બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:03 PM, 15 August 2026
બોલીવુડ અભિનેત્રી રાની મુખર્જી હાલમાં વિદેશમાં ભારતીય સિનેમાનું ગૌરવ વધારી રહી છે. ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં યોજાયેલા 'ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્ન' (IFFM)માં તેમને વિશેષ સન્માન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, ઓસ્ટ્રેલિયાની લા ટ્રોબ યુનિવર્સિટી દ્વારા તેમને માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી. આ ખાસ પ્રસંગે રાની ભાવુક જોવા મળી હતી અને તેની આંખોમાં આંસુ આવી ગયા હતા.
ADVERTISEMENT
મેલબર્નમાં રાનીને મળ્યુ મોટુ સન્માન
રાની મુખર્જીને લગભગ ત્રણ દાયકા લાંબી તેમની શાનદાર કારકિર્દી અને ભારતીય સિનેમામાં આપેલા યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. તેણે પોતાની ફિલ્મોમાં અનેક યાદગાર પાત્રો ભજવ્યા છે અને ભારતીય કહાનીઓને વિશ્વભરના દર્શકો સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. IFFM ખાતે આ સન્માન પ્રાપ્ત કર્યા બાદ, રાનીએ વ્યક્ત કર્યું હતું કે ઘરથી આટલા દૂર એક ભારતીય કલાકાર તરીકે આવો પ્રેમ અને સન્માન મળવું તેના માટે બહુ ખાસ છે..
ADVERTISEMENT
સન્માન મેળવીને ભાવુક થઇ રાની
આ દરમિયાન રાનીએ પોતાની લાગણીઓ પણ વ્યક્ત કરી. તેણે કહ્યું કે, ભલે કલાકાર કેમેરા સામે ભૂમિકા ભજવતી હોય, પરંતુ સાચી ખુશી ત્યારે મળે છે જ્યારે તેનું કામ પ્રેક્ષકોના દિલને સ્પર્શી જાય. વિદેશી ધરતી પર પોતાના કામને આટલો આદર મળતો જોઈને રાની પોતાની લાગણીઓ પર કાબૂ ના રાખી શકી.
ADVERTISEMENT

વીડિયો કોલ પર દીકરી અદિરાના પણ આંસુ છલકાયા
ADVERTISEMENT
રાનીની દીકરી આદિરાએ પણ વીડિયો કોલ દ્વારા આ ખાસ ક્ષણ નિહાળી. પોતાની માતાને આ રીતે ભાવુક થતી જોઈને આદિરા પણ ભાવુક થઈ ગઈ. એવું કહેવાય છે કે વીડિયો કોલમાં દીકરીને જોઈને રાનીની લાગણીઓ વધુ ઉભરાઈ આવી. માતા અને દીકરી વચ્ચેની આ ભાવુક ક્ષણ ત્યાં હાજર લોકો માટે પણ ખાસ બની ગઇ.
ADVERTISEMENT
મળી માનદ ડોક્ટરેટની ઉપાધિ
ADVERTISEMENT
રાની મુખર્જીને લા ટ્રોબ યુનિવર્સિટીએ Honorary Doctor of Letters (D.Litt.)ની પદવી એનાયત કરી છે. ભારતીય સિનેમામાં તેના નોંધપાત્ર યોગદાન તેમજ મહિલાઓ, બાળકો અને વંચિત સમુદાયો માટેના તેમના કાર્યની કદરરૂપે તેમને આ સન્માન આપવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ ફોનના વધુ પડતા ઉપયોગથી દિગ્ગજ અભિનેત્રીની ગરદનની નસોમાં તકલીફ! ₹3 લાખથી વધુની સર્જરી
રાની બીજી ભારતીય ફિલ્મ હસ્તી
ઉલ્લેખનીય છે કે, આ સન્માન સાથે શાહરૂખ ખાન પછી લા ટ્રોબ યુનિવર્સિટી તરફથી આ પ્રતિષ્ઠિત સન્માન મેળવનાર રાની બીજી ભારતીય ફિલ્મ હસ્તી બની છે. આ સિદ્ધિ તેના માટે વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે આ સન્માન માત્ર તેની અભિનય કારકિર્દીને જ નહીં, પરંતુ સમાજમાં તેના યોગદાનને પણ ઓળખ અપાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.