બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વલસાડમાં સેંકડો કાર પૂરના પાણીમાં ડૂબી, 7,000થી વધુ કારને નુકસાન, કંપનીઓ પર વીમાનું 'ઘોડાપુર'
Last Updated: 05:57 PM, 18 August 2026
વલસાડ જિલ્લામાં તાજેતરમાં આવેલા વિનાશક પૂરે માનવજીવનની સાથે વાહનોને પણ ભારે નુકસાન પહોંચાડ્યું છે. ખાસ કરીને વાપી શહેર અને આસપાસના વિસ્તારોમાં પૂરનાં પાણીમાં મોટી સંખ્યામાં કાર ડૂબી ગઈ હતી, જ્યારે અનેક વાહનો પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયા હતા. પ્રાથમિક અંદાજ મુજબ સમગ્ર વલસાડ જિલ્લામાં 7 હજારથી વધુ ફોર-વ્હીલર વાહનોને નુકસાન થયું છે.
ADVERTISEMENT
એકસાથે હજારો વાહનોના ઇન્સ્યોરન્સ ક્લેમ
પૂરનું પાણી ઓસરી ગયું છે, પરંતુ હવે કાર માલિકો સામે નવી મુશ્કેલી ઊભી થઈ છે. એકસાથે હજારો વાહનોના ઇન્સ્યોરન્સ ક્લેમ આવતાં વીમા કંપનીઓ સામે ક્લેમ સેટલમેન્ટનો મોટો પડકાર ઊભો થયો છે. જાણકારોના મતે આશરે 250થી 300 કરોડ રૂપિયાના ઇન્સ્યોરન્સ ક્લેમ આવવાની શક્યતા છે.
ADVERTISEMENT
અમદાવાદમાં પણ વાહનોને નુકસાન
દક્ષિણ ગુજરાતની સાથે અમદાવાદ સહિત અન્ય વિસ્તારોમાં પણ પૂરના કારણે મોટી સંખ્યામાં વાહનોને નુકસાન થયું છે.પરિણામે જરૂરી સ્પેરપાર્ટ્સ મેળવવામાં પણ સમય લાગી રહ્યો છે. જેના કારણે એક તરફ વર્કશોપમાં કારનો ખડકલો છે, તો બીજી તરફ માલિકો પોતાની કારની ડિલિવરીની રાહ જોઈ રહ્યા છે.સામાન્ય સ્થિતિમાં જે કાર એક અઠવાડિયામાં રિપેર થઈ જતી હોય છે, તે જ કાર હવે પૂર બાદની આ અસામાન્ય પરિસ્થિતિમાં લાંબો સમય લઈ રહી છે. કેટલાક વાહનોમાં તો ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ અને અન્ય પાર્ટ્સ બદલવાની જરૂરિયાત ઊભી થઈ છે.
ADVERTISEMENT
ઘણી કાર તો ભંગાર જેવી હાલતમાં
ADVERTISEMENT
વલસાડ જિલ્લામાં 7 હજારથી વધુ કારોને પૂરનાં પાણીથી ભારે નુકસાન થયું છે. આ માત્ર વાહનોને થયેલું નુકસાન નથી, પરંતુ તેની સાથે હજારો પરિવારોની રોજિંદી વ્યવસ્થા પણ ખોરવાઈ છે.કેટલાક વાહનો ટોટલ લોસમાં જવાની શક્યતા છે, જ્યારે કેટલાક વાહનો રિપેર થઈ શકે તેવી સ્થિતિમાં છે. પરંતુ બંને કિસ્સામાં કાર માલિકો માટે રાહ જોવાનો સમય લાંબો બની રહ્યો છે.એક તરફ વીમા કંપનીઓ સામે કરોડો રૂપિયાના ક્લેમના સેટલમેન્ટનો પડકાર છે, તો બીજી તરફ ગેરેજ અને વર્કશોપ સામે હજારો કારના રિપેરિંગનો પડકાર છે.આમ વાપી અને સમગ્ર વલસાડ જિલ્લામાં પૂરનું પાણી ઓસરી ગયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.