બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / CNG ડીલર એસોસિએશન લડી લેવાના મૂડમાં, બુધવારે આ 2 જિલ્લાના CNG પંપ રહેશે બંધ

બનાસકાંઠા / CNG ડીલર એસોસિએશન લડી લેવાના મૂડમાં, બુધવારે આ 2 જિલ્લાના CNG પંપ રહેશે બંધ

Published By: Vishal Khamar
Reported By: Mogji Chaudhry

Last Updated: 10:59 PM, 16 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠા અને વાવ-થરાદમાં 19 ઓગસ્ટે તમામ CNG પંપ 24 કલાક બંધ રહેશે. કમિશન વધારવા સહિતની માગણીઓનો ઉકેલ ન આવતા ડીલરોનો નિર્ણય.

બનાસકાંઠા જિલ્લામાં CNG વાહનચાલકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. CNG ડીલર એસોસિએશન દ્વારા વિવિધ પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં 19 ઓગસ્ટ બુધવારે બનાસકાંઠા અને વાવ-થરાદ વિસ્તારના તમામ CNG પંપ 24 કલાક માટે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

CNG ડીલર એસોસિએશને 15 ઓગસ્ટ સુધીનું આપ્યું હતું અલ્ટીમેટમ

CNG ડીલર એસોસિએશને કંપની સમક્ષ લાંબા સમયથી વિવિધ માગણીઓ રજૂ કરી હતી. તેમાં ખાસ કરીને CNG ડીલરોનું કમિશન વધારવા સહિતના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માગ કરવામાં આવી હતી. એસોસિએશને આ મુદ્દે કંપનીને 15 ઓગસ્ટ સુધીનું અલ્ટિમેટમ આપ્યું હતું.

પ્રશ્નોનો ઉકેલ ન આવતા સીએનજી ડીલર એસોસિએશનનો નિર્ણય

જોકે, નક્કી કરેલી સમયમર્યાદા સુધી કોઈ ઉકેલ ન આવતા જિલ્લા CNG ડીલર એસોસિએશને બંને જિલ્લામાં CNG પંપ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયને કારણે 19 ઓગસ્ટે CNG પર નિર્ભર વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચોઃ ફિલ્મી સ્ટાઈલમાં કાર ચેઝિંગ, પોલીસે પકડ્યા આરોપીઓ, 64.42 લાખના પોષડોડા ઝડપાયા

માંગણીઓનો ઉકેલ ન આવે તો CNG પંપ અનિશ્ચિત સમય માટે બંધ રહેશે

એસોસિએશનના જણાવ્યા મુજબ, બુધવાર સુધીમાં ડીલરોની માગણીઓનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં CNG પંપ અનિશ્ચિત સમય માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. જેના કારણે બનાસકાંઠા અને વાવ-થરાદ વિસ્તારમાં CNG વાહનચાલકો માટે વધુ મુશ્કેલી ઊભી થવાની શક્યતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vav Tharad CNG pumps CNG dealers association Banaskantha CNG news

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ