ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / તારક મહેતા ફેમ 'સોનુ' નો મેકઅપ વગરનો લુક વાયરલ: સિમ્પલ સૂટમાં સ્પોટ થઈ નિધિ ભાનુશાલી

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / તારક મહેતા ફેમ 'સોનુ' નો મેકઅપ વગરનો લુક વાયરલ: સિમ્પલ સૂટમાં સ્પોટ થઈ નિધિ ભાનુશાલી

Last Updated: 11:16 PM, 16 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ જૂની સોનુ એટલે કે એક્ટ્રેસ નિધિ ભાનુશાલી તાજેતરમાં કેઝ્યુઅલ લુકમાં વિધાઉટ મેકઅપ સ્પોટ થઈ હતી.

1/5

photoStories-logo

1. તારક મહેતા ફેમ 'સોનુ' નો મેકઅપ વગરનો લુક વાયરલ: સિમ્પલ સૂટમાં સ્પોટ થઈ નિધિ ભાનુશાલી

સબ ટીવીનો લોકપ્રિય કૌટુંબિક શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) દર્શકોનો ઓલ ટાઇમ ફેવરિટ શો રહ્યો છે. આ લાંબા સમયથી ચાલતા શોમાં ઘણા કલાકારો આવ્યા અને ઘણાએ શો અલવિદા કહી દીધું. તેમાંથી જ એક કલાકાર છે એક્ટ્રેસ નિધિ ભાનુશાલી, જેમણે શોમાં આત્મારામ ભીડે અને માધવી ભીડેની પુત્રી 'સોનુ' નો રોલ ભજવ્યો હતો. લાંબા સમય સુધી શોનો હિસ્સો રહ્યા બાદ તેમણે એક્ટિંગ છોડી દીધી હતી. તાજેતરમાં જ નિધિ પેપરાઝીના કેમેરામાં વિધાઉટ મેકઅપ સ્પોટ થઈ હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. સિમ્પલ અને નો-મેકઅપ લુકમાં થઈ સ્પોટ

નિધિ ભાનુશાલી તાજેતરમાં જ પેપરાઝી સામે કેઝ્યુઅલ અંદાજમાં જોવા મળી હતી. તેણે વ્હાઇટ કલરનો સિમ્પલ સૂટ અને પિંક કલરનો લહેરિયા દુપટ્ટો પહેર્યો હતો. ઓપન હેર, વ્હાઇટ સ્લિપર અને નોઝરિંગ સાથે તે કોઈપણ મેકઅપ વગર પણ ખૂબ જ સુંદર દેખાતી હતી. તેણે પેપરાઝીને હેલો કહીને અભિવાદન કર્યું હતું. 27 વર્ષીય નિધિ ભાનુશાલીએ 'તારક મહેતા...' છોડ્યા પછી લાઇમલાઇટની દુનિયાથી અંતર બનાવી લીધું હતું. તે સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય છે અને તેને ટ્રાવેલિંગનો ભારે શોખ છે. તેણે 2024 માં 'સિસ્ટરહુડ' નામનો એક શો પણ કર્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. શોને પૂરા થયા 18 વર્ષ

અસિત કુમાર મોદી દ્વારા નિર્મિત આ શો છેલ્લા 18 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. 28 July ના રોજ આ શોના સફળ 18 વર્ષ પૂર્ણ થતાં મેકર્સ દ્વારા ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોકુલધામ સોસાયટીની .પૃષ્ઠભૂમિ પર આધારિત આ શોમાં દિલીપ જોશી, મન્દાર ચંદવાડકર, તનુજ મહાશબ્દે, મુનમુન દત્તા, સોનાલિકા જોશી, શ્યામ પાઠક અને અમિત ભટ્ટ જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. આ શો સોની સબ (Sony SAB) પર દરરોજ રાત્રે 8:30 વાગ્યે પ્રસારિત થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. શોમાં માધવીના આચારને લઈને નવો ડ્રામા

શોના હાલના પ્લોટની વાત કરીએ તો, માધવી ભીડે અને આત્મારામ ભીડે એક મોટી મુશ્કેલીમાં ફસાયા હતા. માધવીના આચાર-પાપડના બિઝનેસમાં અચાનક એક ગ્રાહકની ફરિયાદ આવી હતી કે તેના લીંબુ-મરચાના આચારમાંથી કાચનો ટુકડો નીકળ્યો છે. જેના કારણે FDA દ્વારા માધવીનું લાયસન્સ જપ્ત કરી લેવામાં આવ્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. માધવીને તેનું સત્તાવાર લાયસન્સ પરત સોંપ્યું

જોકે, બાદમાં પોલીસ અને કમિટીની તપાસમાં સામે આવ્યું કે કોઈ અન્ય વ્યક્તિ માધવીના નામે ડુપ્લિકેટ આચાર બનાવીને વેચી રહ્યો હતો અને કાચનો ટુકડો તે ડુપ્લિકેટ બોટલમાંથી મળ્યો હતો. FDA ની ટીમે નકલી અચાર બનાવનારને ઝડપી પાડીને માધવીને તેનું સત્તાવાર લાયસન્સ પરત સોંપ્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

NidhiBhanushali TMKOC SonuBhide
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ