બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / રાંચીમાં JPSC-JSSC વિરુદ્ધ વિદ્યાર્થીઓના આંદોલન 23મો દિવસ, રાહુલ-તેજસ્વી પણ નિશાને

નેશનલ / રાંચીમાં JPSC-JSSC વિરુદ્ધ વિદ્યાર્થીઓના આંદોલન 23મો દિવસ, રાહુલ-તેજસ્વી પણ નિશાને

Published By: Nirav Kumar

Last Updated: 09:07 PM, 16 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાંચીમાં JPSC-JSSC પરીક્ષાના ગોટાળા સામે વિદ્યાર્થીઓનું આંદોલન 23મા દિવસે પહોંચ્યું છે અને હવે તેઓ સીએમ સાથે રાહુલ-તેજસ્વીને પણ નિશાને લઈ રહ્યા છે. જેમાં 20 ઓગસ્ટે સીએમ આવાસનો ઘેરાવ કરવાની ચીમકી સાથે આંદોલન વધુ તીવ્ર બનવાની સંભાવના છે.

રાંચીમાં JPSC અને JSSC પરીક્ષાઓમાં થયેલી કથિત ગેરરીતિઓ સામે વિદ્યાર્થીઓનું આંદોલન વધુ તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે. ‘JPSC-JSSC Reforms Manch’ના બેનર હેઠળ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનનો આજે રવિવારે 23 મો દિવસ છે. રાંચીમાં વિદ્યાર્થીઓએ ફરી એક વાર વિરોધ માર્ચ કાઢીને પુતળા દહન કર્યું. આમાં મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ હાજર હતા. જેની ખાસ વાત એ છે કે વિદ્યાર્થીઓના વિરોધમાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન તો નિશાને હતા જ હવે તેમને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને RJD નેતા તેજસ્વી યાદવને પણ નિશાને લીધા છે.

આ લોકોએ રવિવારે સાંજે રાંચીના ફિરાયાલાલ ચોક પર આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓએ રાહુલ ગાંધી, મુખ્યમંત્રી હેમંત સોરેન અને તેજસ્વી યાદવના પુતળા દહન કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો. જેમાં વિદ્યાર્થીઓએ ભરતી પરીક્ષાઓમાં કથિત અનિયમિતતાઓ અને સરકારના વલણ સામે જોરદાર નારાબાજી કરી હતી. આ દરમિયાન તેમને પોતાની માંગોને લઈને સરકાર સામે આક્રોશ વ્યક્ત કરતાં આંદોલનને વધુ તીવ્ર બનાવવાની ચેતવણી પણ આપી હતી.

ઝારખંડની ભરતી પરીક્ષાઓમાં ધાંધલીને લઈને વિદ્યાર્થીઓનું આંદોલન લાંબા સમયથી ચાલી રહ્યું છે. પરંતુ સરકાર હજુ સુધી વિદ્યાર્થીઓની માંગો માનવા તૈયાર નથી. વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ત્યાં પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી અને તેમને ન્યાય અપાવવાનો ભરોસો પણ આપ્યો હતો. પરંતુ આ વાતચીતને ઘણા દિવસો વીતી ગયા પણ મામલો જેમનો તેમ જ રહ્યો.

બીજી તરફ RJD નેતા તેજસ્વી યાદવે આજે બિહારમાં પેપર લીક અને પરીક્ષા ગેરરીતિઓ પર સવાલ ઉઠાવ્યા પરંતુ ઝારખંડના મુદ્દા પર હજુ સુધી લગભગ મૌન જ જાળવ્યું છે. ઝારખંડની સરકારમાં JMM સાથે કોંગ્રેસ અને RJD પણ ગઠબંધનમાં સામેલ છે. આમ હાલ ઝારખંડમાં JMM, કોંગ્રેસ અને RJDના ગઠબંધનની સરકાર છે.

ઝારખંડમાં ભરતી પરીક્ષાઓમાં કથિત ગડબડીઓ સામે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓનો આરોપ છે કે સત્તાધારી JMM-કોંગ્રેસ ગઠબંધન તેમની માંગો પર “ઠોસ કાર્યવાહી કરવામાં નાકામ” રહ્યું છે. આંદોલનકારીઓએ સત્તારૂઢ ઝારખંડ મુક્તિ મોર્ચા (JMM) અને કોંગ્રેસ પર વિદ્યાર્થીઓના મુદ્દાઓને લઈને રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો અને જાહેરાત કરી કે તેઓ સોરેનના રાજીનામાની માંગ કરતાં 20 ઓગસ્ટે તેમના આવાસનો ઘેરાવ કરશે.

શનિવારે તેમને માંગ કરી કે જો “મુખ્યમંત્રી તેમની વાત નથી સાંભળતા” તો રાહુલ ગાંધી JMM નીત ગઠબંધનમાંથી સમર્થન પાછું ખેંચી લે. તેમને દેશના 80મા સ્વતંત્રતા દિવસની તકે અને ભરતી પરીક્ષા સિસ્ટમમાં પારદર્શિતા તથા સુધારાની પોતાની માંગને લઈને શનિવારે રાંચીમાં ‘તિરંગા યાત્રા’ કાઢી.

હાથમાં રાષ્ટ્રીય ધ્વજ લઈને પ્રદર્શનકારીઓએ ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ્’ જેવા નારા લગાવ્યા. JPSC-JSSC Reforms Manchના નેતા રવીન્દ્ર પાસવાને કહ્યું, “અમે 20 ઓગસ્ટે મુખ્યમંત્રી આવાસનો ઘેરાવ કરીશું. અમે તેમના રાજીનામાની માંગ કરીએ છીએ કેમ કે JMM અને કોંગ્રેસ બંને અમારી સાથે રાજકારણ કરી રહ્યા છે. અમારી આ પણ માંગ છે કે જો મુખ્યમંત્રી રાહુલ ગાંધીની વાત નથી સાંભળતા તો તેમણે JMMના નેતૃત્વવાળા ગઠબંધનમાંથી સમર્થન પાછું ખેંચી લેવું જોઈએ.”

વધુ વાંચો : UCC કયા રાજ્યમાં લાગુ છે? ઉત્તરાખંડથી ગુજરાત સુધી જાણો સમાન નાગરિક સંહિતાની સંપૂર્ણ સ્થિતિ

પ્રદર્શનકારીઓએ આખા ઝારખંડના વિદ્યાર્થીઓને અપીલ કરી કે તેઓ 20 ઓગસ્ટે મુખ્યમંત્રી આવાસના પ્રસ્તાવિત ઘેરાવ માટે રાંચીમાં એકત્ર થાય. તેમને ગાંધીને પણ આડે હાથ લીધા અને કહ્યું કે તેમને વિદ્યાર્થીઓનું સમર્થન કરવાની વાત તો કરી પરંતુ તે પછી “કોઈ ઠોસ પગલું” ન ભરવામાં આવ્યું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

students' agitation JPSC-JSSC Rahul Gandhi

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ