગર જૂથ પ્રગતિશીલ હાથવણાટ સહકારી મંડળી લિમિટેડ
  • શ્રી રાજ રેશમ વણકર સહકારી મંડળી લિમિટેડ

આ પણ વાંચોઃ સેમિકન્ડક્ટરથી AI સુધી ગુજરાતનો દબદબો, Silicon Valleyમાં CM ભૂપેન્દ્ર પટેલની મહત્વની બેઠકો

  • દીપકભાઈ માલાણી — ચેરમેન, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, સાવરકુંડલા
  • પારુલબહેન બિપિનભાઈ પટેલ
  • ડો. સમીર પટેલ — વેટરનરી ડોક્ટર, સાબર ડેરી
  • ડો. નિધિ પટેલ — વેટરનરી ડોક્ટર, બનાસ ડેરી
  • સુરેશભાઈ પટેલ — ચેરમેન, નેનાવા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ
  • ઈશ્વરભાઈ પટેલ — ચેરમેન, થરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ
  • તન્વીરહુસેન શરીફખાન રાઠોડ — મંત્રી, વોરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ
  • અશ્વિનભાઈ સાવલિયા — ચેરમેન, અમર ડેરી
  • ભાવનાબેન ગોંડલિયા — ચેરમેન, શ્રી ધારી કૃષિ ઉત્પાદક અને પ્રોસેસિંગ સહકારી મંડળી લિમિટેડ
  • અલ્પેશભાઈ ઢોલરિયા — ચેરમેન, શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, ગોંડલ
  • જયેશભાઈ પટેલ — ચેરમેન, ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, ડેસર
  • જયદીપસિંહ ચૌહાણ — ચેરમેન, ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, કરજણ
  • નારણભાઈ દેસાઈ — ચેરમેન, ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, લાખણી

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Cooperative Movement VTV News 15 Years Sahkar Sammelan Gandhinagar

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ