બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / NRI News / અમદાવાદના સમાચાર / કેનેડા મોકલવાનું સપનું બતાવીને એજન્ટે વસ્ત્રાલના યુવકને ₹ 6 લાખમાં રોવડાવ્યો

NRI / કેનેડા મોકલવાનું સપનું બતાવીને એજન્ટે વસ્ત્રાલના યુવકને ₹ 6 લાખમાં રોવડાવ્યો

Published By: Vishal Khamar

Last Updated: 05:35 PM, 18 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિદેશમાં સેટલ થવાની ઈચ્છા ધરાવતા યુવકને કેનેડા મોકલવાની લાલચ આપી છ લાખ રૂપિયા પડાવી લીધા બાદ લાંબા સમય સુધી કોઈ કાર્યવાહી નહીં કરવાના મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.

વિદેશમાં સેટલ થવાની ઈચ્છા ધરાવતા યુવકને કેનેડા મોકલવાની લાલચ આપી છ લાખ રૂપિયા પડાવી લીધા બાદ લાંબા સમય સુધી કોઈ કાર્યવાહી નહીં કરવાના મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. સાયન્સ સિટી રોડ પર ગુરુ ઇન્ટરનેશનલ નામે વિઝા કન્સલ્ટન્સી ઓફિસ ચલાવતા નિતેશ વાસુદેવ રાવલ સામે ફરિયાદ નોંધાઈ છે.

વસ્ત્રાલની આકૃતિ સોસાયટીમાં રહેતો કાર્તિક જીતેન્દ્ર પટેલ સરખેજ રોડ ખાતે આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરે છે. કાર્તિકને કેનેડા જઈને સ્થાયી થવાની ઈચ્છા હોવાથી તેણે વિદેશ જવાની પ્રક્રિયા અંગે તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન તેના પરિચિત બળવંતભાઈ મારફતે તેની મુલાકાત નિતેશ રાવલ સાથે થઈ હતી. નિતેશે કેનેડા મોકલવા તેમજ વિઝા સહિતની જરૂરી કાર્યવાહી કરી આપવાનું કહી કુલ ૨૦ લાખ રૂપિયાનો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું. આ પૈકી શરૂઆતમાં છ લાખ રૂપિયા: એડૂડ્વાન્સ પેટે આપવાના રહેશે તેમ કહેતાં કાર્તિક અને તેનાં પરિવારજનોએ વિશ્વાસ મૂક્યો હતો.

વર્ષ ૨૦૨૪માં કાર્તિક પરિવાર સાથે સોલા રોડ પર કારગિલ પેટ્રોલ પંપ નજીક આવેલા ગ્રેસ બિઝનેસપાર્કમાં નિતેશની ઓફિસે ગયો હતો. ત્યાં તેણે છ લાખ રૂપિયા રોકડા ચૂકવ્યા હતા અને કન્સલ્ટન્સી તરફથી રકમ સ્વીકાર્યાની પહોંચ પણ આપવામાં આવી હતી.

આ પણ વાંચોઃ દવા કરાવવા પિયર ગયેલી પરિણીતાને સાસરિયાં પક્ષે કાઢી મૂકી, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન

રકમ લીધા બાદ નિતેશે કેનેડા મોકલવાની પ્રક્રિયા શરૂ કરવાની ખાતરી આપી હતી, જોકે લાંબો સમય વીતી જવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નહોતી. કાર્તિકે વારંવાર પૂછપરછ કરતાં નિતેશ પ્રક્રિયા ચાલુ હોવાનું કહી સમય પસાર કરતો રહ્યો હતો. અંતે ન તો વિદેશ મોકલવાની પ્રક્રિયા થઈ કે ન તો છ લાખ રૂપિયા પરત મળ્યા. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતાં કાર્તિકે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

visa consultant cheating Ahmedabad visa fraud Canada visa fraud

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ