બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / મિસ વર્લ્ડના મંચ પર પહોંચી ભારતીય સુંદરી, તેના લુકે જીત્યુ બધાનું દિલ- જુઓ ફોટોઝ
5 ફોટો ગેલેરી
Last Updated: 05:16 PM, 15 August 2026
1/5
મિસ વર્લ્ડ 2026માં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલી 24 વર્ષીય નિકિતા પોરવાલ પોતાની સુંદરતા, સ્ટાઇલ અને મનમોહક અદાઓથી સતત સૌનું ધ્યાન ખેંચી રહી છે. કાર્યક્રમના સ્વાગત ભોજન સમારંભ અને પ્રારંભિક કાર્યક્રમો દરમિયાન તેનો ગ્લેમરસ અંદાજ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો.
2/5
73મી 'મિસ વર્લ્ડ 2026' પેજેન્ટ વિયેતનામમાં યોજાઈ રહી છે, જેમાં વિશ્વભરની 111 સુંદરીઓ ભાગ લઈ રહી છે. હાઈ ફોંગ શહેરમાં 'સેશિંગ' (ઓપનિંગ) સમારોહ સાથે આ સ્પર્ધાનો ઓફિશિયલ રીતે પ્રારંભ થયો. આ પ્રસંગે, 'મિસ ઈન્ડિયા વર્લ્ડ' નિકિતા પોરવાલે ભાવના રાવ દ્વારા ખાસ તૈયાર કરવામાં આવેલો કસ્ટમ લુક કેરી કર્યો હતો.
3/5
નિકિતાએ આ કાર્યક્રમ માટે હાથીદાંતના રંગનું (આઇવરી), શિમરી અને 'ઓફ-શોલ્ડર' ગાઉન પહેર્યું હતું. ડ્રેસ પરની ચમક અને ક્રિસ્ટલની ડિઝાઇન્સ સ્ટેજ અને કેમેરાના પ્રકાશમાં એટલી અદભૂત રીતે ઝળહળી રહી હતી કે જાણે તેણે પોતાની જાતને તારાઓથી ઓઢી લીધી હોય તેવું લાગતું હતું. તેનો ડ્રેસ જાણે પ્રકાશને રિફ્લેક્ટ કરતો હોય અને સૌનું ધ્યાન ખેંચતો હોય તેવો લાગતો હતો. આ ગાઉનમાં ક્રિસ્ટલ્સ અને બિટ્સનું ઝીણવટભર્યું હાથકામ કરવામાં આવ્યું હતું. તેની બનાવટ એવી હતી કે હલનચલન કરતી વખતે દરેક ક્રિસ્ટલ જાણે પ્રકાશને લોક કરી લે છે. સમગ્ર ગાઉન સિલ્વર, હાથીદાંત જેવા આઇવરી અને શેમ્પેઈન ગોલ્ડ રંગના સ્તરોથી સુશોભિત હતું.
4/5
નિકિતાએ તેના ભારે અને શાહી પોશાકને અનુરૂપ પોતાનો લુક અત્યંત આકર્ષક અને ભવ્ય રાખ્યો હતો. તેણે આ પોશાક સાથે મેચિંગ હીલ્સ, આકર્ષક ઈયરિંગ્સ, એક વીંટી અને નાજુક બ્રેસલેટ પહેર્યા હતા. હેર અને મેકઅપની વાત કરીએ તો, તેણે ગ્લોસી લિપ્સ, વિંગ્ડ આઈલાઈનર અને હળવા બ્લશની પસંદગી કરી હતી જેણે તેના લુકમાં વધુ નિખાર લાવ્યો હતો, સાથે જ તેણે તેના વાળને ખુલ્લા રાખીને તેમાં સોફ્ટ વેવ્સ રાખ્યા હતા.
5/5
નિકિતા પોરવાલ આ સુંદર લુકમાં સામે આવી, ત્યારે સૌની નજર તરત જ તેના પર સ્થિર થઈ ગઈ. સોશિયલ મીડિયા પર ચાહકો તેના આત્મવિશ્વાસ અને ભારતીય સૌંદર્યથી મંત્રમુગ્ધ થઈને આ તસવીરો અને વીડિયો પર પ્રેમ વરસાવી રહ્યા છે. 73મી 'મિસ વર્લ્ડ' સ્પર્ધાની ગ્રાન્ડ ફિનાલે 5 સપ્ટેમ્બર, 2026ના રોજ વિયેતનામમાં યોજાનાર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ